સુરત : માથાભારે રાહુલ 'ફાઇટર'નો દારૂ ભરતો Video Viral થયો, 'તુમ સે મીલના બાતે કરના...'


Updated: June 13, 2021, 2:50 PM IST
સુરત : માથાભારે રાહુલ 'ફાઇટર'નો દારૂ ભરતો Video Viral થયો, 'તુમ સે મીલના બાતે કરના...'
માથાભારે ફાઇટરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, જોકે, વીડિયો ક્યા બનાવ્યો તેની પુષ્ટી નહીં

આ વીડિયોમાં ફાઇટરે હાથમાં ગ્લાસ રાખી દારૂ ભર્યો છે અને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. વીડિયો ક્યાનો છે તેની પુષ્ટી નહીં

  • Share this:
સુરતમાં (Surat)  કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ (Law and Order) સતત ઘટી રહી છે ખાસ કરીને જાહેરમાં જન્મદિવસ હોય કે જાહેરમાં દારૂ પીવાને (Liquor) લઈને સોશિયલ મીડિયામાં વાઇરલ (Viral) થતાં ની સાથે જ પોલીસ (Police) દોડતી થાય છે.  સુરતના અડાજણ (Adajan) વિસ્તારમાં કુખ્યાત અને નામચીન વ્યક્તિએ દારૂનો ગ્લાસ  ભરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાઇરલ થતાં ખળભળાટ મચી ગયો હતો જોકે પોલીસે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને તેની પરિસ્થિતિ સતત કથળી રહી છે કારણ કે સતત સુરતના લોકો કાયદો અને તેની વ્યવસ્થાના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે .જાહેરમાં જન્મદિવસની ઉજવણી હોય કે પછી કરોના ગાઇડલાઇન હોય સતત લોકો આ નિયમો તોડી ગયા છે ત્યારે સુરતના વરાછા વિસ્તારના ફાઈટર ગ્રુપના રાહુલ ફાઇટરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પણ વાંચો : અમદાવાદ : અઝહર કિટલીને મનીયા સુરવે અને સુલતાન મિર્ઝા જેવું બનવું હતું, ફિલ્મોના વિલન જેવી ક્રાઇમ કુંડળી

આ પણ વાંચો : મોરબી : કરૂણ ઘટના! મહિલા LRDએ ક્વાર્ટરમાં આપઘાત કર્યો, 15 દિવસ પૂર્વે જ મળ્યું હતું પોસ્ટીંગ

આ વીડિયોમાં ફાઇટરે હાથમાં ગ્લાસ રાખી દારૂ ભર્યો છે અને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.  આ વીડિયો વાયરલ થયો છે તેને લઈને હવે મચી ગયો છે ખળભળાટ. જોકે આ વીડિયો ક્યાંનો છે તેની ન્યુઝ 18 ગુજરાતી પુષ્ટિ  કરતું નથી. રાજ્યમાં દારૂબંધી છે ત્યારે આ વીડિયો રાજ્ય બહારનો પણ હોઈ શકે છે પણ જે રીતે ગુજરાતમાં દારૂબંધી છે તે સમયે દારૂ પીવાનો વીડિયો વાયરલ થયો છે તેને લઈને હાહાકાર મચી ગયો છેરાહુલ ફાઇટર નામનો આ વ્યક્તિ જેનો વિડીયો વાયરલ થયો છે તે ભૂતકાળમાં પણ વિવાદોમાં ઘેરાયેલો હતો. તેનો પોતાના જન્મદિવસે હવામાં ફાયરિંગ કરવાનો એક સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો : ગોંડલ : અજયસિંહ જાડેજાની હત્યાના આરોપીઓ ઝડપાયા, પોલીસને જણાવ્યું મર્ડરનું કારણ

આ પણ વાંચો : રાજકોટ : દારૂની હેરાફેરીનો ગજબ આઇડિયા! ઈડલી-સાંભાર અને શાકભાજી વેચનારા બન્યા બૂટલેગર

જોકે આ વિવાદ હજી શમ્યો નથી ત્યાં તો રાહુલ નામનો યુવાન ફરી એક વખત વિવાદમાં આવ્યો છે અને સોશિયલ મીડિયામાં એક બે નહીં પણ  એક કરતાં વધુ  વીડિયો વાયરલ થયા છે તેને લઈને પોલીસે હવે તપાસ શરૂ કરી છે. જોકે સુરતના અડાજણ વિસ્તારમાં ફાઈટર ગ્રુપ ના યુવાનો છે અને નામચીન તરીકે ઓળખાય છે.
Published by: Jay Mishra
First published: June 13, 2021, 2:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading