ઘર પર થયેલા હુમલા પર બોલ્યા સલમાન ખુર્શીદ- હિન્દુત્વ, ISIS કે બોકો હરામ હોઈ શકે છે હુમલાખોર

Riya Upadhay | News18 Gujarati
Updated: November 16, 2021, 1:35 PM IST
ઘર પર થયેલા હુમલા પર બોલ્યા સલમાન ખુર્શીદ- હિન્દુત્વ, ISIS કે બોકો હરામ હોઈ શકે છે હુમલાખોર
ફાઇલ તસવીર

ન્યૂઝ18 સાથે વાત કરતાં વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદ (Salman Khurshid)એ કહ્યું કે, "અમે કહ્યું હતું કે આ બધા ખરાબ છે. બની શકે કે બોકો હરામ (Boko Haram)ને કદાચ ખરાબ લાગ્યું હશે કે મેં આવું કેમ કહ્યું." કોંગ્રેસ (Congress) નેતાએ પુનરાવર્તન કર્યું હતું કે, 'જે પણ ધર્મનો દુરુપયોગ કરે છે તે ખરાબ છે અને તેના માટે આપણા બંધારણમાં કોઈ સ્થાન નથી.'

  • Share this:
નવી દિલ્હી. કોંગ્રેસ (Congress)ના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદે કહ્યું છે કે ઉત્તરાખંડ (Uttrakhand)ના નૈનિતાલ (Nainital)માં સતખોલ (Satkhol)માં થયેલા ગૃહ હુમલા પાછળ બોકો હરામનો હાથ હોઈ શકે છે. ISIS હોઈ શકે છે. હિન્દુત્વ હોઈ શકે છે. ત્રણમાંથી કોણ છે તે પસંદ કરી લો. પાકિસ્તાન હોય શકે છે, પાકિસ્તાન (Pakistan)ના નારા લાગ્યા હતા તેથી પાકિસ્તાન પણ હોઈ શકે છે."

ન્યૂઝ18 ઇન્ડિયા સાથે વાત કરતાં ખુર્શીદે કહ્યું હતું કે 'અમે કહ્યું હતું કે આ બધા ખરાબ છે. મેં આવું કેમ કહ્યું તે અંગે બોકો હરામને કદાચ ખરાબ લાગ્યું હશે." કોંગ્રેસ નેતાએ પુનરાવર્તન કર્યું હતું કે, 'જે પણ ધર્મનો દુરુપયોગ કરે છે તે ખરાબ છે અને તેના માટે આપણા બંધારણમાં કોઈ સ્થાન નથી.' આ હુમલા અંગે ખુર્શીદે કહ્યું હતું કે પોલીસનું કામ શોધવાનું છે અને તેમની તરફથી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.

ખુર્શીદને હુમલા માટે જવાબદાર લોકો વિશે પૂછતા કહ્યું કે 'હિન્દુત્વના કોન લોકો છે. તેમણે તો કહ્યું નથી કે અમે નથી કર્યું. હુમલાખોરો કાં તો જવાબદારી લે છે અથવા કહે છે કે અમે નથી કર્યું. આ કોણે કર્યું? મેં એ પણ નથી કહ્યું કે કયા પક્ષનો ધ્વજ દેખાય છે." ખુર્શીદે કબૂલ્યું કે તોડફોડ તેમના પુસ્તકને કારણે થઈ હતી. જણાવી દઈએ કે, તેમના પુસ્તકમાં તેમણે હિન્દુત્વની તુલના બોકો હરામ અને આઇએસઆઇએસ જેવી સંગઠનો સાથે કરી હતી.

આ પણ વાંચો: Bharuch ના ધર્માંતરણ મામલે તપાસ કરી પોલીસે 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી

તેઓ સમજી જશે કે હિન્દુત્વનું શું થશે: ખુર્શીદ
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, તેઓ સમજી જશે કે હિન્દુત્વનું શું થશે. જ્યારે પણ સનાતન ધર્મના લોકોએ જે ચાદર ઓઢેલી છે તે ખુલ્લી પડશે ત્યારે સત્ય બહાર આવશે. આજે સત્ય બતાવવામાં આવ્યું છે અને આગળ પણ સત્યને બતાવવાનું ટાળી શકીએ નહીં." તેમણે કહ્યું કે હિન્દુત્વની રક્ષા, હિન્દુ ધર્મનું રક્ષણ કરવા અને હિન્દુ ધર્મને ઉન્નત કરવાની લડાઈ ચાલુ રહેશે.આ પણ વાંચો: તેલંગાણાના CMને પગે લાગીને ચર્ચામાં આવેલા IASએ રાજીનામું આપ્યું, TRSમાં સામેલ થઈ શકે છે

હિન્દુત્વ પર નિવેદનો અને ચર્ચાઓને લઈને કોંગ્રેસને ચૂંટણી નુકસાનના પ્રશ્ન પર ભૂતપૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, ભૂતકાળમાં નુકસાન થયું હતું ત્યારે કોઈ પુસ્તક નહોતું. નુકસાન કેવી રીતે થયું? અગાઉ જે નુકસાન થયું હતું તેનો જવાબ આપવાનો છે. ઉલ્લેખનીય છે કે સોમવારે ખુર્શીદના ઘર પર કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. ખુર્શીદની ઓફિસથી મળેલી માહિતી મુજબ તેમના ઘરમાં હિન્દુત્વવાદી સંગઠનોએ આગ લગાડી, તોડફોડ કરી હતી અને તેમના પુસ્તકના વિરોધમાં તોડફોડ કરીને આગ ચાંપી દેવામાં આવી હતી.
Published by: Riya Upadhay
First published: November 16, 2021, 1:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading