સંજના ગણેશન સાથે લગ્નની ચર્ચાઓ વચ્ચે વાયરલ થઈ રહ્યો છે જસપ્રીત બુમરાહનો આ VIDEO

News18 Gujarati
Updated: March 9, 2021, 3:30 PM IST
સંજના ગણેશન સાથે લગ્નની ચર્ચાઓ વચ્ચે વાયરલ થઈ રહ્યો છે જસપ્રીત બુમરાહનો આ VIDEO
અહેવાલો મુજબ જસપ્રીત બુમરાહ 14 અને 15 માર્ચે ગોવામાં સ્પોર્સ્ત એન્જર સંજના ગણેશન સાથે સાત ફેરા લેવાનો છે

અહેવાલો મુજબ જસપ્રીત બુમરાહ 14 અને 15 માર્ચે ગોવામાં સ્પોર્સ્ત એન્જર સંજના ગણેશન સાથે સાત ફેરા લેવાનો છે

  • Share this:
નવી દિલ્હી. ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)એ અંગત કારણોથી ઈંગ્લેન્ડ સામની મુકાબલાઓથી પોતાનું નામ પરત લઈ લીધું છે. બુમરાહે ઈંગ્લેન્ડ (India vs England)ની વિરુદ્ધ ચોથી ટેસ્ટ બાદ પાંચ મેચોની ટી20 સીરીઝથી પણ રજા લઈ લીધી છે. મીડિયામાં ચાલી રહેલા અહેવાલો મુજબ, જસપ્રીત બુમરાહે લગ્ન માટે આ બ્રેક લીધો છે. અહેવાલોનું માનીએ તો જસપ્રીત બુમરાહ 14 અને 15 માર્ચે ગોવામાં સ્પોર્ટ્સ એન્જર સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે સાત ફેરા લેવાનો છે. બુમરાહ અને સંજનના લગ્નના અહેવાલોની વચ્ચે આ બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેની સાથે જ પ્રશંસકો પણ સોશિયલ મીડિયા પર આ બંનેને લગ્ન માટે અગાઉથી શુભકામનાઓ આપવા લાગ્યા છે.

સ્પોર્ટ્સ વેબસાઇટ સ્પોર્ટ્સ કીડાના ટ્વીટ મુજબ, સંજના અને જસપ્રીત બુમરાહના લગ્ન ગોવામાં થવાના છે. સંજના આઇપીએલમાં એન્કર છે અને તે વર્લ્ડ કપ 2019ને પણ કવર કરી ચૂકી છે. સંજના ગણેશન એન્જિનિયરિંગ પણ કરી ચૂકી છે. જોકે તેણે મોડલિંગની તરફ .ફોકસ કર્યું અને વર્ષ 2014માં તે મિસ ઈન્ડિયાની ફાઇનલ સુધી પહોંચી. સંજનાએ એમટીવીના રિયાલિટી શો સ્પિલ્ટ્સ વિલાથી ટીવી પર પોતાનું ડેબ્યૂ કર્યું હતું. સંજના ગણેશને વર્ષ 2013માં ફેમિના ગોર્જિયસનું ટાઇટલ જીત્યું હતું.


આ દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સંજના ગણેશન એક કાર્યક્રમ દરમિયાન જસપ્રીત બુમરાહનો ઇન્ટરવ્યૂ લેતી જોવા મળી રહી છે. પ્રશંસકો આ વીડિયોને શૅર કરીને આ બંનેને લગ્નની શુભેચ્છાઓ આપવા લાગ્યા છે.

સોશિયલ મીડિયા પર પ્રશંસકો જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશનને ખૂબ શુભકામનાઓ આપી રહ્યા છે.
આ પણ વાંચો, જસપ્રીત બુમરાહ 14-15 માર્ચે ગોવામાં કરશે લગ્ન, આ યુવતી સાથે લેશે 7 ફેરા- રિપોર્ટ

નોંધનીય છે કે, આ પહેલા જસપ્રીત બુમરાહનું નામ તેલુગુ અભિનેત્રી અનુપમા પરમેશ્વરન સાથે જોડવામાં આવ્યું હતું. અનુપમા પણ હાલમાં જ ગુજરાત પહોંચી હતી. જેના કારણે આ અહેવાલોને હવા મળી હતી. પરંતુ થોડા દિવસ બાદ અનુપમાની માતાએ એ વાતની પુષ્ટિ કરી હતી કે તેમની દીકરી ફિલ્મનું શૂટિંગ કરવા ગુજરાત ગઈ છે. તેની ગુજરાત મુલાકાત સાથે બુમરાહના લગ્નનો કોઈ કનેક્શન નથી.

આ પણ વાંચો, નોકરી છોડી કરો આ બિઝનેસ, માત્ર 5000 રૂપિયા લગાવો અને કરો લાખોની કમાણી, સરકાર પણ કરશે મદદ

બીજી તરફ, અનુપમાનું નામ હટ્યા બાદ જસપ્રીત બુમરાહનું નામ જાણીતી સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે જોડવામાં આવી રહ્યું છે. સંજના ગણેશન આઇપીએલ દરમિયાન કેકેઆર ડાયરીઝ નામનો શો પણ હોસ્ટ કરી ચૂકી છે. તે 2016માં કેકેઆરની સાથે જોડાયેલી હતી અને નાઇટ ક્લબ નામનો શો હોસ્ટ કરતી હતી.
Published by: Mrunal Bhojak
First published: March 9, 2021, 12:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading