પાકિસ્તાને બનાવ્યો Plastic Wasteમાંથી રોડ, 10 ટન કચરાનો કરાયો ઉપયોગ


Updated: December 8, 2021, 12:58 PM IST
પાકિસ્તાને બનાવ્યો Plastic Wasteમાંથી રોડ, 10 ટન કચરાનો કરાયો ઉપયોગ
પાકિસ્તાનમાં પ્લાસ્ટિકના કચરામાંથી બનેલા પ્રથમ રોડનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.

Viral news: આ રોડ તૈયાર કરવા માટે 10 ટન પ્લાસ્ટિકને રિસાયકલ કરવામાં આવ્યું હતું.

  • Share this:
ભારતના પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan)માં પ્લાસ્ટિકના કચરામાંથી બનેલા પ્રથમ રોડનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવેલો આ પ્રથમ રોડ છે. જણાવી દઈએ કે કોકા-કોલા પાકિસ્તાને કેપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટી (Capital Development Authority) અને નેશનલ ઈન્ક્યુબેશન સેન્ટર (National Incubation Centre) ના સહયોગથી પ્લાસ્ટિક કચરાના ઉપયોગથી પ્રથમ વખત રિકાર્પેટ કરી રોડનું નિર્માણ કર્યું છે. એક કિલોમીટર લાંબો આ રોડ અતાતુર્ક એવેન્યુ, ઈસ્લામાબાદમાં બનાવવામાં આવ્યો છે. આ રોડ તૈયાર કરવા માટે 10 ટન પ્લાસ્ટિકને રિસાયકલ કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરી આ પ્રકારના રોડનું નિર્માણ વર્લ્ડ વિથાઉટ પ્લાસ્ટિક (World Without Plastic) પ્રોગ્રામનો એક ભાગ છે.

ગલ્ફ ન્યૂઝના અહેવાલ પ્રમાણે આ પ્લાસ્ટિક રોડનું ઉદ્ઘાટન પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદ અહેમદ (Sheikh Rashid Ahmed)ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોકો કોલાના વાઈસ પ્રેસિડેન્ટ ફહાદ અશરફે જણાવ્યું કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન દ્વારા આ પ્રકારનો રોડ બનાવવા માટે અમને વિઝન આપવામાં આવ્યું. અમને જણાવતા આનંદ થાય છે કે આ પ્રકારનો રોડ એ તેમના વિઝનનો એક ભાગ છે. આ નિર્માણકાર્ય અંતર્ગત સરકારની રિપેર કોસ્ટમાં ઘટાડો તો આવ્યો જ છે સાથે જ અનેક લોકોને રોજગારી પણ મળી છે અને સૌથી મહત્વની વાત એ છે કે તેના કારણે પર્યાવરણની પણ જાળવણી થાય છે.

સરકારના એક અંદાજ પ્રમાણે પાકિસ્તાનમાં દૈનિક ધોરણે 87,000 ટન સોલિડ વેસ્ટ પેદા થાય છે. જ્યારે દેશમાં વાર્ષિક ધોરણે 55 બિલિયન પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન કરવામાં આવે છે. આ બધો જ કચરો ડંપયાર્ડ, ગટર અને વિવિધ જગ્યાઓ પર ઠાલવી દેવામાં આવે છે. કેપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટી અને ટેક્નોલોજી હબ સાથે કોકા-કોલાએ ટીમઅપ કર્યું અને આ રિકાર્પેટ રોડ તૈયાર કર્યો. આ સમગ્ર પ્રોજેક્ટમાં 21 મિલિયન પાકિસ્તાની રૂપિયાનો ખર્ચ થયો હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો - ફાયર પાન બાદ ગુજરાતની ‘Fire Panipuri'નો વીડિયો સોશિયલ મીડિયામાં Viral, તમે પહેલા જ જોઇલો

ઈસ્લામાબાદમાં તૈયાર કરવામાં આવેલો આ પ્લાસ્ટિક રોડ સામાન્ય રોડની તુલનાએ 2 ગણો મજબૂત અને ટકાઉ છે, સાથે જ પ્લાસ્ટિક વેસ્ટને લઈને જે ગંભીર ખતરા અને નુક્શાનની સંભાવના છે, તેની સામે આ એક ઉપયોગી સમાધાન પણ છે.

કેપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન આમીર અલી અહેમદે જણાવ્યું કે ભવિષ્યમાં નવા ઈનોવેશન માટે આ રોડ એક સ્ટેજ તૈયાર કરશે. સમગ્ર દેશમાં આ પ્રકારની રોડ હવે વાસ્તવિકતાનું સ્વરૂપ લઈ શકશે અને આવા રોડનું નિર્માણ શક્ય બનશે.આ પણ વાંચો - શિક્ષક-વિદ્યાર્થીના અભિવાદનની આવી અનોખી રીત ક્યાંય નહીં જોઈ હોય, સોશિયલ મીડિયા પર video viral

વર્લ્ડ વિથાઉટ વેસ્ટ નામનું અભિયાન કોકા-કોલા દ્વારા 2018માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે શક્ય તેટલા દરેક કેન અને પ્લાસ્ટિક બોટલને રિસાયકલ કરી તેને 2030 સુધી તેને વેચશે.
Published by: Kaushal Pancholi
First published: December 8, 2021, 12:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading