INDvsNZ: ટીમ ઈન્ડિયા માટે હેમિલ્ટનમાં સૌથી મોટો પડકાર, અહીં 5 વર્ષથી નથી હાર્યું ન્યૂઝીલેન્ડ
Trending Desk Updated: November 26, 2022, 5:33 PM IST
રવિવારે ન્યૂઝી લેન્ડ સામે શ્રેણીની બીજી વનડે રમશે
ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે 27 નવેમ્બર મેચ હેમિલ્ટનના સેડન પાર્કમાં બીજી મેચ રમશે. અહીં ભારતે કુલ 11 મેચ રમી છે. આમાં, તે 8 મેચમાં હાર્યું હતું અને માત્ર 3માં જીત મેળવી હતી.
India vs New Zealand Hamilton: ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચેની ત્રણ મેચની વન ડે સિરીઝની બીજી મેચ રવિવારે 27 નવેમ્બર સવારે 7 વાગ્યે શરૂ થશે. આ મેચ હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાશે. અહીં ન્યૂઝીલેન્ડનો રેકોર્ડ ઘણો દમદાર રહ્યો છે. કિવી ટીમે આ મેદાન પર અત્યાર સુધી 32 મેચ રમી છે. આમાં તેણે 23માં જીત અને 7માં હારનો સામનો કરવો પડ્યો છે. જયારે 2 મેચ અનિર્ણાયક રહી હતી.
છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં ન્યૂઝીલેન્ડનો રેકોર્ડ વધુ સારો રહ્યો છે. તે અહીં છેલ્લા 69 મહિનાથી અપરાજિત છે. આ દરમિયાન ન્યૂઝીલેન્ડે 7 મેચ રમી છે અને તમામમાં જીત મેળવી છે. આ સાત મેચોમાં તેણે દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ અને ભારત જેવી ટીમોને હરાવી છે. હેમિલ્ટનની પીચ ન્યૂઝીલેન્ડ માટે હંમેશાથી નસીબદાર સાબિત થઈ છે.
ફેબ્રુઆરી 2017માં છેલ્લી મેચ હારીન્યૂઝીલેન્ડ છેલ્લે 19 ફેબ્રુઆરી, 2017ના રોજ હેમિલ્ટનમાં રમ્યું હતું. જેમાં તે દક્ષિણ આફ્રિકાએ સામે 4 વિકેટે હાર્યું હતું. વરસાદને કારણે આ મેચમાં ન્યુઝીલેન્ડે 34 ઓવરમાં 207 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ એક બોલ બાકી રહેતા 4 વિકેટે જીત મેળવી હતી.
આ પણ વાંચો: ભારત-ન્યૂઝીલેન્ડ ODIમાં મેચ દરમ્યાન 9 દર્શકોએ ગુમાવ્યો હતો જીવ, છતાં મેચ ચાલતી રહી
છેલ્લી સાત મેચ જીતીફેબ્રુઆરી 2017માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ન્યૂઝીલેન્ડની ટીમ અહીં અપરાજિત રહી છે. માર્ચ 2017માં તેણે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું હતું અને વર્ષ 2018માં તેણે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. વર્ષ 2019 અને 2020માં કિવી ટીમે અહીં સતત બે મેચમાં ભારતને હરાવ્યું હતું. આ વર્ષે એપ્રિલમાં ન્યુઝીલેન્ડે અહીં બે મેચમાં નેધરલેન્ડને પણ હરાવ્યું હતું.
આ પણ વાંચો: વર્લ્ડકપ જીતવો હોય તો IPL બંધ કરો! કેપ્ટન રોહિતના ખાસ વ્યક્તિની સલાહ
ભારતનું પરફોર્મન્સ ખરાબ રહ્યું
હેમિલ્ટનના સેડન પાર્કમાં ભારતે કુલ 11 મેચ રમી છે. આમાં, તે 8 મેચમાં હાર્યું હતું અને માત્ર 3માં જીત મેળવી હતી. અહીં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ ખરાબ રહ્યો છે. કિવી ટીમ સામે ભારતે 7માંથી 6 મેચ હારી છે.
ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડની ધરતી પર અત્યાર સુધીમાં કુલ 9 વનડે શ્રેણી રમી છે, જેમાંથી તેને માત્ર બે જ જીત મળી છે. જ્યારે 5માં હારનો સામનો કરવો પડ્યો હતો.
Published by:
Mayur Solanki
First published:
November 26, 2022, 5:27 PM IST