Tamil Nadu Military Chopper Crashes: CDS બિપિન રાવતને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ, જુઓ ઘટનાસ્થળનો વીડિયો

News18 Gujarati
Updated: December 8, 2021, 3:05 PM IST
Tamil Nadu Military Chopper Crashes: CDS બિપિન રાવતને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ, જુઓ ઘટનાસ્થળનો વીડિયો
. અધિકારીઓએ માહિતી આપી છે કે, અત્યાર સુધીમાં ત્રણ અધિકારીઓને બચાવી લેવામાં આવ્યા છે.

Army helicopter crash: અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

  • Share this:
Army helicopter crash : ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત (CDS Bipin Rawat), તેમના પત્ની સહિત સેનાના વરિષ્ઠ અધિકારીઓને લઈ જતું હેલિકોપ્ટર તમિલનાડુમાં ક્રેશ (helicopter crash) થઇ ગયુ છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ સાથે મળતી માહિતી પ્રમાણે, હેલિકોપ્ટરમાં લગભગ 14 લોકો હતા. યાત્રીઓમાં સીડીએસ રાવતની પત્નીનું નામ પણ સામેલ છે. અધિકારીઓએ માહિતી આપી છે કે, અત્યાર સુધીમાં ત્રણ અધિકારીઓને બચાવી લેવામાં આવ્યા છે. ઘાયલોને નીલગીરીની છાવણીમાં લઈ જવામાં આવ્યા છે.

આ દૂર્ઘટનામાં તપાસના આદેશ અપાયા છે

મળતી માહિતી પ્રમાણે, હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા, જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની, સંરક્ષણ સહાયકો, સુરક્ષા કમાન્ડો અને એરફોર્સના પાઇલટ્સનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેનાએ અકસ્માત પછી તરત જ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, CDS જનરલ બિપિન રાવતને લઈ જતું IAF Mi-17V5 હેલિકોપ્ટરનો આજે તામિલનાડુના કુન્નર નજીક અકસ્માત થયો છે. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.




હેલિકોપ્ટરમાં સવાર નવ લોકોના નામ સામે આવ્યા છે

આ હેલિકોપ્ટમાં જનરલ બિપિન રાવત, મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિદ્દર, લે.ક.હરજિંદર સિંહ, નાયક ગુરુસેવક સિંહ નાયક, જીતેન્દ્ર કુમાર, લાન્સ નાયક વિવેક કુમાર, લાન્સ નાયક બી.સાઈ તેજા, હાવ સતપાલ સવાર હતા.
Published by: Kaushal Pancholi
First published: December 8, 2021, 3:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading