HBD Anil Kumble: અનિલ કુંબલેની 10 વિકેટનો Video, એક પછી એક પાકિસ્તાનના ખેલાડીઓને કરી દીધા હતા ઘરભેગા

News18 Gujarati
Updated: October 17, 2021, 5:51 PM IST
HBD Anil Kumble: અનિલ કુંબલેની 10 વિકેટનો Video, એક પછી એક પાકિસ્તાનના ખેલાડીઓને કરી દીધા હતા ઘરભેગા
Happy Birthday Anil Kumble અનિલ કુંબલેના જન્મદિને જુઓ તેની 10 વિકેટનો યાદગાર વીડિયો

Anil Kumble's 10 Wicket Haul: આજે અનિલ કુંબલેના 51માં જન્મિદને જુઓ તેની 10 વિકેટનો યાદગાર વીડિયો, જોઈને જુની યાદો થઈ જશે તાજી

  • Share this:
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને અનુભવી લેગ સ્પિનર ​​અનિલ કુંબલેનો આજે 51 મો જન્મદિવસ (Anil Kumble Birthday) છે. આજે એટલે કે 17 આ પ્રસંગે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કુંબલેનો એક જૂનો વીડિયો (Anil Kumble Video ) શેર કર્યો હતો જેણે ટેસ્ટની એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લીધી હતી (Anil Kumble's 10 Wicket Haul). કુંબલેએ આ સિદ્ધિ 1999માં પાકિસ્તાન સામે દિલ્હી ટેસ્ટમાં કરી હતી. ત્યારબાદ તે ટેસ્ટ ઇનિંગમાં તમામ 10 વિકેટ લેનાર બીજા બોલર બન્યો હતો (India vs Pakistan Delhi Test 1999 Kumble 10 wickets) તેમના પહેલા, ઇંગ્લેન્ડના જિમ લેકરે 1956માં ઓસ્ટ્રેલિયા સામેની માન્ચેસ્ટર ટેસ્ટમાં આ કરિશ્મા કર્યો હતો.

કુંબલેનો જૂનો વીડિયો શેર કરતા BCCI એ લખ્યું, '403 આંતરરાષ્ટ્રીય મેચ, 956 વિકેટ. ટેસ્ટ ક્રિકેટમાં એક ઇનિંગમાં 10 વિકેટ લેનાર બીજો બોલર. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેને જન્મદિવસની શુભેચ્છાઓ. ચાલો પાકિસ્તાન સામે તેની 10 વિકેટની શાનદાર ઘટનાનું આજે આપણે ફરી પુનરાવર્તન કરીએ.'

કુંબલેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 956 વિકેટ લીધી હતી

કુંબલે હાલમાં આઈપીએલ ફ્રેન્ચાઈઝી પંજાબ કિંગ્સનો મુખ્ય કોચ છે. જોકે, આઈપીએલ 2021 તેના માટે અને ટીમ માટે સારી નહોતી. તેની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય ન થઈ શકી અને છઠ્ઠા સ્થાને રહી. કુંબલેના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ વર્ષ 2016-17માં પાંચ ટેસ્ટ શ્રેણી જીતી હતી. ભારતે 17 માંથી 12 ટેસ્ટ મેચ જીતી જ્યારે માત્ર એક મેચ હારી હતી. આમ કુંબલેની કેપ્ટન્સી ભારતની ટેસ્ટ ટીમ માટે લાજવાબ રહી હતી.



કુંબલેનું ટેસ્ટ અને વનડે કરિયર

અનિલ કુંબલે ખરા અર્થમાં એક દિગ્ગજ લેગ સ્પિનર હતો. કુંબલેએ પોતાના આંતરાષ્ટ્રીય કરિયરમાં 132 ટેસ્ટમાં 29.65 ની સરેરાશથી 619 વિકેટ અને વનડેમાં 30.9 ની સરેરાશથી 337 વિકેટ લીધી છે. તે મુરલીધરનની (800) અને વોર્ન ની(708) અને જેમ્સ એન્ડરસનની (632) પછી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી છે. કુંબલેએ ટીમ છોડ્યા બાદ ભારતના કોચ તરીકે પણ લાંબો સમય કામગીરી કરી હતી. જોકે, વિરાચ કોહલી સાથે મતભેદના કારણે અંતે ફરીથી રવિ શાસ્ત્રીને કોચિંગ આપવામાં આવ્યું હતુ.

4 ઑક્ટોબરે ટી-20 વર્લડ કપમાં ભારત પાકિસ્તાનની મેચ

ભારત સામે ટી-20 વિશ્વ કપમાં યોજાનારી ભારત-પાકિસ્તાન સામેની મેચ પહેલાં પાકિસ્તાનની ટીમ24 ઑક્ટોબરના રોજ યોજાવાની છે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે કારણ કે 20 માર્ચ, 2021 ના રોજ ટીમ રેન્કિંગના આધારે ટીમોની પસંદગી કરવામાં આવી હતી. દરેક જૂથમાં બાકીની બે ટીમો આઈસીસી ટી 20 વર્લ્ડ કપનાો એક રાઉન્ડપૂર્ણ થયા બાદ પસંદ થશે. ભારત T-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે 5-0થી આગળ છે.
Published by: Jay Mishra
First published: October 17, 2021, 5:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading