જમ્મુ કાશ્મીરમાં કાર અકસ્માત, સુરતના એક પર્યટકનું થયું મોત

News18 Gujarati
Updated: May 26, 2022, 9:47 AM IST
જમ્મુ કાશ્મીરમાં કાર અકસ્માત, સુરતના એક પર્યટકનું થયું મોત
જમ્મુ કાશ્મીરમાં અકસ્માત

Gujarat Latest News: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અકસ્માતના સુરતના મૃતકના નિવાસસ્થાને પહોંચશે. ત્યાં તેઓ પરિવારજનોને સાંત્વના પાઠવશે.

  • Share this:
સુરત: જમ્મુ કાશ્મીરના (Jammu Kashmir accident) સોનમાર્ગમાં બુધવારની મોડી રાતે થયેસલા ગોઝારા અકસ્માતમાં 9 પર્યટકોના મોત થયા છે. સોનમાર્ગમાં સુરત (Surat man death in (Jammu Kashmir car accident ) સહિત દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા પર્યટકો તથા સ્થાનિકોની કારને અકસ્માત નડ્યો છે. હાલ ઇજાગ્રસ્તને સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. હાલ આ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

હાલ મળતી માહિતી પ્રમાણે, આ અકસ્માતમાં સુરતના એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. મૃતકોની યાદી પ્રમાણે સુરતના 36 વર્ષના અંકિત દિલીપકુમારનું મોત નીપજ્યુ છે. આ મૃતકોમાં ત્રણ ઝારખંડના, એક સુરતનો અને એક પંજાબનો તથા બાકીના બધા જમ્મુ અને કાશ્મીરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

કાર 500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી

આ અંગે મળતી માહિતી પ્રમાણે,  કારગિલથી શ્રીનગર તરફ જતી ટવેરા ગાડી (JK12 7466) શ્રીનગર-લેહ હાઇવે પર ઝોજિલા પાસ પાસે 500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ગોઝારા અકસ્માતમાં નવ લોકોનાં મોત થયાં હતાં. સોનમર્ગ પોલીસ, બીકન અને ટ્રાફિક પોલીસ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

અકસ્માત સ્થળેથી નવ મૃતદેહો મળી આવ્યા છે જ્યારે એક ઘાયલને સારવાર માટે SKIMS સૌરામાં ખસેડવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો બિન-સ્થાનિક અને J&K ની અંદરના વિવિધ ભાગોના છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાનૂની તબીબી ઔપચારિકતાઓ પછી મૃતદેહોને સંબંધિત સ્થળોએ મોકલવામાં આવશે. આ અંગે સ્થાનિક પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી કરી છે.
મૃતકોની યાદી


ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મૃતકના નિવાસસ્થાને પહોંચશે. ત્યાં તેઓ પરિવારજનોને સાંત્વના પાઠવશે.
Published by: Kaushal Pancholi
First published: May 26, 2022, 8:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading