મહિલાના બેડરૂમમાંથી આવતી હતી ભયંકર દુર્ગંધ, આખરે પલંગની નીચેથી મળી આ ઘૃણાસ્પદ વસ્તુ

News18 Gujarati
Updated: August 21, 2021, 11:15 PM IST
મહિલાના બેડરૂમમાંથી આવતી હતી ભયંકર દુર્ગંધ, આખરે પલંગની નીચેથી મળી આ ઘૃણાસ્પદ વસ્તુ
બેડરૂમ નીચે ગટર

મહિલાએ પોતાના માટે જે પ્રોપર્ટી ખરીદી હતી તે લગભગ 400 વર્ષ જૂની હતી. મહિલાને તેના બેડરૂમમાંથી ઘણી વખત દુર્ગંધ આવતી હતી. રૂમમાં ઘણી શોધખોળ કર્યા પછી પણ તેને ખબર ન પડી કે દુર્ગંધ ક્યાંથી આવી રહી

  • Share this:
કોઈપણ જૂનું ઘર (Renovation of House) ખરીદ્યા પછી, તેમાં કેટલાક ફેરફારોની જરૂરિયાત દરેક ઘરના માલિક (House Owner) દ્વારા અનુભવાય છે. બ્રિટન (London, United Kingdom) ની એક મહિલા પણ તેના પરિવાર સાથે 16 મી સદીમાં બનેલા એક ઘરમાં શિફ્ટ થઈ, પછી તેને અહીં કંઈક ખૂબ જ વિચિત્ર (Weird Thing in House) મળી.

યુનાઇટેડ કિંગડમમાં મહિલાએ પોતાના માટે જે પ્રોપર્ટી ખરીદી હતી તે લગભગ 400 વર્ષ જૂની હતી. આવી સ્થિતિમાં, પરિવારના સભ્યોએ ઘરના નવીનીકરણનો નિર્ણય લીધો. આ દરમિયાન મહિલાને ઘરના બેડરૂમમાંથી દુર્ગંધ આવતી હતી. આની પાછળનું કારણ તેણે ખુબ શોધ્યું પણ ક્યારેય મળ્યું નથી, પરંતુ ત્યારબાદ તેણે બેડરૂમનો કાર્પેટ ઉખાડી નાખ્યો, તો ઝડપથી સમજી ગઈ કે ગંધ ક્યાંથી આવી રહી છે.

દુર્ગંધનું રહસ્ય પલંગની નીચે જ હતું

ઓનલાઈન સાઇટ મિરરમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, મહિલાને તેના બેડરૂમમાંથી ઘણી વખત દુર્ગંધ આવતી હતી. રૂમમાં ઘણી શોધખોળ કર્યા પછી પણ તેને ખબર ન પડી કે દુર્ગંધ (Weird Thing In Home) ક્યાંથી આવી રહી છે. છેવટે, જ્યારે મહિલાએ રિનોવેશન દરમિયાન તેના પલંગ નીચે કાર્પેટ ઉખાડવાનો નિર્ણય લીધો, ત્યારે તેને કંઈક એવું મળ્યું જે જોઈ તે આશ્ચર્યચકિત થઈ ગઈ. મહિલાને કાર્પેટ નીચે મેનહોલ મળ્યો, જે આગળ જઈ ગટરમાં ખુલે છે. મહિલાનું કહેવું છે કે, જ્યારે તેણે તેની અંદર જોયું તો દ્રશ્ય ઘણું જ ઘૃણાસ્પદ હતું. ત્યાં ગંદકી તરતી હતી. આ જ કારણ હતું કે, તેના બેડરૂમમાંથી સતત દુર્ગંધ આવતી હતી.

આ પણ વાંચો'મૂંછે હો તો ઠાકુર જૈસી', 20 વર્ષથી નથી કપાવી, મૂંછના જતન માટે દર મહિને ખર્ચે છે 1300 રૂપિયા

સ્ટોરી સોશિયલ મીડિયા પર શેર કરીમહિલાએ આ આખી વાર્તા ટિકટોક પર શેર કરી. સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ લોકોએ તેને જોવાનું શરૂ કર્યું અને પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ. મહિલાએ લખ્યું છે કે, તેણીને બિલકુલ અપેક્ષા નહોતી કે તેનો બેડરૂમ ડ્રેનેજ પર બનાવવામાં આવ્યો હતો. હવે લોકો આ ઘટના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 35 હજારથી વધુ લોકોએ તેને પસંદ કર્યું છે. કોઈએ કહ્યું છે કે, આ નરક જોયા પછી, તે ઘર છોડી દેશે, જ્યારે એક યુઝરે મહિલા સાથે મજાક કરી કે, તે મેનહોલને કાચથી ઢાંકી શકે છે અને તેના પર એલઇડી લાઇટ લગાવીને તેનો ઉપયોગ કરી શકે છે.
Published by: kiran mehta
First published: August 21, 2021, 11:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading