Google ની ચેતવણી! તમારો સ્માર્ટફોન છે જોખમમાં, આ સ્પાયવેરથી તમારી જાસૂસીના પ્રયાસમાં
News18 Gujarati Updated: May 26, 2022, 11:38 PM IST
Googleની ચેતવણી! તમારો સ્માર્ટફોન છે જોખમમાં, સ્પાયવેરથી જાસૂસીના પ્રયાસ
ગૂગલે (Google) એન્ડ્રોઇડ યુઝર્સ (Android users) માટે ચેતવણી જારી કરીને કહ્યું છે કે સાયબર અપરાધીઓ સ્માર્ટફોન યુઝર્સની જાસૂસી કરવાનો અને સ્પાયવેર (Spyware) દ્વારા ડેટા ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જો તમે પણ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર (Android Users) છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ એટલા માટે છે કારણ કે તમારા સ્માર્ટફોન (Smart phone) પર એક મોટો ખતરો તોળાઈ રહ્યો છે. જો તમે આ ખતરાને નજરઅંદાજ કરો છો તો તમારા સ્માર્ટફોનમાં સ્ટોર કરેલો ડેટા (Data) ચોરાઈ શકે છે એટલું જ નહીં તમારી જાસૂસી પણ થઈ શકે છે.
ગૂગલે એન્ડ્રોઇડ યુઝર્સ માટે ચેતવણી જારી કરીને કહ્યું છે કે સાયબર અપરાધીઓ સ્માર્ટફોન યુઝર્સની જાસૂસી કરવાનો અને સ્પાયવેર દ્વારા ડેટા ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગૂગલના થ્રેટ એનાલિસિસ ગ્રુપે સ્પાયવેર શોધી કાઢ્યું છે. આ સ્પાયવેરને PREDATOR નામ આપવામાં આવ્યું છે. ગૂગલનું કહેવું છે કે આ સ્પાયવેર ખૂબ જ ખતરનાક છે અને તે યુઝર્સને ખૂબ જોખમમાં મૂકે છે.
તે કેવી રીતે કામ કરે છેMoneycontrol.comના રિપોર્ટ અનુસાર, ગૂગલનું કહેવું છે કે સ્પાયવેર પ્રિડેટરને ઈ-મેલ દ્વારા યુઝર્સને મોકલવામાં આવી રહ્યો છે. આ સ્પાયવેર કોમર્શિયલ એન્ટિટી કંપની Cytrox દ્વારા બનાવવામાં આવ્યું છે. કંપનીનું મુખ્ય મથક ઉત્તર મેસેડોનિયામાં છે. તેમાં વન-ટાઇમ લિંક છે, જે URL શોર્ટનર દ્વારા એમ્બેડ કરેલી છે. યુઝર આ લિંક પર ક્લિક કરતાની સાથે જ તેને ડોમેન પર રીડાયરેક્ટ કરવામાં આવે છે. તે યુઝરના સ્માર્ટફોનમાં ALIEN નામનો સ્પાયવેર પહોંચાડે છે.
આ પણ વાંચો: હવે આ લોકો નહીં ખરીદી શકે નવું સિમ કાર્ડ, જાણો સરકારના નવા નિયમ
સંશોધકો કહે છે કે આ સ્પાયવેર બહુવિધ વિશેષાધિકૃત પ્રોસેસર્સમાં થાય છે. એકવાર તે વપરાશકર્તાના ઉપકરણમાં પ્રવેશ્યા પછી, તે ઘણા પ્રકારના IPC આદેશો આપી શકે છે. તે ઓડિયો રેકોર્ડ કરી શકે છે અને તેને મોકલી શકે છે. એટલું જ નહીં, આ સ્પાયવેર CA સર્ટિફિકેટ પણ એડ કરી શકે છે અને એપ્સને છુપાવી શકે છે.
આ પણ વાંચોઃ ભારતમાં ઇંસ્ટાગ્રામની સર્વિસ ડાઉન, યૂઝર્સ ટ્વિટર પર કરી રહ્યા છે ફરિયાદ
સાવચેત રહો
સાયબર અપરાધીઓ આજકાલ ડેટાની ચોરી કરવા અને દરેક સમયે કોઈની જાસૂસી કરવાની શોધમાં હોય છે. એટલા માટે તમારે હંમેશા સજાગ રહેવું જોઈએ. કોઈપણ અજાણ્યા વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારની લિંક પર ક્લિક કરશો નહીં. એટલું જ નહીં, તમે તમારા ફોનમાં જે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો, તેને સુરક્ષિત પ્લેટફોર્મ પરથી જ ડાઉનલોડ કરો. ક્યારેય પણ વેબસાઈટ પરથી સીધી એપ ડાઉનલોડ કરશો નહીં.
Published by:
Riya Upadhay
First published:
May 26, 2022, 11:27 PM IST