MS Dhoni: ઘોની 2022ની IPLમાં મેચ રમે કે ન રમે, ટીમ CSK જ હશે, ફ્રેન્ચાઇઝીએ મારી દીધો 'સિક્કો'

News18 Gujarati
Updated: October 17, 2021, 6:23 PM IST
MS Dhoni: ઘોની 2022ની IPLમાં મેચ રમે કે ન રમે, ટીમ CSK જ હશે, ફ્રેન્ચાઇઝીએ મારી દીધો 'સિક્કો'
CSKના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)ને 2022ની આઈપીએલમાં પ્રથમ રિટેન કરવામાં આવશે.

MS Dhoni To retain in Chennai: ધોની 2022ની આઈપીએલમાં ચેન્નાઈમાં જ હશે એ વાત હવે પાક્કી સમજો! ફ્રેન્ચાઈઝીએ કહ્યું, '. વહાણને તેના કેપ્ટનની જરૂર છે અને વિશ્વાસ રાખો તે આવતા વર્ષે પાછો આવશે'

  • Share this:
મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ (MS Dhoni to Play IPL 2022 from CSK) તેને આસાનીથી છોડવા માંગતી નથી. ચેન્નાઈને ચારવાર આઈપીએલની ટ્રોફી (IPL Four Time Champion CSK) જીતાડનાર એમએસ ધોનીને આગામી સિઝનમાં પણ ચાહકો યેલ્લો જર્સીમાં જ જોશે. ધોનીએ એક તરફ નિવૃત્તીની (MS Dhoni IPL Retirement Updates) કોઈ વાત કરી નથી બીજી બાજુ તેની ફ્રેન્ચાઈઝી પણ તેને છોડવા માંગતી નથી. સીએસએકના (CSK on Dhoni Retention) અધિકારીએ આ અંગે સિક્કો મારી દીધો છે. આગામી વર્ષે યોજાનારા ઑક્શનમાં સૌથી પહેલું રિટેન્શ કાર્ડ કેપ્ટન ધોની માટે વપરાશે. ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ 2010, 2011, 20218 અને 2021માં આઈપીએલ જીતી ચુકી છે. ઘોની ટીમના બે બાતલ વર્ષ સમજો ત્યારથી ચેન્નાઈ માટે જ રમી રહ્યો છે.

સીએસકેના અધિકારીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે રીટેન્શન થશે, તે નિશ્ચિત છે. જોકે, તે જાણી શકાયું નથી કે CSK કેટલા ખેલાડીઓને જાળવી રાખશે. પરંતુ, પ્રમાણિકપણે, તે મહેન્દ્ર સિંહ ધોનીના કિસ્સામાં ગૌણ છે. કારણ કે પ્રથમ રીટેન્શન કાર્ડનો ઉપયોગ તેને ટીમ સાથે જોડાયેલ રાખવા માટે કરવામાં આવશે. વહાણને તેના કેપ્ટનની જરૂર છે અને વિશ્વાસ રાખો તે આવતા વર્ષે પાછો આવશે.

આ પણ વાંચો : HBD Anil Kumble: અનિલ કુંબલેની 10 વિકેટનો Video, એક પછી એક પાકિસ્તાનના ખેલાડીઓને કરી દીધા હતા ઘરભેગા

' હું નથી ઈચ્છતો કે મારી ફ્રેન્ચાઈઝીને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય'

આઈપીએલ 2021 ની ફાઇનલ બાદ મેચ બાદ પ્રેઝેન્ટેશન સેરેમનીમાં હર્ષા ભોગલેએ ધોનીને આવતા વર્ષે આઈપીએલ રમવા વિશે પ્રશ્ન પૂછ્યો. તેથી ધોનીએ તેને ચેન્નઈ સુપર કિંગ્સ અને BCCI પર છોડી દીધું. તેમણે કહ્યું કે બીસીસીઆઈ પર ઘણું નિર્ભર રહેશે. કારણ કે લીગમાં 2 નવી ટીમો આવવા જઈ રહી છે અને આપણે નક્કી કરવાનું છે કે CSK માટે શું સારું રહેશે. હું નથી ઈચ્છતો કે મારી ફ્રેન્ચાઈઝીને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય.' જોકે, ધોનીએ હસતા હસતા એવું પણ કહ્યું હતું કે હું હજુ નિવૃત્ત નથી થયો.

આ પણ વાંચો :  CSKની જીત બાદ DJ Bravo સાતમા આસમાને, પોલાર્ડને કહ્યું-મને 'સર ચેમ્પિયન' કહી બોલાવવો, કારણો પણ આપ્યા'હું CSK માટે રમીશ કે નહીં તે મહત્વનું નથી'

ધોનીએ આગળ કહ્યું, “હું CSK માટે રમીશ કે નહીં તે મહત્વનું નથી. તે મહત્વનું છે કે અમે ખેલાડીઓનું મજબૂત કોર ગ્રુપ બનાવીએ. કોર ગ્રુપ બનાવતી વખતે, આપણે જોવું પડશે કે આગામી 10 વર્ષ સુધી કયો ખેલાડી ટીમ માટે રમી શકે છે. આપણે જોવું પડશે કે ફ્રેન્ચાઇઝી માટે શું શ્રેષ્ઠ છે. "
Published by: Jay Mishra
First published: October 17, 2021, 6:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading