સુરત : તાપીના કિનારા પાસે વેચાતો હતો દારૂ, જનતાએ કરી રેડ, Video થયો Viral


Updated: May 10, 2021, 1:57 PM IST
સુરત : તાપીના કિનારા પાસે વેચાતો હતો દારૂ, જનતાએ કરી રેડ, Video થયો Viral
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી (Liquor Ban) વચ્ચે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે ત્યારે પોલીસે કાર્યવાહી ન કરતા સુરતમાં લોકો મોડીરાત્રે બગડ્યા હતા

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી (Liquor Ban) વચ્ચે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે ત્યારે પોલીસે કાર્યવાહી ન કરતા સુરતમાં લોકો મોડીરાત્રે બગડ્યા હતા

  • Share this:
સુરત : સુરતમાં કોરોનાકાળમાં (Surat) પણ દારૂના અડ્ડા (Liquor Den) ધમધમતા હોવાની સતત ફરિયાદ આવી છે. જોકે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી (Liquor Ban) વચ્ચે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે ત્યારે પોલીસે કાર્યવાહી ન કરતા સુરતમાં લોકો મોડીરાત્રે બગડ્યા હતા અને આ દારૂના અડ્ડા પર જનતા રેડ (Janta Raid on Liquor Den) કરી હતી. જોકે, આ ઘટનાનો વીડિયો હાલમાં વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ અડ્ડો તો તાપી નદીના કિનારા પાસે અને તે પણ પોલીસની મીઠી નજર હેઠળ ચાલી રહ્યો હોય તેવું જ જણાઈ રહ્યું છે.

કોરોનાકાળમાં લોકોના વેપાર ઉધોગ બંધ છે, તેવામાં ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે ત્યારે લોકો માસ્ક વગર નીકળે તો પોલીસ દંડ કરતી હોય છે પણ જાહેરમાં ચાલતા દારૂનાં અડ્ડા વિશે પોલીસ અજાણ હોય તે વાત માનવામાં આવતી નથી. બીજી બાજુ આવા દારૂના અડ્ડા પોલીસની મીઠી નજર હેઠળ ચાલતા હોય છે અને દારૂની વેચાણ કરતા બૂટલેગર પોલીસને હપ્તા પેટે રૂપિયા આપતા હોય છે. જેને લઈને તે જે વિસ્તારમાં દારૂનું વેચાણ કરતા હોય છે ત્યાં દાદાગીરી પણ કરતા હોય છે.

ત્યારે સુરતના ચોક બજાર ખાતે આવેલ ભરી માતા તાપી નદી કિનારા પાસે દારૂનું વેચાણ કરે છે. જો આ બૂટલેગર સમગ્ર વિસ્તારમાં પોતાની દાદાગીરી કરતા હોય જેને લઈને તે વિસ્તારના લોકો આ બૂટલેગરથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જોકે આ બૂટલેગર ઇલેક્ટ્રિક પોળ પરથી પણ ગેરકાયદેસર વીજળીનો ઉપયોગ કરતો હતો.

આ પણ વાંચો : રાજકોટ : ‘હું ને મારી માં ઝાડીઓ વચ્ચે છૂપાઈને બેઠા છીએ, મારો ભાઈ અમને ફરીથી મારશે તેવી બીક છે’

જોકે, આ બુટલેગર વિરુદ્ધ સ્થાનિક લોકો અવારનવાર ફરિયાદ કરીને થાકી ગયા હતા. જેને લઈને લોકોનો રોષ ગતરોજ ફૂટી નીકળ્યો હતો અને જોત જોતામાં લોકો મોટી સંખ્યામાં આ બુટલેગરને ત્યાં હલ્લાબોલ કરી જનતા રેડ કરી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપી પડ્યો હતો.

આ પણ વાંચો : ગઢડા : પ્રણય ત્રિકોણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ગળે ટૂંપો આપી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો

આ પણ વાંચો : રાજકોટ : મધર્સ ડેના દિવસે ઘરે આવ્યો દીકરીનો મૃતદેહ, પુત્ર અને પતિ બાદ પુત્રીનું પણ મોત

જોકે ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ તાત્કાલિક બનાવ વળી જગ્યા પર પહોંચીને આ મામલે થાળે પાડવાનો પ્રયાસ હતો.પણ આ દારૂનો અડ્ડો પોલીસની છત્રછાયા ચાલતો હોવાને લઇને લોકોના રોષનો ભોગ પણ પોલીસને બનાવનો વારો આવ્યો હતો. જોકે લોકોએ આ જાણતા રેડના વીડિયો સોશિયલ વાઇરલ કર્યા હતા.
Published by: Jay Mishra
First published: May 10, 2021, 1:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading