સુરત : સોનાની ચોરીનો Live Video, યુવતીને વાતોમાં વળગાડી મહિલાઓ ચોરી કરી રફૂચક્કર


Updated: June 12, 2021, 4:50 PM IST
સુરત : સોનાની ચોરીનો Live Video, યુવતીને વાતોમાં વળગાડી મહિલાઓ ચોરી કરી રફૂચક્કર
સુરતના સરથાણા વિસ્તારની ચોરીનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સુરતના સરથાણા (Sarthana) વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સની (Jewellers) દુકાનમાં આવેલી ત્રણ મહિલાઓ (Woman) દુકાન માલિકને નજર ચૂકવીને સોનાની (Gold Theft) ચોરી કરી ફરાર

  • Share this:
સુરતમાં (Surat) સતત ચોરીની (Theft) ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતના સરથાણા (Sarthana) વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સની (Jewellers) દુકાનમાં આવેલી ત્રણ મહિલાઓ (Woman) દુકાન માલિકને નજર ચૂકવીને સોનાની (Gold Theft) ચોરી કરી ફરાર થઈ જાય છે. જોકે ચોરી થયાનું દુકાન માલિકને ખ્યાલ આવતાં તેણે સીસીટીવી (CCTV Video) ચેક કરતાં ત્રણમાંથી વચ્ચે બેઠેલી મહિલા સોનાની ચેન મૂકતી સીસીટીવીમાં કેદ થઈ છે. ચોરીની ઘટનાનો લાઇવ (Live) કેદ થયો વીડિયો (Video) જોકે સોશિયલ મીડિયામાં (Social Media) વાઇરલ (Viral) થયો છે અને પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

સુરતમાં સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આજની ઘટનામાં સીસીટીવી જે રીતે વાયરલ થયા છે તેને લઈને લોકોમાં કુતૂહલ સર્જાયું છે. જોકે આ ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી માણકી જવેલર્સ નામની દુકાનમાં પણ મહિલાઓ ખરીદી કરવાના બહાને આવી હતી અને એક પછી એક વસ્તુ જોવાનો પ્રયાસ કરી રહી હતી.

આ પણ વાંચો : અમદાવાદ : ફિલ્મી સ્ટાઇલે દારૂની હેરાફેરી કરતી હતી યુવતીઓ, બીયરનાં 214 ટીન સાથે ઝડપાઈ

આ પણ વાંચો : સુરત : 'છાનીમાની નીકળ, તારા બધા ધંધાની ખબર છે,' BJPની માજી-હાલની નગરસેવિકાની બબાલ, Live video વાયરલ

જોકે, દુકાન માલિક આ મહિલાઓને વસ્તુ બતાવામાં રહેતા એક મહિલાએ દુકાનદારની નજર ચૂકવીને ક્યારેય સોનાની ચેન તફડાવી પાકીટમાં મૂકી હતી અને મહિલાઓ થોડી જ મિનિટમાં ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. જોકે મહિલાઓ આવ્યા બાદ ઘણો લાંબો સમય દુકાનમાં બેસી કોઈ પણ ખરીદી ન કરતા માલિકને અજુગતું લાગતા તેણે દુકાનમાં સી.સી.ટી.વી ચેક કર્યા હતા.ત્યાં તો ત્રણમાંથી એક મહિલા નજર ચૂકવીને ચેનની ચોરી કરી અને પાકીટમાં મુક્તિ સીસીટીવીમાં કેદ થઈ હતી. જોકે ત્યારબાદ દુકાન માલિકે આ મામલે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં સાથે દોડી જઇ આ મામલે ફરિયાદ આપી અને સીસીટીવી આપ્યા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા જેને લઈને કોઈ વ્યક્તિ જો મહિલાને ઓળખે તો તાત્કાલીક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે.

આ પણ વાંચો : મોરબી : કરૂણ ઘટના! મહિલા LRDએ ક્વાર્ટરમાં આપઘાત કર્યો, 15 દિવસ પૂર્વે જ મળ્યું હતું પોસ્ટીંગ

આ પણ વાંચો : ડીસા: C.A પતિએ મિત્રો સાથે મળીને કરાવી હતી પત્નીની હત્યા, મુખ્યસૂત્રધાર ઝડપાયો

આ પણ વાંચો : સુરત : રત્નકલાકારને મહારાષ્ટ્રની કન્યા સાથેના લગ્ન મોંઘા પડ્યા, એક મહિનામાં જ 4.50 લાખ લૂંટી થઈ ગઈ રફૂચક્કર

આ સાથે આ મહિલાઓ જે રીતે જ્વેલર્સની દુકાનમાં ચોરી કરે છે તેના સીસીટીવી વાયરલ થતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. જોકે પોલીસે આ મહિલાઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરતના ઝવેરીઓએ આવી ઠગ મહિલાઓથી ચેતવાની આવશ્યકતા છે. આ પ્રકારની એમ.ઓ. દ્વારા અગાઉ પણ ચોરી થઈ હોવાની ઘટનાઓ સામે આવી છે.
Published by: Jay Mishra
First published: June 12, 2021, 4:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading