VIDEO: ધોનીને આ રીતે નાચતા ક્યારેય નહીં જોયો હોય! હાર્દિક પંડ્યા સાથે કાલા ચશ્મા પર કૂદાકૂદ કરી મૂકી
Updated: November 27, 2022, 6:26 PM IST
ધોની-પંડ્યાની યારી
DHONI PANDYA DANCE VIDEO: હાર્દિક પંડ્યા ધોનીને મોટાભાઈ સમજે છે. બંનેનો એક એવો જબરદસ્ત વિડીયો વાયરલ થયો છે કે જોઈને વિશ્વાસ નહીં થાય!
DHONI PANDYA DANCE VIDEO: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS DHONI) અને અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની મિત્રતા જાણીતી છે. પંડ્યા ભૂતપૂર્વ વિકેટકીપર ધોનીને પોતાનો મોટો ભાઈ જ સમજે છે અને તેની સાથે મોટા ભાઈની જેમ વર્તે છે. એટલું જ નહીં પણ તેણે ઘણી વખત કહ્યું છે કે ધોની તેના માટે મિત્ર અને મોટા ભાઈ જેવો છે. તાજેતરમાં જ હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ, ભારતે ન્યુઝીલેન્ડમાં 3 મેચની T20 શ્રેણી 1-0થી જીતી હતી. પંડ્યા હાલ આરામ પર છે કારણ કે ન્યુઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં તેને આરામ આપવામાં આવ્યો છે. કિવી ટીમ સામે ચાલી રહેલી વનડે શ્રેણીમાં તેને બ્રેક આપવામાં આવ્યો છે. હાલ દુબઈનો હાર્દિક અને ધોનીનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ વીડિયો ધોનીની પત્ની સાક્ષીએ તેની ઈન્સ્ટા સ્ટોરીમાં શેર કર્યો છે, જે બાદ તે ટ્વિટર પર પણ વાયરલ થઈ રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યાના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં બંને રેપર બાદશાહના લોકપ્રિય ગીત 'કાલા ચશ્મા...' પર ડાન્સ કરતા જોવા મળે છે. આ ડાન્સ પાર્ટીમાં હાર્દિક પંડ્યાનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા પણ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદનાં નમો સ્ટેડિયમ થકી વધુ એક ગીનેસ બુક વર્લ્ડ રેકોર્ડ, તમામ ભારતીયો માટે ગૌરવની વાત
હાર્દિકની કેપ્ટન્સીમાં ટીમ જીતી શ્રેણી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ મેચની ટી-20 શ્રેણીનો નિર્ણય વરસાદને કારણે બંને ટીમોની અપેક્ષા મુજબ રહ્યો ન હતો. પ્રથમ મેચ ધોવાઈ ગઈ હતી અને બીજી મેચમાં ભારતનો વિજય થયો હતો. ત્રીજી મેચમાં ફરી રસાકસી થઈ શકે એવી સ્થિતિ હતી ત્યારે વરસાદ વિલન બન્યો હતો. પણ ભારત આ શ્રેણી 1-0 થી જીતી ગયું હતું.
Published by:
Mayur Solanki
First published:
November 27, 2022, 6:19 PM IST