લગ્નના કલાકો પહેલા જ અચાનક ગુમ થયો વરરાજા, રાહ જોતી રહી દૂલ્હન

News18 Gujarati
Updated: December 3, 2021, 11:26 PM IST
લગ્નના કલાકો પહેલા જ અચાનક ગુમ થયો વરરાજા, રાહ જોતી રહી દૂલ્હન
દૂલ્હને વરરાજા સામે ફરિયાદ નોંધાવી છે

rajasthan news - દૂલ્હન અને તેનો પરિવાર જાન આવે તેની રાહ જોતા હતા પણ જાન આવી ન હતી

  • Share this:
ઝુંઝનું : રાજસ્થાનના (Rajasthan)ઝુંઝનુમાં (jhunjhunu)લગ્નના (Marriage)થોડા કલાકો પહેલા અચાનક વરરાજા ગાયબ થઇ ગયા હતા. દૂલ્હન અને તેનો પરિવાર જાન આવે તેની રાહ જોતા હતા પણ જાન આવી ન હતી. જ્યારે જાન ના આવી તો હડકંપ મચી ગયો હતો. વાત ફેલાઇ ગઇ કે વરરાજા જ ગાયબ થઇ ગયો છે. વરરાજાના પરિવારજનોએ ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અને પરિવારજનોએ વરરાજાને હરિયાણાથી (Haryana)ઝડપી લીધો હતો. આખો મામલો પ્રેમ પ્રસંગનો બતાવવામાં આવી રહ્યો છે. જોકે પોલીસ મામલાનો ખુલાસો કરી રહી નથી. દૂલ્હને પણ વરરાજા સામે ફરિયાદ નોંધાવી છે. લગ્ન 1 ડિસેમ્બરે થવાના હતા પણ જાન પહોંચી ન હતી.

મળેલી જાણકારી પ્રમાણે કાસની ગામના રવિ કુમારના લગ્ન ધીંગડિયા ગામની કવિતા સાથે થવાના હતા. વરરાજા રવિ કુમાર જાન લઇ જતા પહેલા ઘરેથી બાઇક લઇને ગાયબ થઇ ગયો હતો. જાન જવાનો ટાઇમ થઇ ગયો હતો પણ વરરાજા મળ્યા ન હતા. સમય પર જાન ના પહોંચી ધીંગડિયા ગામમાં હડકંપ મચી ગયો હતો.

આ પણ વાંચો - ભારતનું એવું ગામ જ્યાં પોલીસની એન્ટ્રી પર છે પ્રતિબંધ, ઘરેથી ભાગેલા પ્રેમી યુગલ માટે પરફેક્ટ સ્થળ

દૂલ્હને પોલીસમાં ફરિયાદ કરી

વરરાજાને શોધવાનો સીલસીલો શરૂ થયો હતો પણ કોઇ ભાળ મળી ન હતી. આ પછી દૂલ્હને સૂરજગઢ સ્ટેશનમાં વરરાજા રવિ સામે કેસ નોંધાવ્યો હતો. રિપોર્ટમાં દગો આપવાનો આરોપ છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. વરરાજા રવિ કુમાર પોતાના મોટા ભાઈ નવીનના લગ્નમાંથી સવારે જ પરત ફર્યો હતો. આ પછી ઘરેથી ગાયબ થઇ ગયો હતો. આ દરમિયાન તેના મામાએ તેને રોક્યો પણ હતો.

આ પણ વાંચો - જવાનીમાં અલગ થઇ ગયા હતા પ્રેમી યુગલ, હવે 35 વર્ષ પછી કર્યા લગ્ન, ઘણી દર્દભરી છે આ કહાનીવરરાજાની માતાએ રડતા-રડતા કહ્યું કે પોતાની નવવિવાહિત મોટી વહુની આગતા સ્વાગતા કરવામાં લાગી હતી. તેને તો ખબર જ ના પડી કે નાનો પુત્ર ક્યારેય ગાયબ થઇ ગયો. જ્યારે ખબર પડી તો માહોલ ઉદાસ થઇ ગયો હતો. તેમણે કહ્યું કે એક સાથે બે પુત્રના લગ્ન હતા. મોટા પુત્રના લગ્ન એક દિવસ પહેલા થયા હતા. એક ડિસેમ્બરે જાન જવાની હતી. જોકે વરરાજા ગાયબ થઇ ગયા હતા. પોલીસે વરરાજાને શોધી લીધો છે. જોકે પોલીસ મામલા પર કોઇ ખુલાસો કરી રહી નથી.
Published by: Ashish Goyal
First published: December 3, 2021, 11:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading