રાજ્યમાં 77 IASની બદલી : 16 જિલ્લા કલેક્ટર, મહાનગરોનાં મનપા કમિશનર, DDOની મોટી ફેરબદલ

News18 Gujarati
Updated: June 19, 2021, 2:08 PM IST
રાજ્યમાં 77 IASની બદલી : 16 જિલ્લા કલેક્ટર, મહાનગરોનાં મનપા કમિશનર, DDOની મોટી ફેરબદલ
ગાંધીનગરથી છૂટ્યા બદલીના આદેશ, 77 અધિકારીઓની બદલી

Gujarat IAS Transfer : સુરત, રાજકોટ, વડોદરા, આણંદ, સહિત અનેક જિલ્લામાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરની બદલીના આદેશો, 77 અધિકારીઓની ફેરબદલ

 • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus) કેસ કાબૂમાં આવતા અને સરકાર કોરોના એડમિનિસ્ટ્રેશનમાંથી રાહતનો શ્વાસ લેતા રાજ્યના 26 IAS અધિકારીઓની બદલી બાદ વધુ 77 IAS  (77 IAS Transfer Orders)અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાતા રાજકોટ, જામનગર, સુરત, વડોદરા આણંદમાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ સચિવ કક્ષાએ મોટા ફેરબદલ થયા છે.

વાંચો બદલીની યાદી


 • ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ અંજુ શર્માને લેબર અને રોજગારના મુખ્ય સચિવ બનાવાયા

 • મહિસાગરના કલેક્ટર આર.ડી.બારડને વડોદરાના કલેક્ટર બનાવાયા

 • રાજકોટના કલેક્ટર રૈમ્યા મોહનને નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર બનાવાયા
 • એમ.એ.પંડ્યાને દ્વારકા જિલ્લાના કલેક્ટર બનાવાયા

 • નવસારીના કલેક્ટર અગ્રવાલને રાહત કમિશનર બનાવાયા

 • જામનગરના કલેક્ટર રવિ શંકરને સરદાર સરોવર નિગમના ચેરમને અને સ્ટેચ્યૂ ઑફ યુનિટીના મુખ્ય વહિવટદાર બનાવાયા

 • અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિલિપ કુમારન રાણાને આદિજાતિ વિકાસ વિભાગના કમિશનરનો સંપૂર્ણ ચાર્જ સોપાયો

 • આણંદના કલેક્ટર આર.જી. ગોહિલને ગીરસોમનાથના કલેક્ટર બનાવાયા


આ પણ વાંચો : ગુજરાત કેડરના વરિષ્ઠ IAS અધિકારીનું નિધન, PM મોદી-CM રૂપાણીએ શ્રદ્ધાંજલિ આપી

 • સુરતના કલેક્ટર ધવલકુમાર પટેલને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા

 • રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા કલેક્ટર તરીકે બદલી

 • એમ.વાય દક્ષિણી મહેસાણાના ડીડીઓની આણંદના કલેક્ટર તરીકે બદલી

 • ડૉ.રત્નાકંવરની ગાંધીનગર મનપા કમિશનરમાંથી સર્વ શિક્ષા
  અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે બદલી

 • કચ્છ-ભૂજના કલેક્ટર પ્રવિણા ડી.કેની પંચમહાલ-ગોધરા કલેક્ટર તરીકે બદલી

 • દાહોદ કલેક્ટર વિજય ખરા઼ડીની જામનગર મનપા કમિશનર તરીકે બદલી

 • પાટણના ડીડીઓ ડી.કે. પાખેની વડોદરા મનપાના રિજનલ કમિશનર તરીકે બદલી

 • દેવભૂમિ દ્વારકાના કલેક્ટર નરેન્દ્રકુમાર મીણાની અરવલ્લી મોડાસાના કલેક્ટર તરીકે બદલી


આ પણ વાંચો : રાજકોટ : હોટલ પાર્ક ઈનમાંથી કૂટણખાનું ઝડપાયા બાદ માલિક અને લોકલ પત્રકારની ધરપકડ

 • રાજકોટના ડે.મનપા કમિશનર પ્રજાપતિની આણંદના ડીડીઓ તરીકે બદલી

 • ખેડા નડિયાદના ડીડીઓ કેલ. બછાનીની ખેડા નડિયાદ કલેક્ટર તરીકે બદલી

 • ગીરસોમનાથના કલેક્ટર અજય પ્રકાશની સ્વાસ્થ્ય અને શિક્ષણ વિભાગના ચીફ પર્સનલ ઓફિસર તરીકે બદલી

 • જૂનાગઢના કલેક્ટર ડૉ.પારધીની જામનગરના કલેક્ટર તરીકે બદલીૉ

 • અમરેલીના કલેક્ટર આયૂષ ઓકની સુરતના કલેક્ટર તરીકે બદલી

 • સુરેન્દ્રનગરના કલેક્ટર કે.રાજેશની ગૃહ વિભાગના સંયુક્ત સચિવ તરીકે બદલી
 • છોટાઉદેપુરના કલેક્ટર મયાત્રાની કચ્છભૂજના કલેક્ટર તરીકે બદલી
  પીજીવીસીએલના એમડી શ્વાત તેઓતિયાની અરવલ્લી મોડાસાના ડીડીઓ તરીકે બદલી

 • ડાંગના ડીડીઓ વઢવાણિયાની કલેક્ટર તાપી તરીકે બદલી

 • અરવલ્લી મોડાસાના કલેક્ટર ઓરંગાબાદકરની સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે બદલી


આ પણ વાંચો : મહિલા કંડક્ટર સાથે ગેરવર્તણૂકની Viral Audio ક્લિપ, 'તારી પાસે જગ્યા હોય તો કહેજે, દૂધમાં સાકર ભળે એમ...'

 • પંચમહાલ ગોધરાના કલેક્ટર અમિત અરોરાની રાજકોટ મનપા કમિશનર તરીકે બદલી

 • બોટાદના કલેક્ટર વિશાલ ગુપ્તાની અગ્રવિકાસ કમિશનર તરીકે બદલી

 • ભાવનગરના કલેક્ટર મકવાણાના અમરેલી કલેક્ટર તરીકે બદલી

 • જૂનાગઢ મનપા કમિશનર સુમેરાની બોટાદ કલેક્ટર તરીકે બદલી

 • વડોદરાના ડીડીઓ કિરણ ઝવેરીની રાજ્ય વેરા વિભાગના અગ્ર કમિશનર તરીકે બદલી

 • અમદાવાદના ડીડીઓ મહેશ બાબુની રાજકોટ કલેક્ટર તરીકે બદલી

Published by: Jay Mishra
First published: June 19, 2021, 12:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading