વલસાડ Video વાયરલ: પુલ પરથી યુવતીએ નદીમાં લગાવી મોતની છલાંગ, માછીમારોએ દેવદૂત બની બચાવ્યો જીવ


Updated: March 19, 2021, 6:21 PM IST
વલસાડ Video વાયરલ: પુલ પરથી યુવતીએ નદીમાં લગાવી મોતની છલાંગ, માછીમારોએ દેવદૂત બની બચાવ્યો જીવ
યુવતીએ નદીમાં લગાવી છલાંગ

યુવતીએ જિંદગી ખતમ કરવા નદીમાં મોતની છલાંગ લગાવી પરંતુ કહેવાય છે કે, 'રામ રાખે તેને કોણ ચાખે', મોત કોઈના હાથમાં નથી, જુઓ Video - માછીમારોએ કેવી રીતે યુવતીની જિંદગી બચાવી

  • Share this:
ભરતસિંહ વાઢેર, વલસાડ : જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલના પુલ પરથી ગઈકાલે એક યુવતીએ નદીમાં મોતની છલાંગ લગાવી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સદનશીબે આ સમયે નજીકમાં રહેલા માછીમારોએ નદીમાં મોતની છલાંગ લગાવનાર યુવતીને બચાવી હતી. જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

મહત્વપૂર્ણ છે કે, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલના પુલ પરથી એક યુવતીએ નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે પેટ્રોલિંગ કરી રહેલી મરીન પોલીસે તેની જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી હતી, અને નજીકમાં જ માછીમારી કરવા નીકળેલી બોટમાં સવાર માછીમારોને આ અંગેની જાણ કરતા જ માછીમારો તાત્કાલિક ડૂબી રહેલી યુવતીની નજીક પહોંચ્યા હતા, અને તેની નજીક પહોંચી અને બોટમાં ખેંચી તેનો જીવ બચાવ્યો હતો.

આ પણ વાંચો - દાહોદ: 'પતિ તેની પ્રેમિકાને ફાંસીની સજા આપશો', પરિણીતાએ દર્દભરી સુસાઈડ નોટ લખી પુત્ર સાથે આપઘાત કર્યો

આમ અણીના સમયે વલસાડ માછીમારો સ્થળ પર પહોંચી જતા જિંદગીનો અંત આણવા નદીમાં મોતની છલાંગ લગાવનાર યુવતીનો આબાદ બચાવ થયો હતો. અત્યારે યુવતી સ્વસ્થ છે. જોકે ગઈકાલે માછીમારોએ નદીમાં મોતની છલાંગ લગાવનાર યુવતીને બચાવવાની ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જોકે આ મામલે હજુ સુધી આ યુવતીએ આપઘાત કરવાનો પ્રયાસ કેમ કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં આપઘાત કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે.વીડિયોમાં જોઈ શકાય છે કે, પુલ પરથી એક યુવતીએ નદીમાં મોતની છલાંગ લગાવી હતી. પેટ્રોલિંગ કરી રહેલી મરીન પોલીસે તેની જાણ તુરંત નજીકમાં જ માછીમારી કરવા નીકળેલી બોટમાં સવાર માછીમારોને કરતા જ માછીમારો તાત્કાલિક ડૂબી રહેલી યુવતીની નજીક પહોંચ્યા અને યુવતીને બોટમાં ખેંચી તેનો જીવ બચાવ્યો હતો.
Published by: kiran mehta
First published: March 19, 2021, 5:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading