સુરત : અસામાજિક તત્વો બેફામ, પતિ-પત્ની પર ઘાતક હથિયારથી હુમલો, ઘટના CCTV


Updated: May 16, 2021, 5:43 PM IST
સુરત : અસામાજિક તત્વો બેફામ, પતિ-પત્ની પર ઘાતક હથિયારથી હુમલો, ઘટના CCTV
ઘટનામાં ઘાયલ થનારા પતિ-પત્નીનીએ આજે સમગ્ર હકિકત પોતાના તરફથી જણાવી હતી.

હુમલો કરનાર શખ્સોને પોલીસ લઈ ગઈ હોવા છતાં ઢીલી કામગીરી કરી હોવાનો પરિવારનો આક્ષેપ, જુઓ સીસીટીવી વીડિયો

  • Share this:
સુરતમાં (Surat) ફરી એક વાર અસમાજિક તત્વોની (Mob Terror) દાદાગીરી સામે આવી છે. સુરતના ઉન વિસ્તારના સાયરન નગરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. અહીયા એક યુવાન પોતાના બાળક માટે દૂધ લેવા નીકળ્યો તે સમયે અચાનક તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે હુમલાની જાણકારી મળતા પોતાના પતિના બચાવ માટે દોડી ગયેલી મહિલાને પણ ઢોર મારમારવામાં આવ્યો હતો. જોકે, એક સમયે હુમલાને લઈને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે હુમલો કરવા માટે આવેલા લોકો પાસે ઘાતક હથિયાર હોવાને લઈને મારામારી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં (cctv Video) કેદ થઇ જતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

સુરતમાં અસામાજિક તત્તવોની દાદાગીરી સતત વધી રહી છે તેવામાં સુરતનો ઉન વિસ્તાર અસામાજિક તત્વોનું નવું ઠેકાણું બની રહ્યુ હોય તેવું લાગે રહ્યુ છે કારણ કે અહીંયા પણ અસમાજિક તત્વો બેફામ બનીને લોકો ને ગમે ત્યારે મારતા હોય છે, ત્યારે વધુ એક ઘટના સમયે આવતા સમગ્ર વિસ્તાર વિસ્તારમાં ભૈયાનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત શહેરના ઉન વિસ્તારના સાયરન નગરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે.

આ પણ વાંચો : સુરત : ડીંડોલીમાં પરિવાર સહિત ચાર ઉપર કટરથી જીવલેણ હુમલો, બબાલનો LIVE Video વાયરલ

સબીર શેખ નામના ઇસમો પોતાની દીકરી માટે દૂધ લેવા માટે બહાર નીકળ્યો હતો. દૂધ લઈને પરત ફરતી વખતે કેટલાક અસામાજિક તત્ત્વોએ તેના ઉપર એકાએક હુમલો કરી દીધો હતો. સબીર કઈ સમજે તે પહેલા તેના ઉપર ચપ્પુ વડે ત્યાંના લુખ્ખાતત્વો દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો. લેક્શન શેખ અને અખ્તર શેખ દ્વારા તેના ઉપર ચપ્પુથી હુમલો કર્યો હતો.હુમલામાં સબીર શેખ ઘાયલ થયો હતો. જૈયુદીન દ્વારા હથોડાથી હુમલો કરવામાં આવ્યો હતો. એકાએક થયેલા હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો જોકે પોતાના પતિ પાર હુમલાની ખબર પડતા પોતાના પતિને બચવા માટે દોડી ગયેલી પરણીતાને પણ આ અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવ્યો હતો જોકે આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી.

આ પણ વાંચો :  ખુશખબર! કાલથી સરકાર આપશે સસ્તું સોનું ખરીદવાની તક, 10 ગ્રામના ભાવ થયા નક્કી

હથિયારો વડે ખુલ્લેઆમ જાહેરમાં એક તરફી ફિલ્મી ઢબે છૂટાહાથની મારામારી જોવા મળી હતી. આ વિસ્તારમાં લુખ્ખાતત્વોનો આતંક કેટલી હદે વકરી ગયો છે તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ જણાય છે. જાણે આ અસામાજિક તતવોને કોઈપણ પ્રકારનો કાયદાનો ભય ન હોય તે રીતે હુમલો કરી રહ્યા હતા. જોકે આ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે
Published by: Jay Mishra
First published: May 16, 2021, 5:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading