સુરત શિક્ષણ સમિતિની ચૂંટણી પહેલા જ ભાજપના ઉમેદવારનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ


Updated: June 9, 2021, 2:06 PM IST
સુરત શિક્ષણ સમિતિની ચૂંટણી પહેલા જ ભાજપના ઉમેદવારનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ
વીડિયોમાંથી લીધેલી તસવીરો

રાકેશ ભીકડીયાનો શિક્ષણ સમિતિની ચૂંટણી પહેલા વીડિયો વાયરલ થતા આ ઉમેદવાર બાળકોને શું ભલું કરશે તેના પર સવાલો ઉભા થયા છે. 

  • Share this:
સુરત: કોરોના ગાઇડ લાઇન લાઇન તોડવામાં રાજકીય આગેવાન પાછળ નથી ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંપણ રાજકીય આગેવાન દારૂની મહેફિલ માણીને નિયમો તોડતા હોય છે. સુરત ભાજપના મહાનગરપાલિકાની નગર શિક્ષણ સમિતિની ચૂંટણી માટે ભાજપ દ્વારા 11 સભ્યોની પસંદગી કરવામાં આવી છે. રાકેશ ભીકડીયાએ 11માં ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. ત્યારે ઉમેદવાર રાકેશ ભીકડીયાનો દારૂની મહેફિલ માણતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પક્ષની સાથે આ ઉમેદવાર બાળકોને કેવા પ્રકરનું શિક્ષણ આપશે તેવી વાતો સાથે પક્ષને  શરમજનક સ્થિતિમાં મુકાવવાનો વારો આવ્યો છે

આ રાજકીય આગેવાન ભલે ગુજરાતમાં રહેતા હોય અને ગુજરાતના રાજકારણમાં હોય ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂ બધી છે, ત્યારે આ નિયમો કોઈ તોડે કે નહિ પણ આ રાજકીય આગેવાનો નિયમો તોડીને અહીંયા તાકાત સાથે લોકોને નિયમો તોડવાની શીખ આપી રહ્યા છે. ત્યારે હાલમાં સુરતમાં શિક્ષણ સમિતિની ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજકીય પાર્ટી તરફથી ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે ભાજપ દ્વારા 11 સભ્યોની પસંદગી કરવામાં આવી છે. રાકેશ ભીકડીયાએ 11માં ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે.

રાકેશ ભીકડીયા વોર્ડ નંબર 2 વરાછાના ભાજપના કાર્યકર્તા છે. ગત કોર્પોરેશનની ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે તેઓ મજબૂત દાવેદાર હતાં. પરંતુ તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. તેવા સંજોગોમાં ભાજપના મોવડી મંડળ તરફથી તેમને નગર શિક્ષણ સમિતિમાં અન્ય કોઈ સમિતિમાં સ્થાન આપવા માટે કહેવામાં આવ્યું હતું તેવી વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે.

પારડી નજીક હાઇવે પર બે ટ્રક વચ્ચે ફસાઇ બાઇક, ચાલકનો ચમત્કારિક બચાવ, તસવીરો જોઇને રૂંવાડા ઊભા થઇ જશે

સંખ્યાબંળની દ્રષ્ટિએ ભાજપના 10 અને આમ આદમી પાર્ટીના બે સભ્યોને નવી નગર શિક્ષણ સમિતિમાં સ્થાન મળે તો ચૂંટણી યોજવાની જરૂરિયાત રહેતી નથી પરંતુ ભાજપે ખેલ કરવા માટે 11માં ઉમેદવાર તરીકે રાકેશ ભીકડીયાને ઉમેદવાર બનાવી ફોર્મ ભર્યું છે.

વડોદરામાં લવ જેહાદ: વિધર્મી યુવકે સગીરાને લગ્નની લાલચ આપી અનેકવાર આચર્યું દુષ્કર્મ, ભગાડી બિહાર લઇ ગયોત્યારે આ સમયે આ ઉમેદવરનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ થતાની સાથે ભાજપ પક્ષને શરમજનક સ્થિતિમાં મુકાવવાનો વારો આવ્યો છે. શિક્ષણ સમિતિ માટે ઉમેદવારી ફોર્મ ભરનાર પૈકી રાકેશ ભીકડીયા જો ઉમેદવારીપત્ર પરત ખેંચતા હોય તો ચૂંટણી યોજાવાની જરૂર રહેતી નથી. 18 તારીખ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે અને જો ફોર્મ ન ખેંચાય તો 25 તારીખે ચૂંટણી યોજાશે.રાકેશ ભીકડીયા દારૂની મહેફિલ મારી રહ્યા હોવાનો વીડિયો સામે અનેક સવાલ ઉભા થયા છે કે, આવા ઉમેદવાર શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા બાદ બાળકોને કયા પ્રકારનું શિક્ષણ આપશે. બાળકોના શૈક્ષણિક વિકાસ માટે આ સમિતિ મહત્વનું યોગદાન આપે છે. સ્વાભાવિક છે કે, આવી સમિતિમાં શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકોને સ્થાન આપવામાં આવે તે બાળકોને શિક્ષણ સારી વાતને બદલે વ્યસનની શીખ આપે તેવી ચર્ચાને લઈને હવે રાજકીય ગરમાવો આવ્યો છે. ત્યારે આ પહેલા રાજકીય આગેવાન નથી જે દારૂબંધીના નિયમો તોડી રહ્યા છે. આ પહેલા પણ આવા નિયમો અનેક આગેવાનોએ તોડ્યા છે. તો જોવાનું એ રહેશે કે સુરત ભાજપનાં આગેવન સામે કોઇ કાર્યવાહી થશે કે નહીં?
Published by: Kaushal Pancholi
First published: June 9, 2021, 2:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading