સુરત : ઉલટી ગંગા! પતિની પીટાઈનો Viral Video, રણચંડી પત્નીએ ઘરમાં પૂરી ધોલાઈ કરી


Updated: July 7, 2021, 8:57 PM IST
સુરત : ઉલટી ગંગા! પતિની પીટાઈનો Viral Video, રણચંડી પત્નીએ ઘરમાં પૂરી ધોલાઈ કરી
પત્ની પતિને ઘરની બહાર ન જવા દેવા માટે ઘરના દરવાજા પાસે ઝાડું લઈને બેસતી હોવાનો આક્ષેપ

પતિના ક્યા 'કારનામા'ઓના કારણે પત્ની રણચંડી બની તે રહસ્ય, ઘરકંકાસમાં જ પત્નીએ પીટાઈ કરી નાખી હોવાની ચર્ચાએ જોર પકડ્યું

  • Share this:
લગ્નજીવનમાં (Married Life) પતિ-પત્ની (Husband-wife) અને ત્રાસ આપતા હોવાની ઘટનાઓ જોઈએ છે પણ સુરતમાં એક એવી ઘટના સામે આવી છે કે જે સાંભળીને ભલભલા ના મગજ આવી જશે સુરતના (Surat) લિંબાયત (Limbayat) વિસ્તારમાં રહેતા એક પતિને (Husband) તેની પત્ની પતિને મારતી (Wife Beaten Husband) હોવાનો એક વીડિયો વાયરલ થયો (Viral Video) છે.  સુરતનો આ ઉલટી ગંગા સમાન વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ વીડિયો ક્યારનો છે તે જાણી શકાયું નથી પરંતુ વીડિયો સુરતના લિંબાયતનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સુરતના આ વીડિયોના કારણે પત્ની પીડિત પતિઓની ચર્ચાએ જોર જગાવ્યું છે. જોકે, આ પત્નીએ આ મહાશયને ક્યાં સંજોગોમાં રણચંઢી બની ધોઈ નાખ્યો તે કારણ હજુ પણ અકબંધ છે.

આપણા દેશમાં સરકારાઓએ મહિલા અત્યાચાર અને લઈને ઘણા બધા કાયદા બનાવ્યા છે પણ મહિલાઓ દ્વારા પુરુષો ઉપર અત્યાચાર કરવાને લઇને હજુ સુધી કોઈ કાયદા બનાવ્યો નથી.   આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે સુરતના લિંબાયત વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં પત્ની થી પિડીત પતિને પત્ની દ્વારા માર મારતા હોવાના વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

આ પણ વાંચો : સુરત : લાલુ જાલિમનું નેટવર્ક ફિલ્મોના DON જેવું હતું, પોલીસને જણાવ્યું UPમાં ક્યાં-ક્યાં છૂપાયો હતો

જો કે પત્ની દ્વારા લગ્નજીવન દરમિયાન પતિને ઘરની બહાર પણ નીકળવા નહી દેતા પાસે પોતાના એક વર્ષના પુત્રને લઈને બેસતી હતી અને પતિને ઘરની બહાર નહિ  જવા દેવામાં આવતો હતો. જોકે પતિ ઘરની બહાર ના નીકળે તે માટે પોતાના એક વર્ષના પુત્રને લઈને આ મહિલા દરવાજામાં બેસતી હતી અને દરરોજ ઘણી બાબતે પતિ સાથે ઝઘડા કરતી હતી.આ પતિ એટલી હદે કંટાળી ગયો હતો કે તેની પત્ની તેને ઘરમાં બાંધીને તેના એક વર્ષના સંતોની હાજરીમાં ઝાડુ વડે માર મારતી હતી. જોકે આ પત્ની દીકરી પછી એ છેલ્લા લાંબા સમયથી યાત્રા બાદ એક દિવસ બહાર નીકળીને પત્ની વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી હતી પોલીસ મથકમાં અરજી કરી હતી પણ કોઈ નિકાલ ન થતા આખરે પત્ની દ્વારા પતિને ત્રાસ આપવામાં આવે છે તેવા લોકોને જાગૃત કરવા પતિ દ્વારા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : સુરત : ખાનગી હૉસ્પિટલની નર્સે તાપીમાં લગાવી મોતની છલાંગ, પરિવારનું હૈયાફાટ રૂદન

પતિનો આક્ષેપ છે કે પત્ની તેને ઘરની બહાર નીકળવા દેતી નહોતી. આટલેથી વાત ન અટકતા આ મહિલા દ્વારા ઝાડું સાથે તેના બાળકનો પણ પતિ પર છૂટો ઘા કરતી હોવાનો વીડિયો સામે આવ્યો છે.
Published by: Jay Mishra
First published: July 7, 2021, 8:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading