Republic Day 2022: વીરતા પુરસ્કારની જાહેરાત, Neeraj Chopraને પરમ વિશિષ્ટ સેવા મેડલ

News18 Gujarati
Updated: January 27, 2022, 7:51 AM IST
Republic Day 2022: વીરતા પુરસ્કારની જાહેરાત, Neeraj Chopraને પરમ વિશિષ્ટ સેવા મેડલ
Neeraj Chopraને મળશે પરમ વિશિષ્ટ સેવા મેડલ

Gallantary Awards: ગણતંત્ર દિવસ (Republic Day) પર ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા 4 રાજપૂતાના રાઇફલ્સના સુબેદાર નીરજ ચોપડા (Neeraj Chopra)ને પરમ વિશિષ્ટ સેવા મેડલથી નવાજવામાં આવશે. 73માં પ્રજાસત્તાક દિન નિમિત્તે 384 પુરસ્કારો (Gallantary Awards) જાહેર કરવામાં આવ્યા છે.

  • Share this:
નવી દિલ્હી. પ્રજાસત્તાક દિને (Republic Day) વીરતા પુરસ્કાર (gallantry award) મેળવનારા નાયકોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 384 લોકોને આ એવોર્ડ આપવામાં આવશે. ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા 4 રાજપૂતાના રાઇફલ્સના નીરજ ચોપડા (Neeraj Chopra)ને પરમ વિશિષ્ટ સેવા મેડલથી નવાજવામાં આવશે. 73માં પ્રજાસત્તાક દિન નિમિત્તે જાહેર કરવામાં આવેલા 384 પુરસ્કારોમાં 12 શૌર્ય ચક્ર, 29 પરમ વિશિષ્ટ સેવા મેડલ, 4 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ્સ, 53 અતિ વિશિષ્ટ સેવા મેડલ્સ, 13 યુદ્ધ સેવા મેડલ સામેલ છે. તેમાં 122 વિશિષ્ટ સેવા મેડલ, 81 સેના મેડલ (શૌર્ય), 2 વાયુ સેના મેડલ, 40 સેના મેડલ, 8 નૌકાદળ મેડલ, 14 વાયુ સેના મેડલનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત 189 વીરોને પોલીસ મેડલથી નવાજવામાં આવશે. તે જ સમયે, 88 વીરોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (પીપીએમ) અને 662ને સરાહનીય સેવા માટે પોલીસ મેડલ (પીએમ) એનાયત કરવામાં આવશે.

189 વીરતા પુરસ્કારમાંથી 134 જવાનોને જમ્મુ-કાશ્મીર ક્ષેત્રમાં તેમની બહાદુરી માટે પુરસ્કૃત કરવામાં આવ્યા છે. ડાબેરી ઉગ્રવાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં બહાદુરીભર્યા પગલાં લેવા બદલ 47 જવાનોને અને પૂર્વોત્તર ક્ષેત્રમાં બહાદુરીભર્યા પગલાં લેવા બદલ 1 વ્યક્તિને પુરસ્કાર આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Republic Day Parade 2022: જાણો ઘરે બેઠાં ક્યાં અને કઈ રીતે live જોઈ શકાશે પરેડ? આ રીતે કરો રજિસ્ટ્રેશન

આટલા જવાનોને કરાશે સમ્માનિત
વીરતા પુરસ્કાર પ્રાપ્ત કરવાવાળા કર્મીઓમાં 115 જમ્મુ-કાશ્મીર પોલીસના, 30 સીઆરપીએફના, 3 આઇટીબીપીના, 2 બીએસએફના, 3 એસએસબીના, 10 છત્તીસગઢ પોલીસના, 10 ઓડિશા પોલીસના અને 7 મહારાષ્ટ્ર પોલીસના છે અને બાકીના અન્ય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના છે.ભારત-તિબેટ સીમા પોલીસ (આઇટીબીપી) અને સશસ્ત્ર સીમા દળ (એસએસબી)ને ત્રણ-ત્રણ વીરતા મેડલ મળ્યા છે, જ્યારે સીમા સુરક્ષા દળ (બીએસએફ)ને બે વીરતા મેડલ મળ્યા છે. 88 જવાનોને વિશિષ્ટ સેવા મેડલ અને 662 જવાનોને મેરીટેરીયસ સર્વિસ મેડલથી નવાજવામાં આવ્યા છે. આ સાથે જ 42 જેલ કર્મીઓને રિફોર્મ સર્વિસ મેડલથી નવાજવામાં આવશે.

આ પણ વાંચો: Republic Day Parade 2022: જાણો ઘરે બેઠાં ક્યાં અને કઈ રીતે live જોઈ શકાશે પરેડ? આ રીતે કરો રજિસ્ટ્રેશન

પ્રજાસત્તાક દિન નિમિત્તે વીરતા પુરસ્કારોનું વિતરણ કરવામાં આવશે. પ્રજાસત્તાક દિનની પરેડ શરૂ થાય તે પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશ વતી નેશનલ સમર મેમોરિયલ ખાતે પુષ્પાંજલી અર્પણ કરીને સર્વોચ્ચ બલિદાન આપનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ગણતંત્ર દિવસ પર પરેડ સવારે 10.30 વાગ્યે શરૂ થશે અને બપોરે 12 વાગ્યે સમાપન થશે.
Published by: Riya Upadhay
First published: January 27, 2022, 7:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading