સુરત : ભરવાડ શખ્સની દાદાગીરીનો Viral Video, કામરેજની વિજય હોટલમાં મચાવ્યો આતંક


Updated: May 30, 2021, 10:11 AM IST
સુરત : ભરવાડ શખ્સની દાદાગીરીનો Viral Video, કામરેજની વિજય હોટલમાં મચાવ્યો આતંક
હોટલ સંચાલકનો આક્ષેપ અવારનવાર મફતમાં જમણવાર કરી જાય છે, હોટલ ચલાવવા માટે હપ્તો માંગે છે

ચોવટિયા પરિવાર દ્વારા સંચાલિત હોટલમાં આતંક, સંચાલકનો આક્ષેપ, 'હોટલ ચલાવવા માટે હપ્તો માંગે છે, ગમે ત્યારે મફતમાં જમી જાય છે, મારમારી કરી થડામાંથી રોકડ લૂંટી'

  • Share this:
સુરત (Surat) શહેર બાદ હવે સુરત ગ્રામ્ય (Rural) વિસ્તારમાં પણ અસામાજિકતત્વોનો (Notorious Person) આંતક વધી રહી છે ત્યારે કામરેજ (Karej) હાઇવે પર આવેલ વિજય  હોટલના (Vijay Hotel) માલિક  પાસે હોટલ ચલાવવા માટે હપ્તો માંગતા સાકા ભરવાડ (Saka Bharwad ) નામના યુવાને ગતરોજ હોટલ પર પોતાના મળતિયા સાથે પહોંચીને હોટલ માલિક માર મારી હોટલના ગલ્લામાં  રહેલા રૂપિયાની લૂંટ (Loot) કરી ફરાર થઈ  ગયા હોવાનો હોટલ સંચાલકે આક્ષેપ કર્યો છે. જોકે હોટલમાં થયેલ મારામારી હોટલના સીસીટીવીમાં (CCTV Video) કેદ થઇ હતી. સંચાલકના આક્ષેપ મુજબ આ ઈસમો હોટલ માલિક પાસે હોટલ  ચલાવા  માટે મહિને રૂપિયા 25 હજારનો હપ્તો માંગતા હોવાના હોટલ માલિકે  આક્ષેપ કરવાની સાથે આ ઈસમોએ વિરુદ્ધ નોંધાવી છે ફરિયાદ

સુરત શહેરમાં આમ તો અસામાજિક તત્વોનો આંતક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે હવે આ આંતક સુરત ગ્રામ્ય વિસ્તારમાં સતત સમયે આવી રહ્યો છે. ત્યારે ગતરોજ સુરત જિલ્લાના કામરેજ ખાતે નેશનલ હાઇવે 48 પર આવેલ છે વિજય હોટલ. આ હોટલના માલિક છે ચતુર ભાઈ પટેલ. ગતરોજ હોટલના કાઉન્ટર પર બેસેલા હતા ત્યારે તે જ  વિસ્તારમાં રહેતો અને માથા ભાઈ ઇસમની છાપ ધરાવતો સાકો ભરવાડ પોતાના પાંચ જેટલા મળતિયા સાથે હોટલ પર આવ્યો હતો.

આ પણ વાંચો : સુરત : નામચીન ચિયા મલિકે રાત્રિ કર્ફ્યૂમાં B-Day ઊજવ્યો, Viral Videoએ પોલીસને કરી દોડતી, કાયદાની 'ઐસી કી તૈસી'

આ પણ વાંચો : સુરત : પોલીસકર્મી મહાવીરસિંહનો Viral Video, વૈભવીકારમાં આતશબાજી કરી ઊજવ્યો B-Day થયો વિવાદ

જોકે આ ઈસમ સાથે હૉટલ માલિક ચતુર ભાઈ ને માથાકૂટ ચાલતી હતી ત્યારે આ ઈસમ અને તેના સાગરિતોએ અચાનક આવેશમાં આવી જઈને હોટલ માલિકને માર મારવા લાગ્યા હતા અને જોત જોતામાં આ વર્તન ઉગ્ર થઇ ગયું હતું. જોકે આ મારામારી જોઈને હોટલમાં આવેલા ગ્રાહકો પણ એક સમયે વિચારમાં પડી ગયા હતા અને ત્યાંથી ચાલતી પકડી હતી.જોકે આ ઈસમો હોટલ માલિકને મારમારી હોટલના કાઉન્ટર માંર હેલા રૂપિયા 17 હજાર ની લૂંટ કરી ફરાર થઇ ગયા હોવાનો માલિકે આક્ષેપ કર્યો હતો. જોકે આ મારામારી અને લૂટની ઘટના હોટલના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. જોકે આ મામલે હોટલ માલિક આ મામલે  સાકા ભરવાડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા માટે કામરેજ પોલીસ મથકે પહોંચીને આ ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : 59 વર્ષના લાઇનમેનનો જુવાનડાઓને શરમાવે એવો Live Video, વાયર રીપેર કરવા તળાવમાં 100 ફૂટ જેટલું તરીને થાંભલે ચઢ્યા

આ પણ વાંચો :  જામનગર : યુવરાજસિહના મર્ડરના આરોપીઓ ઝડપાયા, હત્યાનું કારણ રેતીનો ધંધો

સાકો ભરવાડ હોટલ માલિકને હોટલ ચાલવા માટે મહિને રૂપિયા 25 હજાર હપ્તા પેટે આપવાની ધમકી આપ્યાની પણ હોટલ માલિકે આ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે, ત્યારે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આપીને પકડી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે.
Published by: Jay Mishra
First published: May 29, 2021, 12:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading