યુવક ટાંકી પર ચડીને કરી રહ્યો હતો સ્ટંટ, ફિલ્મી સ્ટાઇલમાં ઉતરતા પટકાયો, જુઓ લાઇવ video

News18 Gujarati
Updated: December 3, 2021, 6:26 PM IST
યુવક ટાંકી પર ચડીને કરી રહ્યો હતો સ્ટંટ, ફિલ્મી સ્ટાઇલમાં ઉતરતા પટકાયો, જુઓ લાઇવ video
શિવપુરીના ગ્રામીણ વિસ્તારમાં ટાંકી પરથી પડી રહેલા યુવકનો વીડિયો વાયરલ (viral video)થઇ રહ્યો છે

viral video - યુવક પ્રખ્યાત થવાના ચક્કરમાં ટાંકી પર ચડીને વીડિયો બનાવતો હતો

  • Share this:
ગ્વાલિયર/શિવપુરી : મધ્ય પ્રદેશના (madhya pradesh)શિવપુરીના ગ્રામીણ વિસ્તારમાં ટાંકી પરથી પડી રહેલા યુવકનો વીડિયો વાયરલ (viral video)થઇ રહ્યો છે. યુવક પ્રખ્યાત થવાના ચક્કરમાં ટાંકી ( water tank)પર ચડીને વીડિયો બનાવતો હતો. ત્યાંથી નીચે પડ્યો હતો. યુવકને સારવાર માટે શિવપુરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગંભીર હાલત જોઇને તેને ગ્વાલિયર (gwalior)ખસેડવામાં આવ્યો હતો. ગામના લોકોના જણાવ્યા પ્રમાણે અશોક આ રીતે વીડિયો બનાવતા પહેલા પણ જોવા મળ્યો છે. પરિવારજનો અને લોકો ઘણી વખત સમજાવતા હતા પણ તે કોઇની વાત માનતો ન હતો.

જાણકારી પ્રમાણે શિવપુરી જિલ્લાના લુધાવલીમાં રહેતા અશોક રાઠોરને સ્ટંટ કરવાનો શોખ છે. તે સ્ટંટ કરવા માટે પાણીની ટાંકી પર ચડ્યો હતો. તે સમયે તેની પત્ની આવી હતી અને તેને ઘરે લઇ ગઈ હતી. જોકે બપોરે અશોક ફરી ટાંકી પર ચડીને સ્ટંટ કરવા લાગ્યો હતો. આ દરમિયાન નીચે ઉભેલા યુવક તેનો વીડિયો બનાવી રહ્યા હતા. વીડિયો બનાવવાના ચક્કરમાં તેનું બેલેન્સ બગડી ગયું હતું અને પછી જમીન પર પડ્યો હતો. અશોકની ટાંકી પરથી પડવાની ઘટના મોબાઇલમાં કેદ થઇ ગઈ છે.

આ પણ વાંચો - ભારતનું એવું ગામ જ્યાં પોલીસની એન્ટ્રી પર છે પ્રતિબંધ, ઘરેથી ભાગેલા પ્રેમી યુગલ માટે પરફેક્ટ સ્થળઆ પણ વાંચો - લગ્નના બે દિવસ પછી યુવકે કરી આત્મહત્યા, દૂલ્હનની મહેંદી પણ સુકાઇ નથી

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે યુવક પહેલા ટાંકીના ઉપરના ભાગમાં જાય છે અને પછી ત્યાંથી લપસીને નીચે આવે છે. અહીંથી એક પગ નીચે રાખવાનો પ્રયત્ન કરે છે. જોકે પગ યોગ્ય સ્થાને રહેતો નથી અને યુવકનું બેલેન્સ બગડી જાય છે. તે સીધો નીચે પડે છે. ગામના લોકોએ જણાવ્યું કે અશોક હંમેશા સ્ટંટ કરતો હતો. જોકે આ વખતે પ્રખ્યાત થવાના ચક્કરમાં બેલેન્સ બગડ્યું અને નીચે પડ્યો હતો. નીચે પડતા જ અશોક બેભાન થઇ ગયો હતો. તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
Published by: Ashish Goyal
First published: December 3, 2021, 6:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading