UP: બારાબંકીમાં ભીષણ માર્ગ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 18 મુસાફરોનાં મોત

News18 Gujarati
Updated: July 28, 2021, 7:23 AM IST
UP: બારાબંકીમાં ભીષણ માર્ગ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 18 મુસાફરોનાં મોત
Barabanki Road accident: ડબલ ડેકર બસ બગડી ગઈ હોવાથી રસ્તા કિનારે ઊભી હતી ત્યારે જ ટ્રકે પાછળથી આવીને જોરદાર ટક્કર મારી

Barabanki Road accident: ડબલ ડેકર બસ બગડી ગઈ હોવાથી રસ્તા કિનારે ઊભી હતી ત્યારે જ ટ્રકે પાછળથી આવીને જોરદાર ટક્કર મારી

  • Share this:
અનિરુદ્ધ કુમાર, બારાબંકી. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બારાબંકી (Barabanki)માં મોડી રાત્રે એક કંપાવી દેનારો માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. લખનઉ-અયોધ્યા હાઇવે (Lucknow-Ayodhya Highway) પર રોડ કિનારે એક ખરાબ થયેલી ડબલ ડેકર બસમાં લખનઉ તરફ જઈ રહેલા ટ્રેલરે જોરદાર ટક્કર મારી દીધી. આ બસમાં સવાર અને તેની નીચે સૂઈ રહેલા લોકો તેને ઝપટમાં આવી ગયા. ટક્કર એટલી જોરદાર હતી કે દુર્ઘટનામાં લગભગ 18 લોકોનાં કરૂણ મોત થયા છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સીએચસી પર પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારબાદ ગંભીર રીતે ઘાયલોને ટ્રોમા સેન્ટર લખનઉ રેફર કરવામાં આવ્યા છે.

આ દુર્ઘટના રામસનેહીઘાટ પોલીસ સ્ટેશનની હદમાં લખનઉ-અયોધ્યા હાઇવે પર કલ્યાણી નદીના પુલ પર થયો. મળતી જાણકારી મુજબ, પુલ પર ખરાબ થઈને ઊભી રહેલી ડબલ ડેકર બસમાં લખનઉ તરફ જઈ રહેલા ટ્રક-ટ્રેલરે જોરદાર ટક્કર મારી દીધી. તેના કારણે બસમાં સવાર અને તેની નીચે સૂઈ રહેલા લોકો ઝપટમાં આવી ગયા. ટક્કર એટલી જોરદાર હતી કે 11 મુસાફરોનાં ઘટનાસ્થળે જ મોત થઇ ગયા. જ્યારે અનેક લોકોને જિલ્લા હૉસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ મોત થયા. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોનાં મોત થયા છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે સ્થાનિક લોકોની મદદથી લાશોને હાઇવેથી હટાવી અને ઘાયલોને હૉસ્પિટલ મોકલ્યા.

આ પણ વાંચો, LPG સિલિન્ડર રિફિલ કરાવવામાં ચાલશે ગ્રાહકોની મરજી, મોદી સરકારે શરૂ કરી નવી સુવિધાહરિયાણાથી બિહાર જઈ રહી હતી બસ

પ્રાઇવેટ ટ્રાવેલ્સની આ ડબલ ડેકર બસ હરિયાણાથી બિહાર જઈ રહી હતી. ત્યારે કલ્યાણી નદીની પાસે બસ ખરાબ થઈ ગઈ. મળતી જાણકારી મુજબ, એક્સેલ તૂટી જવાના કારણે બસ ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ મુસાફરો બસમાંથી નીચે ઉતરીને નીચે, આગળ અને આસપાસ સૂઈ ગયા. આ દરમિયાન લખનઉ તરફથી આવી રહેલી ટ્રકે બસને જોરદાર ટક્કર મારી. તેના કારણે ઘટનાસ્થળે જ 11 લોકોનાં મોત થઈ ગયા.

આ પણ વાંચો, શું Fastag માટે દર મહિને આપવો પડે છે ચાર્જ? જાણો આવા જ અન્ય સવાલોના જવાબ


અનેક કિલોમીટર સુધી ટ્રાફિકજામ

દુર્ઘટના બાદ ટ્રકચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. દુર્ઘટના બાદ હાઇવે પર વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ. તેના કારણે લગભગ અનેક કિલોમીટર સુધી લાંબો જામ થઈ ગયો. દુર્ઘટનાના થોડા સમય બાદ જ વરસાદ પડવાનો શરૂ થઈ ગયો. બારાબંકી એસપી યમુના પ્રસાદ, એસડીએમ જિતેન્દ્ર કટિયાર અને સીઓ પંકજ સિંહના નેતૃત્વમાં વરસાદની વચ્ચે પોલીસે સ્થાનિકોની મદદથી લાશોને બહાર કાઢી અને ઘાયલોને હૉસ્પિટલ પહોંચાડ્યા.
Published by: Mrunal Bhojak
First published: July 28, 2021, 6:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading