Republic Day: Jammu Kashmir પોલીસને શા માટે મળ્યા સૌથી વધુ વીરતા પુરસ્કાર, ગૃહમંત્રી અમિત શાહે કર્યો ખુલાસો
News18 Gujarati Updated: January 26, 2022, 8:39 PM IST
અમિત શાહ ફાઈલ તસવીર
Gallantry Awards, Jammu Kashmir: આતંકવાદ વિરોધી અભિયાનમાં શહીદ થયેલા જમ્મુ-કાશ્મીર પોલીસ (Jammu-Kashmir police) અધિકારી બાબુ રામની પત્નીને ભારતના સર્વોચ્ચ શાંતિકાલિન વીરતા પુરસ્કાર અશોક ચક્ર (Ashok Chakra)થી સન્માનિત કરવામાં આવ્યા.
શ્રીનગર: પ્રજાસત્તાક દિન (Republic Day) નિમિત્તે કેન્દ્ર સરકારે વિવિધ કેન્દ્રીય અને રાજ્ય પોલીસ દળોના જવાનોને 939 સેવા પદક એનાયત કર્યા હતા. જેમાં વીરતા માટેના 189 મેડલનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Home Ministry) બુધવારે એવા જવાનોના નામની યાદી જાહેર કરી છે, જેમને વીરતા માટે પોલીસ મેડલ, પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને મેરીટોરિયસ સર્વિસ માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. વીરતા માટે આપવામાં આવેલા 189 મેડલમાંથી 115 મેડલ જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) વિસ્તારમાં બહાદુરી બતાવનારા જવાનોને આપવામાં આવ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના જવાનોને આપવામાં આવેલા સન્માન માટે શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે તેમણે આ જવાનોને આપવામાં આવતા એવોર્ડનું કારણ પણ આપ્યું હતું.
ગૃહમંત્રીએ કહ્યું કે, "જમ્મુ-કાશ્મીર પોલીસ આતંકવાદ વિરુદ્ધ ભારતની લડાઈનું નેતૃત્વ કરી રહી છે. આ સમગ્ર દેશ માટે ગર્વની વાત છે કે ગણતંત્ર દિવસના અવસર પર જમ્મુ-કાશ્મીર પોલીસને 115 વીરતા પુરસ્કાર મળ્યા છે. તે તેમની બહાદુરી અને પ્રતિબદ્ધતા દર્શાવે છે."
આ પણ વાંચો: Republic Day 2022: આવો જાણીએ શું છે આપણા દેશના રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ
ગૃહમંત્રી અમિત શાહે પાઠવ્યા અભિનંદન
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, "હું જમ્મુ-કાશ્મીરના તમામ પોલીસ કર્મચારીઓને આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ અભિનંદન આપું છું અને તેમની બહાદુરીને સલામ કરું છું. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર આપણા બહાદુર પોલીસ કર્મચારીઓને ઓળખવા અને તેમનું સન્માન કરવા માટે પ્રતિબદ્ધ છે."
આ પણ વાંચો: ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરી Amazon બરાબરનું ફસાયું, FIR દાખલ
આતંકવાદ વિરોધી અભિયાનમાં શહીદ થયેલા જમ્મુ-કાશ્મીર પોલીસ અધિકારી બાબુ રામની પત્નીને 73માં ગણતંત્ર દિવસ પર ભારતના સર્વોચ્ચ શાંતિકાલિન વીરતા પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા
આ પણ વાંચો: Padma Bhushan સન્માનિત Swami Sachchidanand સાથે ખાસ વાતચીત
આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર બાબુ રામ 29 ઓગસ્ટ, 2020 ના રોજ શ્રીનગરમાં હાથ ધરવામાં આવેલા આતંકવાદ વિરોધી ઓપરેશનનો ભાગ હતા. ત્રણેય આતંકીઓએ પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો હતો અને તેઓ નજીકના સ્થળે છુપાયા હતા. પોલીસ અને સુરક્ષા દળોએ તાત્કાલિક આ વિસ્તારને ઘેરી લીધો હતો. આ પછી ફાયરિંગ શરૂ થયું જેમાં ત્રણેય આતંકીઓ માર્યા ગયા હતા. આ ઓપરેશનમાં રાજ્ય પોલીસના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર બાબુ રામ પણ શહીદ થયા હતા.
Published by:
Riya Upadhay
First published:
January 26, 2022, 8:38 PM IST