Laptop Tips and Tricks: જલ્દી ખતમ થઈ જાય છે લેપટોપની બેટરી? અપનાવો આ સરળ ટ્રિક્સ
News18 Gujarati Updated: May 26, 2022, 10:20 PM IST
લેપટોપની બેટરી લાઇફ વધારવાની રીતો.
Laptop Tips and Tricks: બાકીના તમામ ઇલેક્ટ્રોનિક્સની જેમ Laptopની બેટરી સમય સાથે ખરાબ થઈ જાય છે અને ઘણી વખત બહુ જલ્દી ડ્રેન થવા લાગે છે. પરંતુ, શું તમને ખ્યાલ છે કે કેટલીક સરળ રીતોથી તમે લેપટોપની બેટરી લાઇફને વધારી પણ શકો છો.
Laptop Tips and Tricks: લેપટોપ (Laptop)ની બેટરી આપણા માટે પહેલાથી વધુ જરૂરી બની ગઈ છે, કારણકે કોરોના સમયે વર્ક ફ્રોમ હોમ (Work From Home) કે પછી ઓફિસનું કોઇપણ કામ ઘરેથી કરવામાં લેપટોપનું મોટું યોગદાન રહ્યું છે. એટલું જ નહીં, એ તમારા કામથી માંડીને ટ્રાવેલ સુધી આખો દિવસ ચાલવામાં મદદ કરે છે. જો કે, બાકીના તમામ ઇલેક્ટ્રોનિક્સની જેમ Laptopની બેટરી સમય સાથે ખરાબ થઈ જાય છે અને ઘણી વખત બહુ જલ્દી ડ્રેન થવા લાગે છે. પરંતુ, શું તમને ખ્યાલ છે કે કેટલીક સરળ રીતોથી તમે લેપટોપની બેટરી લાઇફને વધારી પણ શકો છો.
Displayનું રાખો ધ્યાન
જેમ ફોન માટે પણ કહેવામાં આવે છે તેમ લેપટોપમાં પણ બેટરીની જરૂરિયાત ઘટાડવા માટે બ્રાઇટનેસને ઓછામાં ઓછી રાખો. જો કે, ધ્યાન રહે કે બ્રાઇટનેસ એટલી પણ ઓછી ન રાખો કે તમારી આંખો પર અસર પડે.
આ પણ વાંચો: WhatsApp પર PAN Cardથી લઇને ડ્રાઇવિંગ લાયસન્સ થશે ડાઉનલોડ, બસ કરવો પડશે આ મેસેજ
Battery Saverનો ઉપયોગ કામે લાગશે
આપણામાંથી ઘણાં લોકોને એ ખ્યાલ નથી કે તેમના લેપટોપ કે ટેબલેટમાં બેટરી સેવર ઓપ્શન આપવામાં આવ્યું છે, જે Windows11 સાથે મળીને વધારે સમય સુધી બેટરીનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે.એટલે જો તમે ઇચ્છો છો કે બેટરીની ખપત ઓછી થાય તો સેટિંગ ચેન્જ કરી દો, જેથી તમારું લેપટોપ ઓટોમેટિક બેટરી સેવર ઓપ્શન પર ચાલવા લાગશે. ધ્યાનમાં રાખો કે તેના એક્ટિવેટ થતાં જ તમારા ડિવાઇસની ઓવરઓલ પર્ફોર્મન્સ પર અસર પડી શકે છે.
આ પણ વાંચો: ફોનનું સ્ટોરેજ થઈ ગયું છે Photosથી ફુલ? આ રીતે Delete કરો નકામી ઇમેજ, 2 મિનિટ પણ નહીં લાગે!
Bluetooth/Wi-Fi ને બંધ જ રાખો
જ્યારે લેપટોપ પર બ્લુટૂથ અને વાઈફાઈની જરૂરિયાત ન હોય, ત્યારે તેને બંધ જ રાખો. તેનાથી પણ તમારી બેટરી ઓછી વપરાશે.
Original Charger ડિવાઇસ માટે હંમેશા જરૂરી
જી હા, લેપટોપ હોય કે ફોન, કોઇપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ માટે જે કામ ઓરિજનલ ચાર્જર કરે છે, તે ફેક ચાર્જર નથી કરી શકતું. બેટરી સાથે ડિવાઇસની પણ સલામતી માટે હંમેશા ઓરિજનલ ચાર્જરનો જ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. એટલે લેપટોપની બેટરી લાઇફ વધારવા માટે કે સેફ રાખવા માટે હંમેશા યોગ્ય અને ઓરિજનલ ચાર્જરનો જ ઉપયોગ કરવો જોઈએ.
Published by:
Nirali Dave
First published:
May 26, 2022, 10:20 PM IST