VIRAL VIDEO: નેતાના પુત્રએ ચાલું સ્કોર્પિયો કારમાં છત પર ચડીને કર્યા સ્ટંટ

News18 Gujarati
Updated: March 11, 2021, 6:48 PM IST
VIRAL VIDEO: નેતાના પુત્રએ ચાલું સ્કોર્પિયો કારમાં છત પર ચડીને કર્યા સ્ટંટ
VIRAL VIDEO: નેતાના પુત્રએ ચાલું સ્કોર્પિયો કારમાં છત પર ચડીને કર્યા સ્ટંટ

યુવાન હાઇવે પર ચાલું સ્કોર્પિયો કારમાં ડ્રાઇવિંગ સીટમાંથી બહાર આવીને કારની ઉપર પુશ અપ્સ કરતો જોવા મળ્યો

  • Share this:
ફિરોઝાબાદ : ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં (Firozabad)સમાજવાદી પાર્ટીના (Samajwadi Party)એક નેતાના પુત્રનો સ્કોર્પિયો ગાડી પર સ્ટંટ કરતો વીડિયો વાયરલ (Viral Video)થયો છે. વીડિયો વાયરલ થયા પછી પોલીસે સખત એક્શન લેતા ગાડીને મેમો આપ્યો છે અને યુવક, તેના પિતાને સ્ટેશનમાં બોલાવ્યા છે. આ મામલાને ઘણી ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને ટ્રાફિક સબ ઇન્સપેક્ટરે દંડ ફટકાર્યો છે. એસએસપીનું કહેવું છે કે ગાડીના માલિક અને તેમના પુત્રને બોલાવીને સમજાવવામાં આવશે. આ કાનૂનનો ભંગ તો છે જ પણ સાથે સાથે પોતાના અને બીજાના જીવન સાથે ખીલવાડ પણ છે.

ફરીદા મિતાલવી ગામના રહેવાસી ઉજ્જવલ યાદવે સ્કોર્પિયો ગાડી પર ડ્રાઇવિંગ કરતા સ્ટંટ બતાવ્યો હતો. યુવાન હાઇવે પર ચાલું સ્કોર્પિયો કારમાં ડ્રાઇવિંગ સીટમાંથી બહાર આવીને કારની ઉપર પુશ અપ્સ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો વાયરલ કર્યો હતો. આ સિવાય બીજા પણ વાયરલ વીડિયો થયા છે, જેમાં જોવા મળે છે કે તે ગાડીની છત પર બેઠો છે અને ગાડી ડ્રાઇવર વગર ચાલી રહી છે. વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ લોકોએ શેર કરવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો - આનંદો.. આ રાજ્યોમાં 25 રૂપિયા સુધી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ! જાણો કેવી રીતે


મામલાની જાણ પોલીસને થઈ તો તેને ગંભીરતાથી લેવામાં આવી હતી. ટ્રાફિક સબ ઇન્સપેક્ટર રામ બાબુ ગૌતમે કહ્યું હતું કે આ નંબરની ગાડીનું ચાલાન વીડિયોના આધારે કરવામાં આવ્યું છે. આ ગાડી સમાજવાદી પાર્ટીના નેતા કૃષ્ણ મુરારી યાદવની છે. જે જસરાના વિસ્તારના ફરિદા મિલાવલી ગામમાં રહે છે. તેમનો પુત્ર ગાડી ચલાવી રહ્યો હતો.

વરિષ્ઠ પોલીસ અધિક્ષકે કહ્યું કે વીડિયો અમારી ધ્યાનમાં આવ્યો છે, જેમાં યુવક સ્કોર્પિયો કારની છત પર પુશ અપ લગાવી રહ્યો છે. 2500 રૂપિયા દંડ કરવામાં આવ્યો છે. આ ગાડીના માલિક અને અને તેમના પુત્રને સ્ટેશને બોલાવવામાં આવ્યા છે.
Published by: Ashish Goyal
First published: March 11, 2021, 6:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading