કામવાળી રાખતા પહેલા સાવધાન! સુરતમાં નોકરીના ચાર દિવસમાં જ 18 લાખની ચોરી કરી મહિલાઓ ફરાર


Updated: July 30, 2021, 6:00 PM IST
કામવાળી રાખતા પહેલા સાવધાન! સુરતમાં નોકરીના ચાર દિવસમાં જ 18 લાખની ચોરી કરી મહિલાઓ ફરાર
પ્રતિકાત્મક તસવીર

surat crime news: કામની શોધમાં લુમ્સ કારખાનેદારના ઘર સુધી પહોંચેલી બે કામવાળી મહિલાઓને ખાતેદારે કામ પર તો રાખી લીધી હતી. પરંતુ બંને કામવાળી મહિલાઓ એ માત્ર ચાર જ દિવસમાં પોત પ્રકાશ્ય હતું.

  • Share this:
સુરતઃ સુરત શહેરમાં (surat city news) અવારનવાર નોકર ચોરીના કિસ્સાઓ બનતા રહે છે. લોકો કામ પર તો રાખે છે પરંતુ તેના પૂરતા બાયોડેટા લેતા નથી. આવા લોકો માટે લાલ આંખ સમાન કિસ્સો ન્યુ સીટીલાઈટ (New Citylight) વસંત વિહાર સોસાયટીમાં બનાવ પામ્યો છે. કામની શોધમાં લુમ્સ કારખાનેદારના ઘર સુધી પહોંચેલી બે કામવાળી મહિલાઓને (Working women) ખાતેદારે કામ પર તો રાખી લીધી હતી. પરંતુ બંને કામવાળી મહિલાઓ એ માત્ર ચાર જ દિવસમાં પોત પ્રકાશ્ય હતું.

ખાતેદાર તેની પત્ની સાથે પુજાનો સામાન ખરીદી કરવા માટે બજારમાં ગયો હતો તે સમયે તકનો લાભ ઉઠાવી બંને નોકરાણીએ ઘરમાં કબાટમાંથી રોકડા રૂપિયા 1.78 લાખ તેમજ 16 લાખના દાગીના મળી કુલ રૂપિયા 18 લાખના મતાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જેથી આખરે બાદમાં ખાતેદારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે નોકર ચોરીનો ગુનો નોંધી તપાસ આદરી છે.

ન્યુ સીટીલાઈટ વસંત વિહાર સોસાયટીમાં રહેતા સંજયભાઈ જયવદન જરીવાલા ઉધના મગદલ્લા રોડ સોસીયો સર્કલ પાસે એસ.કે. ઈન્ડસ્ટ્રીઝમાં પાવર લુન્સનું ખાતુ ધરાવે છે. સંજયભાઈના મકાનમાં એક મહિના પહેલા નોકરાણી કામ છોડીને ચાલી ગઈ હતી અને તેઓ નોકરાણી શોધતા હતા.

આ પણ વાંચોઃ-બહાદુર વિનીતા ચૌધરીએ 30 પર્યટકોનો બચાવ્યો જીવ, પરંતુ પોતે પાણીના પ્રવાહમાં તણાઈ

આ પણ વાંચોઃ-Honor Killing: પ્રેમ લગ્નથી નારાજ હતો પિતા, પુત્રીને જન્મદિવસના બહાને ઘરે બોલાવી, હત્યા કરી નહેરમાં ફેંકી

તે દરમિયાન ગત તા 22મીના રોજ 35થી 40 વર્ષની કાજલ અને પિંકી નામની નોકરાણી તેમના ઘરે કામ પુછવા માટે આવતા બંનેને નોકરી પર રાખી લીધી હતી. આ દરમિયાન ગત તા 26મીના રોજ સવારે પોણા અગિયાર વાગ્યે સંજયભાઈ તેની પત્ની પીનલ સાથે પુજાનો સામાન ખરીદવા માટે ગયા હતા.આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશ

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ગીર સોમનાથના ઉનામાં ઊંઘતી બે બાળકીઓને સાપે ડંખ માર્યો, બે બહેનોના મોતથી પરિવાર શોકાતુર

દરમિયાન કાજલ અને પીક્રીએ મોકાનો ફાયદો ઉઠાવી કબાટમાંથી રોકડા 1.78 લાખ અને રૂપિયા 16.22 લાખના દાગીના મળી કુલ રૂપિયા 18 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પૂજાનો સામાન ખરીદી સંજય ઘરે આવતા તેમણે ચોરીની જાણ થઇ હતી.

જેથી તેઓએ આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરતા ખટોદરા પોલીસના સ્ટાફ સાથે અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેઓએ બંને નોકરાણી સામે નોકર ચોરીનો ગુનો નોંધી તપાસ આદરી હતી.
Published by: ankit patel
First published: July 30, 2021, 5:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading