રમત-જગત

IPL 2020: એક જ ઓવરમાં ફટકારી 5 સિક્સર, સહવાગે કહ્યુ-રાહુલ તેવતિયામાં ‘માતા આવી ગયા’

News18 Gujarati
Updated: September 28, 2020, 3:15 PM IST
IPL 2020: એક જ ઓવરમાં ફટકારી 5 સિક્સર, સહવાગે કહ્યુ-રાહુલ તેવતિયામાં ‘માતા આવી ગયા’
હીરો જન્મતા નથી, બને છે, તેવતિયામાં માતા આવી ગયા, શું જોરદાર વાપસી કરી છેઃ વીરેન્દ્ર સહેવાગે તેવતિયાના કર્યા વખાણ

હીરો જન્મતા નથી, બને છે, તેવતિયામાં માતા આવી ગયા, શું જોરદાર વાપસી કરી છેઃ વીરેન્દ્ર સહેવાગે તેવતિયાના કર્યા વખાણ

  • Share this:
શારજાહઃ આઇપીએલ (IPL 2020)માં હાલમાં ચારેય બાજુ માત્રને માત્ર રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ના બેટ્સમેન રાહુલ તેવતિયા (Rahul Tewatia)ની ચર્ચા થઈ રહી છે. એ બેટ્સમેન જે એક જ ઓવરમાં ઝીરોથી હીરો બની ગયો. તેણે શેલ્ડન કોટરલની એક જ ઓવરમાં 5 સિક્સર ફટકારીને રાજસ્થાનને હારેલી બાજીમાં જીત અપાવી દીધી. દરેક વ્યક્તિ પોતપોતાના અંદાજમાં તેવતિયાની વખાણ કરી રહી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ (Virendra Sehwag)એ મેચ બાદ પોતાના પરિચિત અંદાજમાં કહ્યું કે, રાહુલ તેવતિયા પર બેટિંગ દરમિયાન માતા સવાર થઈ ગયા.

સહેવાગે બીજું શું કહ્યું?

વીરેન્દ્ર સહેવાગ (Virendra Sehwag)એ સોશિયલ મીડિયા (Social Media) પર રાહુલ તેવતિયાના પેટભરીને વખાણ કરી દીધા છે. સહેવાગે લખ્યું કે, હીરો જન્મતા નથી, બને છે, તેવતિયામાં માતા આવી ગયા, શું જોરદાર વાપસી કરી છે. આ છે ક્રિકેટ અને આ છે જીવન, મિનિટોમાં બધું જ બદલાઈ જાય છે. બસ પોતાની જાતને હારવા ન દો. જો પોતાની સફળતા પર વિશ્વાસ મૂકવામાં અવે તો આંગણીઓ ચીંધનારા પણ તાળીઓ વગાડવાનું શરૂ કરી દે છે.આ પણ વાંચો, IPL 2020: KXIP સામે રાજસ્થાન રોયલ્સની ‘ચમત્કારિક’ જીતના 5 કારણો

રાહુલ તેવતિયાની વિસ્ફોટક ઇનિંગ

ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતરેલો રાહુલ તેવતિયા (Rahul Tewatia) શરૂઆતમાં એક-એક રન લેવા માટે તરસી રહ્યો હતો. તેવતિયાએ પોતાના પહેલા 8 રન 19 બોલ બગાડીને કર્યા હતા. સંજૂ સેમસનના આઉટ થયા બાદ દરેક વ્યક્તિએ રાજસ્થાન (Rajasthan Royals)ની જીતની આશા લગભગ છોડી દીધી હતી.

આ પણ જુઓ, રસ્તા વચ્ચે આ છોકરાએ સાઇકલથી કર્યા ખતરનાક સ્ટન્ટ, Video જોઈ લોકો બોલ્યા- ગજબ

મેદાન પર ટીવીનો કેમેરા તેવતિયા એન રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ના ડગ આઉટને વારંવાર દર્શાવી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે કે તે વિલન બની ગયો હોય. પરંતુ તેણે એક ઓવરમાં મેચનું પાસું પલટી દીધું. તેણે શેલ્ડન કોટરેલની એક જ ઓવરમાં 5 સિક્સર ફટકારીને રાજસ્થાન રોયલ્સેને હારેલી બાજીમાં જીત અપાવી દીધી. રાહુલ તેવતિયાએ 31 બોલ પર 53 રનની તાબડતોડ ઇનિંગ રમી.
Published by: Mrunal Bhojak
First published: September 28, 2020, 9:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading