Gold For India: ઈતિહાસ રચ્યા બાદ પણ અધૂરું રહી ગયું ‘ગોલ્ડન બોય’ નીરજ ચોપડાનું એક સપનું, જાતે કર્યો ખુલાસો

News18 Gujarati
Updated: August 8, 2021, 7:54 AM IST
Gold For India: ઈતિહાસ રચ્યા બાદ પણ અધૂરું રહી ગયું ‘ગોલ્ડન બોય’ નીરજ ચોપડાનું એક સપનું, જાતે કર્યો ખુલાસો
ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચનારા નીરજ ચોપડાનું ઓલમ્પિકમાં એક સપનું અધૂરું રહી ગયું. (તસવીર- AP)

Tokyo Olympics 2020: જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચનારા નીરજ ચોપડાનું ઓલમ્પિકમાં એક સપનું અધૂરું રહી ગયું

  • Share this:
ટોક્યો. ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics)માં શનિવારનો દિવસ ભારત માટે ખુશીઓ લઈને આવ્યો હતો. એક તરફ નીરજ ચોપડાએ દેશને પહેલો ગોલ્ડ અપાવ્યો (Neeraj Chopra win Gold Medal) તો બીજી તરફ, પહેલવાન બજરંગ પૂનિયા (Bajrang Puniya)એ બ્રોન્ઝ મેડલ જીત્યો. નીરજ ગોલ્ડ મેડલ જીતતા જ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળ્યો. પરંતુ ઈતિહાસ રચવા છતાં ગોલ્ડન બોય નીરજ ચોપડા (Goldern Boy Neeraj Chopra)નું એક સપનું અધૂરું રહી ગયું. નીરજે જાતે જ આ વાતનો ખુલાસો કર્યો છે. નીરજે કહ્યું કે તે પોતાના અંતિમ થ્રો કરતાં પહેલા કંઈ વિચારી નહોતો રહ્યો કારણ કે તેને ખબર પડી ગઈ હતી કે તે અહીંની રમતોમાં શિખરનું સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યો હતો.

નીરજ ચોપડા તમામ 12 પ્રતિસ્પર્ધીઓમાં પહેલા ત્રણ પ્રયાસોમાં સર્વશ્રેષ્ઠ હતો જેનાથી તે આગળના ત્રણ પ્રયાસોમાં થ્રો કરવા માટે સૌથી છેલ્લે આવ્યો. જેવુ સિલ્વર મેડલ વિજેતા ચેક ગણરાજ્યના જાકુબ વાડલેચે પોતાનો અંતિમ થ્રો પૂરો કર્યો, નીરજ ચોપડા જાણી ગયો હતો કે તેને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. તેણે વર્ચ્યૂઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હું થ્રો કરનારો અંતિમ ખેલાડી હતો અને દરેક ખેલાડી થ્રો કરી ચૂક્યો હતો, હું જાણી ગયો હતો કે મેં ગોલ્ડ મેડલ જીતી લીધો છે, તો મારા મગજમાં કંઈક બદલાઈ ગયું, હું તેને વ્યક્ત નથી કરી શકતો. હું નથી જાણતો કે શું કરું અને તે એવું પ્રકારનું હતું કે મેં શું કરી દીધું છે.

આ પણ વાંચો, Tokyo Olympics: 9 મહિલા હોકી ખેલાડીઓને હરિયાણા સરકાર આપશે 50-50 લાખ રૂપિયા

ઓલમ્પિક રેકોર્ડને તોડવા માંગતો હતો નીરજ

નીરજ ચોપડાએ કહ્યું કે, હું ભાલાની સાથે રન-અપ પર હતો પરંતુ હું વિચારી નહોતો શકતો. મેં સંયમ રાખ્યો અને પોતાના અંતિમ થ્રો પર ધ્યાન લગાવવાનો પ્રયાસ કર્યો જે શાનદાર નહતો પરંતુ ઠીક (84.24 મીટર) હતો. તેણે એવું પણ કહ્યું કે, તેણે 90.57 મીટર (નોર્વેના આંદ્રિયાસ થોરકિલ્ડસનના 2008 બીજિંગ ઓલમ્પિકમાં નોંધાયેલા) ઓલમ્પિક રેકોર્ડના લક્ષ્યને પાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એવું ન થઈ શક્યું.
આ પણ વાંચો, ખેલ રત્ન એવોર્ડ હવે મેજર ધ્યાનચંદના નામ પર, વડાપ્રધાન મોદીએ કર્યું ટ્વીટ

નીરજ ચોપડાએ વધુમાં કહ્યું કે, પહેલો થ્રો સારો રહ્યા બાદ (જે 87 મીટરથી ઉપરનો હતો), મેં વિચાર્યું કે, ઓલમ્પિક રેકોર્ડનો પ્રયાસ કરું છું. પરંતુ એવું ન કરી શક્યો.
Published by: Mrunal Bhojak
First published: August 8, 2021, 7:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading