સુરત : વિચિત્ર ઘટના! યુવક જાહેરમાં બ્લેડથી પોતાનું જ ગળું કાપવા લાગ્યો, હાથપગ બાંધીને હૉસ્પિટલ ખસેડ્યો


Updated: July 30, 2021, 7:20 AM IST
સુરત : વિચિત્ર ઘટના! યુવક જાહેરમાં બ્લેડથી પોતાનું જ ગળું કાપવા લાગ્યો, હાથપગ બાંધીને હૉસ્પિટલ ખસેડ્યો
પાંડેસરની આ ઘટનાએ દિવસ દરમિયાન સોશિયલ મીડિયા ગજવ્યું હતું. અંતે યુવકને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો

Surat News : યુવાન જાહેર રોડ ઉપર હાથમાં બ્લેડ લઈ પોતાનું જ ગળું કાપતો હતો જોકે LR અને TRB જવાનો સાથે દોડી જઈ યુવાનને બચાવી લીધો,

  • Share this:
સુરતના (Surat)  પાંડેસરા (Pandesara)  ખાતે એક યુવાન (Youth) બ્લેડ (Blade)  વડે પોતાના હાથની નસ સાથે પોતાનું જ ગળું (Cuted Neck) કાપતો જોઈ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે આવી વિચિત્ર ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા જોકે સ્થાનિક લોકો અને ટ્રાફિક પોલીસ મદદથી આ યુવાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ (Viral) થઈ ગયો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ બાટલી બોય નજીક આવેલપ્રમુખ પાર્ક સોસાયટી નજીક એક યુવાન જાહેર રોડ ઉપર હાથમાં બ્લેડ લઈ પોતાનું જ ગળું કાપતો જોઈ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે આવી વિચિત્ર ઘટના ને પગલે સ્થાનિક લોકો ના તોડા એકત્ર થઈ ગયા હતા.


જોકે નજીકમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી નિભાવી રહ્યા હતા ત્યારે એક એક્ટિવાચાલક દોડીને આવ્યો હતો અને કહેવા લાગ્યો એક ઈસમ રોડ બાજુએ બ્લેડ વડે પોતાનું જ ગળું કાપવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ પણ વાંચો : પ્રેમી-પ્રમિકાએ તાપીમાં લગાવી હતી મોતની છલાંગ, મૃતદેહ મળતા પાંચ દિવસ થયા

આ સાંભળી તાત્કાલિક TRB જવાન સાથે 50 મીટર દૂર દોડીને ગયા તો એક ઈસમ લોહીલુહાણ હાલતમાં વારંવાર બ્લેડ વડે ગળું કાપી રહ્યો હતો. લોકોની ભીડ તમાશો જોઈ રહી હતી. અજાણ્યા ઇસમના હાથ પકડી તેને બચાવવાના પ્રયાસમાં પડી જતાં લોકો પણ મદદે આવ્યા હતા ટ્રાફિક વિભાગના એક LRએ TRB જવાનો સાથે દોડી જઈ યુવાનને બચવા માટે દોરીથી હાથપગ બાંધી યુવાનને હોસ્પિટલ ખસેડવા માટે તાત્કાલિક 108માં ફોન કરી એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી.આ પણ વાંચો : રાજકોટ : જાણીતા સમાજ સેવિકાના પતિ કેતન પટેલે FB Liveમાં આપઘાતનો પ્રયાસ કર્યો

ત્યારબાદ 108માં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે અજાણ્યા ઇસમના હાથ છોડતાંની સાથે જ તે ફરી ગળું કાપવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. જેથી દોરીથી હાથપગ બાંધી દેવામાં આવ્યા હતા. જોકે આ યુવાન માનસિક બીમાર હોવાનું સામે આવ્યું હતું પણ થોડા સમય માટે સમગ્ર વિસ્તાર ચકચાર સાથે દોડધામ મચી જવા પામી હતી. આ યુુવકને ગંભીર ઇજા હોવાને લઈને તાત્કાલિક ઓપરેશન માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે
Published by: Jay Mishra
First published: July 30, 2021, 7:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading