Tokyo Olympicsમાં મારિયાએ જીત્યો હતો સિલ્વર મેડલ, માસૂમનો જીવ બચાવવા કરી દીધી હરાજી

News18 Gujarati
Updated: August 18, 2021, 1:51 PM IST
Tokyo Olympicsમાં મારિયાએ જીત્યો હતો સિલ્વર મેડલ, માસૂમનો જીવ બચાવવા કરી દીધી હરાજી
મારિયાને આશા હતી કે ઓલમ્પિક સિલ્વર મેડલની હરાજીથી તે પોલના ઓપરેશન માટે મોટી રકમ એકત્ર કરવામાં સફળ રહેશે. (ફાઇલ તસવીર)

8 મહિનાના બાળકની સર્જરી કરાવવા માટે Tokyo Olympicsમાં જેવલિન થ્રો સિલ્વર મેડલીસ્ટ Maria Andrejczykએ મેડલની હરાજી કરી દીધી

  • Share this:
નવી દિલ્હી. પોલેન્ડની મહિલા ભાલા ફેંક એથ્લીટ (Polish javelin thrower) મારિયા આંદ્રેજિક (Maria Andrejczyk)એ ટોક્યો ઓલમ્પિકમાં જીતેલા પોતાના સિલ્વર મેડલની હરાજી કરવાનો નિર્ણય લીધો હતો. મારિયાએ આ નિર્ણય એક 8 મહિનાના બાળક પોલ મિલોસજેક (Pole Miloszek)ની હાર્ટ સર્જરી (Heart Surgery) કરાવવા નાણા એકત્ર કરાવવાના ઉદ્દેશ્યથી કર્યો છે.

મારિયા આ પહેલા વર્ષ 2016માં રિયો ઓલમ્પિક (Rio Olympics)માં 2 સેન્ટિમીટરથી મેડલ જીતવાથી ચૂકી ગઈ હતી. ત્યારબાદ તેણે વર્ષ 2017માં ખભાની ઈજાનો સામનો કરવો પડ્યો હતો. તેની મુશ્કેલીઓ વર્ષ 2018માં ત્યારે વધી ગઈ જ્યારે તેને જાણવા મળ્યું કે તે બોન કેન્સરની પીડિત છે. આ તમામ મુશ્કેલીઓ અને પડકારો હોવા છતાંય તેણે ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics 2020)માં જોરદાર વાપસી કરતાં સિલ્વર મેડલ (Women Siliver Medal in Javelin Throw) જીતી લીધો.

ટોક્યો ઓલમ્પિકમાં મેડલ જીત્યા બાદ મારિયા (Maria Andrejczyk) કોઈ અજાણી વ્યક્તિની મદદ કરવા માંગતી હતી. ત્યારબાદ તેને 8 મહિનાના બાળકની ખરાબ સ્થિતિ વિશે જાણકારી મળી અને પછી તેણે પોતાના મેડલની હરાજી કરવાનો નિર્ણય લીધો.

8 મહિનાની પોલને શું બીમારી છે?

પોલ મિસોસજેક મૂળે, ટોટલ એનોમાલોસ પુલમોનૈરી વેનસ કનેક્શન (Total Anomalous Pulmonary Venous Connection -TAPVC)થી પીડિત છે. તેના કારણે તેના તેના ફેફસાંની નસો સંબંધિત તકલીફો ઊભી થાય છે અને તેનું તાત્કલિક ઓપરેશન કરાવવું જ એકમાત્ર વિકલ્પ છે. માસૂમ બાળકના ઓપરેશન માટે લગભગ 2.8 કરોડ રૂપિયાની જરૂરિયાત છે. મારિયાને આશા હતી કે ઓલમ્પિક સિલ્વર મેડલની હરાજીથી તે ઓપરેશન માટે મોટી રકમ એકત્ર કરવામાં સફળ રહેશે.મારિયાએ ફેસબુક પર લખી ભાવુક પોસ્ટ

મારિયાએ ફેસબુક પર લખ્યું, પોલ મિલોસજેકને હૃદયની ગંભીર બીમારી છે. તેને ઓપરેશન કરાવવાની જરૂર છે. તેના અદભૂત માતા-પિતાએ તેના માટે ફંડ એકત્ર કરવાનો નિર્ણય લીધો છે અને આ રીતે હું પણ મદદ કરવા માંગું છું. તેના સારા જીવન માટે હું મારા ઓલમ્પિક સિલ્વર મેડલની હરાજી કરવા માંગું છું.

આ પણ વાંચો,
NDA Exam: હવે મહિલાઓ આપી શકશે એનડીએની પરીક્ષા, સુપ્રીમ કોર્ટનો અગત્યનો ચુકાદો

સુપરમાર્કેટ ચેઇન Żabka લગાવી સૌથી મોટી બોલી

મારિયા આંદ્રેજિકએ સોમવારે કન્ફર્મ કર્યું કે, પોલીશ કન્વેનિયન્સ સ્ટોર Żabkaએ હરાજીમાં બોલી 1.4 કરોડ રૂપિયામાં જીતી લીધી છે.પરંતુ, આ સમગ્ર પ્રક્રિયામાં ત્યારે ટ્વીસ્ટ આવ્યો જ્યારે સુપરમાર્કેટ ચેઇન Żabkaએ નિર્ણય લીધી કે તેઓ મેડલને મારિયા આંદ્રેજિકને પરત કરી દેશે અને પોલના ઓપરેશન માટે મોટું દાન આપશે જેથી તેને નવું જીવન મળી શકે. નોંધનીય છે કે, પોલ મિસોસજેકના ડોનેશન પેજના માધ્યમથી 90 ટકા રકમ એકત્ર કરવામાં આવી છે.
Published by: Mrunal Bhojak
First published: August 18, 2021, 1:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading