સુરત : ક્રિકેટના કારણે ધીંગાણું, મારામારીનો Viral Video, બાળકનું ઉપરાણું લઈ પિતાએ પાડોશીને ઝૂડી નાખ્યા


Updated: July 9, 2021, 5:34 PM IST
સુરત : ક્રિકેટના કારણે ધીંગાણું, મારામારીનો Viral Video, બાળકનું ઉપરાણું લઈ પિતાએ પાડોશીને ઝૂડી નાખ્યા
સુરતમાં મારામારીનો વીડિયો વાયરલ પાંડેસરમાં ક્રિકેટના મામલે ધાીંગાણું

બાળકની વાતમાં આવેલા  પિતાએ મિત્રો સાથે મળી અને પાડોસીને અને તેની પત્નીને માર માર્યો, સોસાયટીમાં ક્રિકેટ રમી રહેલા બાળકોને ઠપકો આપનાર પરિવારની ક્રૂર ધોલાઈ

  • Share this:
સુરતના (Surat) પાંડેસરા (Pandesara) વિસ્તારમાં સોસાયટીમાં રમતા બાળકોને સમજવા જવું એક યુવકને ભારે પડયું હતું જો કે આ બાળકોએ ફોન કરી પોતાના પિતાને (Father) ફરિયાદ કરતા પિતા તેના મિત્રો સાથે ધસી આવ્યા પાડોશીને તેની પત્નીને ઢોર મારમારવા સાથે  તેના બાળકોને પણ મારવાની ઘટના સામે આવી હતી. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં (CCTV Video) કેદ થતા સોશિયલ મીડિયામાં વાઇરલ (Viral Video) થયા છે ત્યારે માર ખાનાર મામલે ફરિયાદ કરતાં પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે

સુરત શહેરના પાંડેસરા ના વડોદરા વિસ્તારમાં આવેલી સાઈ મોહન સોસાયટી  માં રહેતા બંસીલાલ અને સુનિતા બેન કલાલ  પોતાના પુત્ર અને પુત્રી સાથે રહે છે. જો કે સોસાયટીમાં કેટલાક બાળકો ક્રિકેટ રમતા હતા જેને લઈને ક્રિકેટ રમતા તેમની  ઘરની બારી અને વાહનોને ક્રિકેટનો બોલ લાગ્યો હતો.   જેને લઇને બંસીભાઈ  કલાલ  બાળકોને થોડે દૂર રમવા જવાનું કહ્યું હતું.

આ પણ વાંચો : મોરબી : જિંદગી અને મોતના દૃશ્યોનો કરૂણ Live Video, ટ્રેલર નીચે પટકાતા એકનું મોત, એકનો આબાદ બચાવ

બસ આ જ વાતને  લઈને એક  બાળક પોતાના પિતાને ફોન કરીને સોસાયટીમાં રહેતા બંસીભાઈ  ઝઘડો કરી રહ્યા છે આવા મેસેજ આપવાની સાથે બાળકના પિતા ગુસ્સામાં લાલચોળ થઇ ને આવ્યા હતા.

આ પણ વાંચો : સુરત : ઉલટી ગંગા! પતિની પીટાઈનો Viral Video, રણચંડી પત્નીએ ઘરમાં પૂરી ધોલાઈ કરી

અને પહેલા તો આ પડોશી સાથે ઝઘડો શરૂ કર્યો હતો. જોકે ઝઘડો ઉગ્ર બનતા આ યુવાને પોતાના બહારથી મિત્રોને બોલાવ્યા હતા અને ત્યારબાદ આ  બંસીભાઈ  કલાલ અને તેમની પત્ની સુશીલાબેન ઉપર હુમલો કરી દીધો હતો.


જોકે ઝગડો  એટલો ઉગ્ર હતો કે બંસીભાઈ ના પોતાના બાળકો વચ્ચે પડ્યા હતા પણ એટલી હદે ગુસ્સે ભરાયો સોસાયટીના આગેવાન યુવાને  બંસી ભાઈ કલાલના પુત્ર કમલેશે અને પુત્રી પર પણ હુમલો કરી દીધો હતો.

આ પણ વાંચો : સુરત : બૂટલેગરના સરઘસનો Viral Video, 'રોણા રંગીલા મારા ગુજરાતના માફિયા,' જામીન મળતા મચાવી ધમાલ

આ તમામ લોકોને જાહેરમાં માર માર્યા જો કે આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જતા સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવા સાથે જે બાળકના પિતાએ આ લોકોને માર મારતા તેના વિરુદ્ધ  પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આરોપીને પકડી પાડવા ના મામલે વધુ તપાસ હાથી ધરી છે.
Published by: Jay Mishra
First published: July 9, 2021, 5:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading