સુરત: 'રેપ ક્યા હોતા હૈ મેં તુજે બતાતા હું, તું મારી પાસે રહે હું તારા બધા શોખ પૂરા કરીશ,' પુત્રવધૂ સાથે સસરાની ગંદી બાત!


Updated: July 30, 2021, 7:39 AM IST
સુરત: 'રેપ ક્યા હોતા હૈ મેં તુજે બતાતા હું, તું મારી પાસે રહે હું તારા બધા શોખ પૂરા કરીશ,' પુત્રવધૂ સાથે સસરાની ગંદી બાત!
ફાઇલ તસવીર.

Surat news: સુરતમાં એક પુત્રવધૂએ પતિ અને સસરા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદીનો સસરો તેણી સાથે બીભત્સ વાત કરતો હતો અને અપહરણની ધમકી આપતો હતો.

  • Share this:
સુરત: મહિલાઓ પર અત્યાચારની ફરિયાદો સતત પોલીસ ચોપડે નોંધાતી રહે છે. હવે વધુ એક આવી ફરિયાદ નોંધાઈ છે. જેમાં પારિવારિક ઝઘડા (Family dispute)માં પતિ વીડિયો કૉલ કરી બદનામ કરવાની ધમકી આપતો હતો. એટલું જ નહીં, પરિણીતા સાથે તેના સસરાએ પણ બીભત્સ ભાષામાં વાત કરી હતી. સસરાએ પરિણીતાને રસ્તામાં અટકાવી કહ્યું હતું કે, "ચલ બેઠ ગાડી મેં, રેપ કયા હોતા હૈ મૈં તુજે બતાતા હું." સસરાએ પુત્રવધૂને કોર્ટ સંકુલમાં આવી વાત કરી તેણીનું અપહરણ કરવાની ધમકી (Kidnapping threat) પણ આપી હતી. આ મામલે પરિણીતાએ અડાજણ પોલીસ સ્ટેશન (Adajan police station)માં પતિ અને સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મહિલાઓ પર પારિવારિક અને સાસરિયા દ્વારા થતા અત્યાચારોમાં વધારો થયો છે. ત્યારે એક એવી ફરિયાદ સામે આવી છે જે સાંભળીને પોલીસ પણ એક સમય માટે વિચારમાં પડી ગઈ હતી. જેમાં એક મહિલાએ અન્ય કોઈ સામે નહીં પરંતુ પોતાના પતિ અને સસરા વિરુદ્ધ  ફરિયાદ કરી છે. ફરિયાદ પ્રમાણે સસરાએ પુત્રવધૂને બળાત્કારની ધમકી આપી હતી.

આ પણ વાંચો: વર્ષ પહેલા આ શેરને પોર્ટફોલિયોમાં સામેલ કરનારા રોકાણકારો થયા માલામાલ, નિષ્ણાતોએ આપી ખરીદીની સલાહ

સુરતના અડાજણ પાલ રોડ પર રહેતી 37 વર્ષીય પરિણીતા માર્ચ મહિનામાં મોપેડ પર ઘરે જતી હતી ત્યારે રસ્તામાં એલપી સવાણી રોડ પર શોરૂમ પાસે સસરાએ પુત્રવધૂને ઊભી રાખી હતી. સસરાએ તેની પુત્રવધૂને કહ્યું હતું કે, "ચલ બેઠ ગાડી મેં, રેપ ક્યા હોતા હૈ મૈં તુજે બતાતા હું. મારો છોકરો તને નહીં રાખે, તું મારી પાસે રહે. તું મને ખુશ રાખ તો હું તારા બધા શોખ પુરા કરીશ."

આ પણ વાંચો: પ્રેમ દિલ્હીવાળી સાથે અને નિકાહ યુપીવાળી સાથે! દિલ્હીની યુવતીએ બોયફ્રેન્ડના નિકાહ અટકાવ્યાં
આ પણ વાંચો: શું તમે પણ જન્મ દિવસે આવું કરો છો? વાંચો ચેતવણીરૂપ કિસ્સો, યુવતીની આંખમાંથી વહી લોહીની ધાર... 

બીજી બાજુ પરિણીતાનો પતિ વીડિયો કોલ કરી શર્ટ કાઢી, તારે કેટલા પૈસા જોઈએ? એમ કહી 200 અને બે હજારની નોટો ફેંકી બદનામ કરી નાખીશ, તું આત્મહત્યા કરી લઈશ, એવી ધમકી આપતો હતો. દરરોજની આવી ધમકીઓથી કંટાળીને અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ આ મામલે અડાજણ પોલીસ મથકમાં પતિ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: July 30, 2021, 7:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading