IND VS PAK: પાકિસ્તાનના ક્રિકેટરોની સેલેરીમાં 250% સુધીનો વધારો, આ ખેલાડીને મળે છે સૌથી વધુ પગાર


Updated: October 23, 2021, 8:11 PM IST
IND VS PAK: પાકિસ્તાનના ક્રિકેટરોની સેલેરીમાં 250% સુધીનો વધારો, આ ખેલાડીને મળે છે સૌથી વધુ પગાર
પાકિસ્તાન ટીમ (ફાઈલ ફોટો)

IND VS PAK : પીસીબીના અધ્યક્ષ બન્યા બાદ રાજાએ ગ્રુપ ડીના ક્રિકેટર્સના પગારમાં 250 ટકાનો વધારો કર્યો છે, જે ખેલાડીઓને અગાઉ દર મહિને 40,000 મળતા હતા, તેમને હવે 1,40,000 મળશે.

  • Share this:
પાકિસ્તાન (PAKISTAN) ના પૂર્વ કેપ્ટન રમીઝ રાજા (Ramiz Raja)એ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ બન્યા બાદ પાકિસ્તાની ક્રિકેટર્સની સેલેરીમાં વધારો કર્યો છે. અન્ય દેશોની જેમ જ પાકિસ્તાની ક્રિકેટર્સની સેલેરી પણ તેમના કોન્ટ્રાક્ટ અને કેટેગરીને આધારે નક્કી કરવામાં આવે છે. જણાવી દઈએ કે પીસીબીના અધ્યક્ષ બન્યા બાદ રાજાએ ગ્રુપ ડીના ક્રિકેટર્સના પગારમાં 250 ટકાનો વધારો કર્યો છે, જે ખેલાડીઓને અગાઉ દર મહિને 40,000 મળતા હતા, તેમને હવે 1,40,000 મળશે. આ વર્ષે જુલાઈમાં પીસીબી દ્વારા પર્ફોરમન્સ આધારિત કોન્ટ્રાક્ટ લિસ્ટની જાહેરાત કરવામાં આવી હતી.

2021-22ના કોન્ટ્રાક્ટ પ્રમાણે પાકિસ્તાની ક્રિકેટરોની સેલેરી હાઈક

BCCI એટલે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિશ્વના સૌથી સારા ક્રિકેટ બોર્ડમાંથી એક છે. તે પોતાના પ્લેયર્સને સેલેરી પેટે સારી રકમ આપે છે, પણ કેટલાક એવો દેશો પણ છે જ્યાં ખેલાડીઓમાં સેલેરીને લઈને અસંતોષ જોવા મળે છે. પાકિસ્તાન પણ તેમાંથી એક છે. તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાની ટીમનાં ખેલાડીઓની ટોટલ સેલેરી જેટલી સેલેરી બીસીસીઆઈ માત્ર વિરાટ કોહલીને ચુકવે છે. આમ ભારત અને પાકિસ્તાનનાં ખેલડીઓની સેલેરી વચ્ચે જમીન આસમાનનો ફરક છે. અહીં પાકિસ્તાની ક્રિકેટર્સની સેલેરી અંગે કેટલીક માહિતી આપવામાં આવી છે.

પાકિસ્તાની Category A ક્રિકેટરોને સેલરીમાં 25 ટકા વધારો આપવામાં આવ્યો છે. પરંતુ ટેસ્ટ, ODI અને આંતરરાષ્ટ્રીય T20 મેચની ફીમાં તેમને આ વધારો આપવામાં આવશે નહીં.

પાકિસ્તાની Category B ક્રિકેટરોને 25 ટકા વધારો આપવામાં આવ્યો છે. આ સાથે તેમને ટેસ્ટમાં 15 ટકા, ODIમાં 20 ટકા અને આંતરરાષ્ટ્રીય T20 મેચની ફીમાં 25 ટકાનો વધારો આપવામાં આવ્યો છે.

Category Cના ક્રિકેટર્સને 25 ટકા વધારો સાથે જ ટેસ્ટ મેચમાં 34 ટકા, ODIમાં 50 ટકા અને આંતરરાષ્ટ્રીય T20 મેચની ફીમાં 67ટકાનો વધારો આપવામાં આવ્યો છે.આ પણ વાંચો :  IND VS PAK: કોહલીની જેમ બાબર આઝમ પણ છે કારનો શોખીન, એકથી એક ચડિયાતી કારનું છે કલેક્શન

ઈમર્જીન્ગ કેટેગરીના ખેલાડીઓને 15 ટકા વધારા સાથે ટેસ્ટ મેચમાં 34 ટકા, ODIમાં 50 ટકા અને આંતરરાષ્ટ્રીય T20 મેચની ફીમાં 67ટકાનો વધારો આપવામાં આવ્યો છે.

આ છે કેટેગરી પ્રમાણે ક્રિકેટરોની યાદી

Category A

હસન અલી, મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ, શાહીન આફ્રિદી.

Category B:

અઝહર અલી, ફહીમ અશરફ, શાદાબ ખાન, ફખર ઝમન, ફવાદ આલમ, યાસિર શાહ.

Category C:

મોહમ્મદ નવાઝ, અબીદ અલી, મોહમ્મદ હુસૈન, ઈમામ-ઉલ-હક રૌફ, નુમાન અલી, સરફરાઝ એહમદ.

આ પણ વાંચો :  IND VS PAK : પાકિસ્તાની ક્રિકેટરની માઠી દશા! જીવન નિર્વાહ કરવા ટેક્સી ચલાવવા મજબૂર

Emerging Category:

ઉસ્માન કાદિર, ઈમરાન બટ, શાહનવાઝ દબાની. આ ખેલાડીઓના પગારમાં 15 ટકા વધારો કરાયો છે.

The 2020-21 નુ માસિક રિટેઈન સ્ટ્રક્ચર

Category A: 1 મિલિયન PKR (6,273 USD)

Category B: 750,000 PKR (4,705 USD)

Category C: 450,000 PKR (2,823 USD)

પીસીબી દ્વારા કેટેગરી પ્રમાણે પાકિસ્તાની ક્રિકેટરોને આપવામાં આવતી સેલેરી

Category A

Category Aમાં આવતા પાકિસ્તાની ક્રિકેટર હસન અલી, મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ અને શાહીન આફ્રિદીને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ દ્વારા 1.25 મિલિયન પાકિસ્તાની રૂપિયા એટલે કે 7,841 USD ચુકવવામાં આવે છે.

Category B:

આ કેટેગરીમાં આવતા ક્રિકેટર અઝહર અલી, ફહીમ અશરફ, શાદાબ ખાન, ફખર ઝમન, ફવાદ આલમ અને યાસિર શાહને સેલેરી પેટે 937,500 PKR એટલે કે 5,882 USD ચુકવવામાં આવે છે.

Category C:

આ કેટેગરીમાં આવતા ક્રિકેટર મોહમ્મદ નવાઝ, અબીદ અલી, મોહમ્મદ હુસૈન, ઈમામ-ઉલ-હક રૌફ, નુમાન અલી અને સરફરાઝ એહમદને સેલેરી પેટે 562,500 PKR એટલે કે 3,529 USD ચુકવવામાં આવે છે.

Emerging Category:

આ કેટેગરીનાં આવતા ઉસ્માન કાદિર, ઈમરાન બટ અને શાહનવાઝ દબાનીને 15 ટકા વધારો અપાયો છે પણ કોઈ રકમ નિશ્ચત નથી કરાઈ.

ક્રિકેટરોની ફી અને બોનસ



























Category ODI ફી ટેસ્ટ ફી T20 ફી
A PKR 25,000 PKR 50,000 PKR 15,000
B PKR 25,000 PKR 40,000 PKR 12,500
C PKR 17,500 PKR 37,500 PKR 10,000



2021-22નાં કોન્ટ્રાક્ટ અપડેટ મુજબ ટેસ્ટ, ODI અને T20I મેચની ફીમાં થયેલ વધારો

જણાવી દઈએ કે પાકિસ્તાની ખેલાડીઓને માત્ર સેલેરી જ નહીં, પણ પ્રત્યેક મેચ પ્રમાણે ફીની પણ ચુકવણી કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે ખેલાડીઓને જણાવવામાં આવ્યું છે કે જે પણ ખેલાડી સદી ફટકારશે અથવા વિકેટ ઝડપશે તેને 25 ટકા વધુ ફી આપવામાં આવશે.

આ પણ વાંચો : IND VS PAK : આ પાકિસ્તાની છોકરી છે વિરાટ કોહલીની દિવાની, જાણો શું કર્યુ હતું 2019માં

આ છે પાક. ટીમનો ટોપ પેઈડ ખેલાડી

ટોપ કેટેગરી કોન્ટ્રાક્ટ અને એન્ડોર્સમેન્ટ ડીલ મળવાને કારણે હાલ બાબર આઝમ પાકિસ્તાની ક્રિકેટ ટીમનો હાઈએસ્ટ પેઈડ ખેલાડી છે, આમ છતા પણ કેપ્ટનોને આપવામાં આવતી સેલેરી પર બાબર 10મા સ્થાને છે. આ લિસ્ટમાં પ્રથમ સ્થાન પર ઈંગ્લેન્ડના જો રુટ અને બીજા નંબર પર ભારતના વિરાટ કોહલી છે.
Published by: Jay Mishra
First published: October 23, 2021, 8:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading