પતિની 'ખુશી' માટે પત્ની શોધી રહી છે 3 ગર્લફ્રેન્ડ, 32 હજાર સેલેરી પણ આપશે


Updated: August 4, 2022, 6:51 PM IST
પતિની 'ખુશી' માટે પત્ની શોધી રહી છે 3 ગર્લફ્રેન્ડ, 32 હજાર સેલેરી પણ આપશે
પતિ માટે ત્રણ ગર્લફ્રેન્ડ શોધી રહી છે પત્ની

દર મહિને 32 હજાર સેલેરી પણ આપશે અને ગર્લફ્રેન્ડ બનતા પહેલા આ મહિલાઓએ HIV ટેસ્ટ કરાવવો પડશે

  • Share this:
દિલ્હી: એક પત્ની પોતાના પતિ (husband) ને ‘ખુશી’ માટે એક અન્ય સ્ત્રીને તેમના સંબંધની વચ્ચે લઈ આવી છે. તેણે સોશિયલ મીડિયા (Social media) પર જાહેરાત આપીને કહ્યું હતું કે, તે પતિ માટે ત્રણ ગર્લફ્રેન્ડ (girlfriend) શોધી રહી છે. મહિલાએ જણાવ્યું હતું કે, તે ગર્લફ્રેન્ડને દર મહિને 32 હજાર સેલેરી પણ આપશે અને કહ્યું કે ગર્લફ્રેન્ડ બનતા પહેલા આ મહિલાઓએ HIV ટેસ્ટ કરાવવો પડશે.

પતિ પત્નીના સંબંધોમાં ત્રીજી વ્યક્તિની એન્ટ્રીથી સંબંધમાં તિરાડ આવી જતી હોય છે. પરંતુ એક પત્નીએ પોતે પતિની ‘ખુશી’ માટે અન્ય મહિલાને તેમના સંબંધમાં સામેલ કરી છે. સોશિયલ મીડિયા પર આ પત્નીની વાત ખુબ ચર્ચામાં છે. તેણે જાહેરાત આપીને પતિ માટે ત્રણ ગર્લફ્રેન્ડ શોધી રહી હોવાનું એલાન કર્યું હતું. અત્યારે તેણે એક ગર્લફ્રેન્ડ શોધી લીધી છે અને હજી આ કામ માટે બે પોસ્ટ ખાલી છે.

44 વર્ષની પત્થીમા એ જાહેરાત કરી હતી કે તેને એવી મહિલાઓની શોધ છે, જે તેના પતિને ખુશ રાખી શકે અને તેના કામમાં પણ મદદ કરી શકે. તેના બદલામાં ગર્લફ્રેન્ડને 32000 રૂપિયા પ્રતિ માસ સેલરી પણ મળશે.

Thaigarના અહેવાલ મુજબ પત્થીમાએ આ બાબત એક tiktok વિડીયો જાહેર કરીને જણાવી છે. આ પહેલા તેણે પોતાના વિડીયોમાં કહ્યું છે કે તેને ત્રણ મહિલાઓની તલાશ છે, જે તેના પતિ બાળકો અને ઘરની સારસંભાળ કરી શકે.

પત્થીમાએ કહ્યું હતું કે અપ્લાય કરનારી મહિલાઓએ HIV ટેસ્ટ કરાવવો જરૂરી છે. તેમની ઉંમર 30થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. તેમની પાસે હાઇસ્કુલ કે સ્નાતક ડિગ્રી હોવી જોઈએ. મહિલાઓનું રહેવા ખાવાનું મફત હશે. પત્થીમાનો આ ચિત્રવિચિત્ર જોબ ઓફર કરવા વાળો વિડીયો થાઇ(THAI) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

આ પણ વાંચો: ગુજરાતની હનીગર્લે વેપારીના ન્યૂડ ફોટો અને વીડિયો બનાવી લીધો, પછી...પતિ માટે પહેલી ગર્લફ્રેન્ડ મળી ગઈ

પત્થીમાનું કહેવું છે કે તે ડિપ્રેશનનો સામનો કરી રહી છે અને પતિને ખુશ રાખી શકતી નથી. આ વિડીયોમાં તે કહે છે કે તેમના પરિવારમાં હવે પતિ સાથે તેની ‘નાની પત્ની’ પણ સામેલ થશે. અમે એક સાથે એક જ ઘરમાં રહીશું, સાથે જમીશું અને એકબીજાનું ધ્યાન રાખીશું.

પત્થીમા આગળ જણાવે છે કે હું ખાતરી આપું છું કે અમારી વચ્ચે કોઈ લડાઈ થશે નહીં. હું મારા પતિને એ પસંદ કરવાની આઝાદી આપું છું કે તેઓ કોની સાથે સુવા અને રહેવા માંગે છે.

પત્થીમાએ દાવો કર્યો છે કે તે પોતાના પતિ માટે બીજી મહિલાઓને કામ પર રાખવા માટે ગંભીર છે. તેને જણાવ્યું હતું કે તે હેલ્થ પ્રોબ્લેમનો સામનો કરી રહી છે અને તેને રોજ ઉંઘની ગોળીઓ લેવી પડે છે અને જલ્દી સૂઈ જવું પડે છે. તે તેના પતિની એક સામાન્ય પત્નીની જેમ પસાર સંભાળ કરી શકતી નથી.

જોકે સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ આને પત્થીમાનો ફેમસ થવાનો સ્ટંટ ગણાવે છે, જ્યારે કેટલાક યુઝર્સ આને મનોરંજન માટે બનાવેલો વિડીયો કહે છે. પરંતુ પત્થીમા આ એક ગંભીર બાબત હોવાનું કહે છે.
First published: August 4, 2022, 6:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading