કોરોનાકાળમાં વધુ એક ફટકો: ગુજરાતની આ મોટી ડેરીએ દૂધનાં ભાવમાં કર્યો બે રૂપિયાનો વધારો

News18 Gujarati
Updated: June 19, 2021, 12:01 PM IST
કોરોનાકાળમાં વધુ એક ફટકો: ગુજરાતની આ મોટી ડેરીએ દૂધનાં ભાવમાં કર્યો બે રૂપિયાનો વધારો
પ્રતીકાત્મક તસવીર

સુમુલ ડેરીનાં ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું કે, સુમુલ ડેરીનાં દૂધમાં 20મી જૂનથી એક લિટરનાં ભાવમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

  • Share this:
સુરત: છેલ્લા ઘણાં સમયથી કોરોનાકાળમાં (corona pandemic) લોકો બેરોજગારીનો માર સહી રહ્યાં છે તો બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલનાં (Petrol Disel price hike) ભાવમાં ભડકો થઇ રહ્યો છે. જેના કારણે સામાન્ય જનતાના ખિસ્સા પર જોર વધ્યું છે ત્યારે સુમુલ ડેરીએ (Sumul Dairy) દૂધનાં ભાવમાં (Milk price hike) બે રુપિયાનો વધારો કરી દીધો છે. આ ભાવવધારો આવતી કાલથી અમલી બનવાનો છે.

સુમુલ ડેરીનું દૂધનાં ભાવમાં લિટરે

અમદાવાદ: પતિ કમાવવું ન પડે તે માટે બન્યો વ્યંડળ, પત્નીએ ચબરાકીથી આ રીતે શીખવાડ્યો પાઠ

આ અંગે સુમુલ ડેરીનાં ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું કે, સુમુલ ડેરીનાં દૂધમાં 20મી જૂનથી એક લિટરનાં ભાવમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. લગભગ આ વધારો 18 મહિના પછી એટલે છેલ્લે ડિસેમ્બર 19માં દૂધનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ભાવ વધારાનું મુખ્ય કારણ ડીઝલ મોંઘુ થતા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધ્યો છે. ઉત્પાદન ખર્ચ પણ વધ્યો છે, જેને કારણે આ ભાવ વધ્યા છે.

'ફ્લાઇંગ શીખ' મિલ્ખા સિંહનું નિધન, વડાપ્રધાને કહ્યું,'આપણે મહાન ખેલાડી ગુમાવ્યો'નોંધનીય છે કે, સરકારી ઓઇલ કંપનીઓએ એક દિવસની રાહત બાદ 18 જૂને પેટ્રોલની સાથે જ ડીઝલના ભાવમાં વધારો ઝીંકી દીધો છે. સતત વધી રહેલી કિંમતોના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી ગઈ છે. દેશના ચાર મુખ્ય મહાનગરોમાં શુક્રવારે પેટ્રોલમાં 23થી 27 પૈસા અને ડીઝલમાં 27થી 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.93 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 87.69 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે.
Published by: Kaushal Pancholi
First published: June 19, 2021, 10:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading