વિરાટ કોહલી-રવિ શાસ્ત્રીના સમયમાં ભારતની ટોપ 5 T20I જીત, ICC ટ્રોફી સિવાય અનેક સફળતા મળી


Updated: November 14, 2021, 8:53 PM IST
વિરાટ કોહલી-રવિ શાસ્ત્રીના સમયમાં ભારતની ટોપ 5 T20I જીત, ICC ટ્રોફી સિવાય અનેક સફળતા મળી
કોહલી અને શાસ્ત્રીના સમયગાળમાં ભારતે ટી-20માં મેળવેલી સફળતા AFP

Virat Kohli-Ravi Shastri : 7 વર્ષ લાંબી ચાલેલી આ પાર્ટનરશીપે ભારતને જાણે જીતવાની લત લગાવી દીધી હતી. આ વર્ષો દરમ્યાન ભારતીય ટીમે મોટી મોટી ટીમોને ધુળ ચટાવી છે.

  • Share this:
રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલી (Virat Kohli-Ravi Shastri)ના કોમ્બિનેશનમાં ભારતીય ક્રિકેટ (Indian cricket team) ટીમે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. લગભગ 7 વર્ષ સુધી સાથે રહેલી આ જોડીએ ભારતીય ટીમની અદ્ભુત ખૂબીઓને લોકો સમક્ષ છતી કરી છે. ભારતના અંતિમ સુપર 12ના મેચ સાથે હવે આ જોડીનો સાથ પૂરો થઈ ગયો છે, કેમ કે ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે રવિ શાસ્ત્રીએ રાજીનામું આપી દીધું છે. 7 વર્ષ લાંબી ચાલેલી આ પાર્ટનરશીપે ભારતને જાણે જીતવાની લત લગાવી દીધી હતી. આ વર્ષો દરમ્યાન ભારતીય ટીમે મોટી મોટી ટીમોને ધુળ ચટાવી છે. કોહલી-શાસ્ત્રી એરા દરમ્યાન ભારતની 5 સર્વશ્રેષ્ઠ T20I (five best T20) સિરીઝ પર આજે આપણે એક નજર કરીશું.

ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ, 2017-18

વિદેશોમાં ભારતે પોતાની જીતની શરૂઆત 2017ના સાઉથ આફ્રિકાના પ્રવાસથી કરી હતી. જણાવી દઈએ કે અહીં ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો, પરંતુ ત્યાર બાદ વન ડે અને ટી20 સીરિઝમાં ભારતનું પ્રદર્શન આઉટ સ્ટેન્ડિંગ રહ્યું હતી. અહીં ટી-20માં ભારતે સાઉથ આફ્રિકાને 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેની સામે સામે આફ્રિકા 165 રન બનાવી શકી હતી અને ભારતને 7 રનથી જીત મળી હતી. ભારતે 2-1ના અંતરથી આ સીરિઝ જીતી હતી.

ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ, 2018

વર્ષ 2018માં ઈગ્લેન્ડ વિરુધ્ધ ભારતની જીત ટી-20 ઈન્ટરનેશનલમાં તેમની સળંગ છઠ્ઠી જીત હતી. કહી શકાય કે એ વખતે ભારત જાણે ક્રિકેટનો રાજા બની ગયું હતું. આ મેચમાં કેએલ રાહુલે 54 બોલમાં સદી ફટકારી હતી અને 1-0 થી સીરિઝમાં લીડ મેળવી હતી. જોકે, પછીથી ઈગ્લેન્ડે 5 વિકેટથી બીજી મેચમાં જીત મેળવી હતી. જોકે રોહિત શર્માના 56 બોલમાં 100 રનના શાનદાર પ્રદર્શનને કારણે ભારત જીત મેળવવામાં સફળ રહ્યું હતું.

આ પણ વાંચો :  WWE સુપર સ્ટાર John Cena બન્યો MS Dhoniનો ચાહક! ઈન્સ્ટાગ્રામમાં શેર કરી તસવીરભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ, 2020-21

ભારતનો વર્ષ 2020-21નો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ખૂબ યાદગાર રહ્યો હતો. ભારત ટીમને વન ડેમાં 2-1ના માર્જીનથી હારનો સામનો કરવો પડ્યો, પરંતુ ટેસ્ટ અને ટી-20માં તેમણે બેક ટૂ બેક જીતનો પરચમ લહેરાવ્યો. ટીમે ઓસ્ટ્રેલિયા પર 11 રને વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલો 194 રનનો લક્ષ્યાંક પૂરો કરી ભારતે 19.4 ઓવરમાં જીત મેળવી હતી.

ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ, 2020

વિરાટ કોહલીની મદદથી ભારતીય ટીમે 5-0ના માર્જીનથી ન્યૂઝીલેન્ડના સૂપડા સાફ કર્યા હતા. આ સીરિઝમાં કે એલ રાહુલને પ્લેયર ઓફ ધ સીરિઝ મળ્યું હતું. રાહુલે 56.00ના એવરેજથી 224 રન ફટકાર્યા હતા. જસપ્રીત બુમરાહ અને શાર્જુલ ઠાકુરે ક્રમશઃ 6 અને 8 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો :  Kane Williamson : ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમસનની લવ સ્ટોરી છે ફિલ્મી, સારવાર વખતે નર્સના જ પ્રેમ પડી ગયો હતો

ભારતનો વેસ્ટ ઈન્ડિસ પ્રવાસ, 2019

ભારત-વેસ્ટ ઈન્ડિઝનો મુકાબલો ખૂબ રોચક રહ્યો હતો. ભારતે વિન્ડિઝને માત્ર 95 રને ઓલઆઉટ કરીને 17.2 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. જ્યારે બીજી મેચમાં ભારતે 167 રનની પારી રમી અને 22 રને વિજય મેળવ્યો હતો. અહીં ત્રીજી મેચમાં વિરાટ કોહલીએ 57.50ના રનરેટથી 115 રન ફટકાર્યા હતા.
First published: November 14, 2021, 8:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading