Car Discount Offer: Maruti અને Hyundaiની આ કાર પર મળી રહ્યું છે જોરદાર ડિસ્કાઉન્ટ, જુઓ પૂરી લિસ્ટ
News18 Gujarati Updated: May 26, 2022, 10:18 PM IST
મારુતિ સુઝુકી તેની ફેમિલી કાર વેગન-આર પર આ સમયે 38,000 રૂપિયા સુધીનો ફાયદો આપી રહી છે.
Big Car Discount: મારુતિ સુઝુકી (Maruti Suzuki) અને હ્યુન્ડાઇ (Hyundai)ની સિલેક્ટેડ કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ગ્રાહકો માટે આ મોકો ઝડપી લેવા માટે ફક્ત આ જ મહિનો છે. આવો જાણીએ કઈ કાર પર તમને કેટલો ફાયદો થશે.
Big Car Discount: મે મહિનામાં જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હો, તો તમારા માટે સારી તક છે કારણકે, મારુતિ સુઝુકી (Maruti Suzuki) અને હ્યુન્ડાઇ (Hyundai) મોટર ઇન્ડિયા સિલેક્ટેડ કાર્સ પર આ સમયે સારું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ગ્રાહકો માટે આ મોકો ઝડપી લેવા માટે ફક્ત આ જ મહિનો છે. આવો જાણીએ કઈ કાર પર તમને કેટલો ફાયદો થશે.
Maruti Suzuki Swift
મારુતિ સુઝુકીની આ બેસ્ટ સેલર Swift કારને આ મહિને ખરીદવા પર તમે 25,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ કારમાં 1.2L એન્જિન મળશે. જો તમે નાની કાર S-Presso ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે મારુતિની માઇક્રો SUV એસ-પ્રેસો (S-Presso) પર 33,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. નવી સેલેરિયો (Celerio) પર કંપની 23,000 રૂપિયા સુધીનો ફાયદો આપી રહી છે. તાજેતરમાં જ મારુતિએ નવી સેલેરિયોને ભારતમાં લોન્ચ કરી હતી અને આ તેના સેગમેન્ટમાં સૌથી વધુ માઇલેજ આપતી કાર પણ બની ગઈ છે. મારુતિ સુઝુકી તેની ફેમિલી કાર વેગન-આર પર આ સમયે પૂરા 38,000 રૂપિયા સુધીનો ફાયદો આપી રહી છે.
આ પણ વાંચો: કાર ખરીદવાનો પ્લાન હોય તો જોઈ લો થોડી રાહ, જલ્દી આવશે આ 5 CNG કાર, ફીચર્સ પણ છે જોરદાર
મારુતિ સુઝુકીની Vitara Brezza પર મે મહિનામાં તમે 38,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટનો ફાયદો લઈ શકો છો. ડિઝાઈન, સ્પેસ અને પરફોર્મન્સ મામલે આ કાર ગ્રાહકોને પસંદ પણ આવી રહી છે અને હવે એવી આશા છે કે જલ્દી કંપની Vitara Brezzaનો ફેસલિફ્ટ મોડલ પણ લઇને આવી રહી છે. જો તમે મારુતિની કોમ્પેક્ટ સેડાન કાર ડિઝાયર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે આ સમયે કાર પર ઘણી સારી બચત કરી રહ્યા છો. ડિઝાયરના મેન્યુઅલ વેરિઅન્ટ પર 25,500 રૂપિયા સુધીના લાભ મળી રહ્યા છે.
Hyundaiની કારો પર બમ્પર ડિસ્કાઉન્ટમે મહિનામાં હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા તેની કોમ્પેક્ટ સેડાન કાર Aura (પેટ્રોલ/ડીઝલ) કાર પર 48,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. Aura એક સ્ટાઇલિશ ફેમિલી કાર છે જે ઘણાં સારા ફીચર્સ ધરાવે છે. દિલ્હીમાં તેની એક્સ શોરૂમ કિંમત 6,08,900 લાખ રૂપિયાથી 8,87,000 લાખ રૂપિયા સુધી જાય છે. આ ઉપરાંત Grand i10 NIOS પર આ મહિને 48,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. પોતાના સેગમેન્ટની આ બેસ્ટ પરફોર્મન્સવાળી કાર છે. દિલ્હીમાં તેની એક્સ-શોરૂમ કિંમત 5.39 લાખ રૂપિયા છે.
આ પણ વાંચો: મહિન્દ્રા Scorpio-N exteriors Revealed: 27 જૂને થશે લોન્ચ, જુઓ ફોટોમાં વિગતવાર માહિતી
હ્યુન્ડાઇએ તેની પોપ્યુલર કાર Santro ને ભલે બંધ કરી છે પરંતુ હજુ પણ સ્ટોક ક્લિયર નથી થયો એટલે વધેલા સ્ટોકને ક્લિયર કરવા માટે કંપની Santro પર આ સમયે સારું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે, કંપની આ કાર પર 28,000 રૂપિયાની છૂટ આપી રહી છે. આ કારની એક્સ-શો રૂમ કિંમત 489,700 લાખ રૂપિયાથી લઇને 641,600 લાખ રૂપિયા છે, આ કિંમતો પેટ્રોલ અને CNG મોડલની છે.
Published by:
Nirali Dave
First published:
May 26, 2022, 10:18 PM IST