IND VS ENG: કૃણાલ પંડ્યા ઈંગ્લેન્ડના બોલર ટોમ કર્રન પર ભડક્યો, અમ્પાયરે વચ્ચે પડી કરી મધ્યસ્થી

News18 Gujarati
Updated: March 24, 2021, 8:11 AM IST
IND VS ENG: કૃણાલ પંડ્યા ઈંગ્લેન્ડના બોલર ટોમ કર્રન પર ભડક્યો, અમ્પાયરે વચ્ચે પડી કરી મધ્યસ્થી
Viral Video: વનડે ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કરીને રેકોર્ડબ્રેક ઇનિંગ રમનારો કૃણાલ પંડ્યા ટોમ કર્રન પર કેમ થયો ગુસ્સે?

Viral Video: વનડે ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કરીને રેકોર્ડબ્રેક ઇનિંગ રમનારો કૃણાલ પંડ્યા ટોમ કર્રન પર કેમ થયો ગુસ્સે?

  • Share this:
પુણે. ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England)ની વચ્ચે પહેલી વનડેમાં ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા (Krunal Pandya)એ શ્રેષ્ઠ બેટિંગનું પ્રદર્શન કર્યું. કૃણાલે પોતાની પહેલી જ વનડે મેચમાં 31 બોલમાં રણનમ 58 રન ફટકાર્યા. કૃણાલ પંડ્યાએ ઈંગ્લેન્ડના બોલરોની જોરદાર ધોલાઈ કરી અને પોતાની ઇનિંગમાં 7 ફોર અને 2 સિક્સર ફટકારી. જોકે પોતાની સ્ફોટક ઇનિંગ દરમિયાન કૃણાલ પંડ્યા ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ટોમ કર્રન (Tom Curran) પર ભડકી ગયો.

કૃણાલ પંડ્યાએ જેવી પોતાની અડધી સદી પૂરી કરી તો તે ટોમ કર્રન (Tom Curran)ને ગુસ્સામાં કંઈક બોલતો જોવા મળ્યો. આ દરમિયાન અમ્પાયર અને ઈંગ્લેન્ડના વિકેટકીપર જોસ બટલર વચ્ચે પડ્યા. આ ઘટના ભારતીય ઇનિંગની 49મી ઓવરમાં બની જ્યારે કૃણાલ પંડ્યા એક રન લઈને નોન સ્ટ્રાઇક એન્ડ પર પહોંચ્યો અને ટોમ કર્રને તેને કંઈક કહ્યું. કર્રનની વાત સાંભળીને કૃણાલ ભડકી ગયો અને તેને પાછળ જઈને કંઈક કહેવા લાગ્યો. ત્યારબાદ અમ્પાયરે કૃણાલ પંડ્યાને આગળ વધતા રોક્યો. કૃણાલ પંડ્યાએ કર્રનની ફરિયાદ અમ્પાયરને કરી.

આ પણ વાંચો, IND vs ENG: અંતિમ 5 ઓવરમાં રન ફટકાર્યા અને મિડલ ઓવરમાં વિકેટો ઝડપી, ટીમ ઈન્ડિયાની જીતના 5 કારણોટોમ કર્રનની કરી ધોલાઈ

નોંધનીય છે કે, ટોમ કર્રને પહેલી વનડેમાં માત્ર વાતો જ કરી કારણ કે બોલિંગના મોરચે તે ફ્લોપ સાબિત થયો. કૃણાલ સાથે ઝઘડો કર્યા બાદ ટોમ કર્રનની બોલિંગમાં કેએલ રાહુલે જોરદાર સિક્સર ફટકારી. ટોમ કર્રને 10 ઓવરમાં 63 રન આપ્યા અને તેને કોઈ સફળતા ન મળી.

આ પણ વાંચો, IND Vs ENG: જાણો પુણેના એમસીએ સ્ટેડિયમ વિશે, જ્યાં રમાઈ રહી છે વન ડે સીરિઝ

કૃણાલ અને હાર્દિક પંડ્યા થયા ભાવુક

બીજી તરફ કૃણાલ પંડ્યાએ માત્ર 26 બોલમાં અડધી સદી ફટકારી ડેબ્યૂ મેચમાં સૌથી ઝડપથી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ નોંધાવી દીધો. પોતાની અડધી સદી બાદ કૃણાલ પંડ્યા ભાવુક થયેલો જોવા મળ્યો. તે નાના ભાઈ હાર્દિક પંડ્યાને ભેટીને રડતો જોવા મળ્યો. કૃણાલ પંડ્યાએ પોતાની અડધી સદી પિતા હિમાંશુ પંડ્યાને સમર્પિત કરી જેમનું થોડા સમય પહેલા જ નિધન થયું છે.
Published by: Mrunal Bhojak
First published: March 24, 2021, 8:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading