Corona મહામારીમાં ઈન્ફ્લ્યુએન્ઝા વેક્સિન કરે છે સુરક્ષા, Covidની ગંભીર અસરોથી આપે છે રક્ષણ : શોધ


Updated: August 5, 2021, 12:23 AM IST
Corona મહામારીમાં ઈન્ફ્લ્યુએન્ઝા વેક્સિન કરે છે સુરક્ષા, Covidની ગંભીર અસરોથી આપે છે રક્ષણ : શોધ
પ્રતિકાત્મક તસવીર

ઈન્ફ્લ્યુએન્ઝા (Influenza Vaccine) રસી લેનાર લોકોમાં કોરોનાની ઓછી ગંભીર અસર જોવા મળી હતી. આવા લોકોને ઈમરજન્સી સારવારની જરૂર પણ ઓછી હતી.

  • Share this:
Flu Vaccine May Reduce Severe Effects Of Covid : કોરોના (Corona) સંક્રમણથી બચવા માટે ઈન્ફ્લ્યુએન્ઝા રસી અસરકારક સાબિત થઈ રહી છે. તાજેતરમાં કોરોનાના સંક્રમણમાં ઈન્ફ્લ્યુએન્ઝા રસીની અસર મુદ્દે થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, ઈન્ફ્લ્યુએન્ઝા (Influenza Vaccine) રસી લેનાર લોકોમાં કોરોનાની ઓછી ગંભીર અસર જોવા મળી હતી. આવા લોકોને ઈમરજન્સી સારવારની જરૂર પણ ઓછી હતી.

આ રિસર્ચ ધી ગાર્જીયલ ન્યુઝ પેપરમાં પ્રકાશિત થયું હતું. રિસર્ચ માટે કોરોનાના 75,000 દર્દીઓનો અભ્યાસ કરાયો હતો. જેમાં જાણવા મળ્યું કે, 6થી 8 મહિના પહેલા ઈન્ફ્લ્યુએન્ઝા રસી લેનાર દર્દીઓમાં સ્ટ્રોક, ડીપ વેન થ્રોમ્બોસિસ એટલે કે, DVT અને સેપ્સીસ જેવી ગંભીર સમસ્યા જોવા મળી નહોતી. તેમજ તેમને ઈમરજન્સી વોર્ડ અને ઇન્ટેન્સિવ કેયર યુનિટની પણ જરૂર પડી નહોતી.

શું કહે છે નવી શોધ?

શોધમાં જાણવા મળ્યું કે, ઈન્ફ્લ્યુએન્ઝા રસી લેનાર લોકો કોરોના મહામારી દરમિયાન ગંભીર સમસ્યાઓથી બચી ગયા હતા. અલબત્ત, રસી જીવલેણ પરિસ્થિતિમાં લોકોને બચાવી શકે તેવું નથી. સંશોધકોનું કહેવું છે કે, ઈન્ફ્લ્યુએન્ઝા રસી કોરોના મહામારીની ગંભીર અસરોમાંથી બચવા હથિયારની જેમ કામ કરે છે. જોકે, ઈન્ફ્લ્યુએન્ઝા રસી કોરોના સામે કઈ રીતે રક્ષણ આપે છે તે અંગે હજી જાણવા મળ્યું નથી.

શું કહે છે તજજ્ઞો?

યુનિવર્સિટી ઓફ મિયામી ક્લિનિકલ સર્જરી વિભાગના પ્રોફેસર અને આ શોધના સિનિયર ઓથર ડો. દેવેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, જો આ વાત સંપૂર્ણ રીતે સાબિત થઈ જાય તો જ્યાં હજી સુધી કોરોના રસી ઉપલબ્ધ નથી, તેવા દેશો માટે આ ખૂબ રાહતની વાત હશે. ડો. સિંહે વધુમાં કહ્યું કે, આટલી અસર હોવા હોવા છતાં, ઈન્ફ્લ્યુએન્ઝા રસી કોઈ પણ રીતે કોરોના રસીની જગ્યા લઈ શકે નહીં. કોરોનાથી બચવા માટે કોરોના રસી સૌથી કારગર વિકલ્પ છે.શું છે ઈન્ફ્લ્યુએન્ઝા રસી?

CDCના મત મુજબ ઈન્ફ્લ્યુએન્ઝા (Flu) સોઈ દ્વારા અપાતી ફ્લુની રસી છે. જેને જમણા હાથે લેવામાં આવે છે. આ રસી સામાન્ય તાવથી બચાવે છે અને ત્રણથી ચાર ઈન્ફ્લ્યુએન્ઝા વાયરસથી બચાવે છે.

ક્યારે લઈ શકાય ઈન્ફ્લ્યુએન્ઝા રસી?

ઈન્ફ્લ્યુએન્ઝા રસી દર વર્ષે ચોમાસા અથવા ઠંડી પહેલા લઈ શકાય છે. તેને 6 મહિનાના બાળકથી કઈ વૃદ્ધને આપી શકાય છે. આ રસી મોટાભાગની હોસ્પિટલો અને પીડિયાટ્રિશિયન ક્લિનિકલમાં મળે છે.
First published: August 5, 2021, 12:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading