મહિલાના કપડા પહેરીને દારુડિયાએ બસ સામે રસ્તા વચ્ચે જ મચાવી 'ધમાલ', જુઓ video

News18 Gujarati
Updated: March 20, 2021, 10:09 PM IST
મહિલાના કપડા પહેરીને દારુડિયાએ બસ સામે રસ્તા વચ્ચે જ મચાવી 'ધમાલ', જુઓ video
વાયરલ વીડિયોની તસવીર

આ દારૂડિયો મહિલાના કપડાં પહેરીને રોડવેજની બસની સામે સુઈ ગયો હતો. દારૂડિયાને લોકોએ ભારે સમજાવ્યો હતો. જોકે, તે બસની સામેથી ઊભો થયો ન હતો.

  • Share this:
પલવલઃ અત્યારના સમયમાં સોશિયલ મીડિયા (social media) ઉપર અનેક વીડિયો વાયરલ (viral video) થતાં હોય છે. જ્યારે તાજેતરમાં એક દારૂડિયાનો વીડિયો સોશિયલ (drunk man video) મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો હરિયાણા (Haryana) રાજ્યનો હોવાનું માનવામાંઆવે છે. અહીં પલવલ બસ સ્ટેન્ડમાં દારૂડિયાએ મહિલાના વસ્ત્રો પહેરીને હાઈવોલ્ટેજ ડ્રામેબાજી (High voltage drama) કરવાનું શરૂ કર્યું હતું.

આ દારૂડિયો મહિલાના કપડાં પહેરીને રોડવેજની બસની સામે સુઈ ગયો હતો. દારૂડિયાને લોકોએ ભારે સમજાવ્યો હતો. જોકે, તે બસની સામેથી ઊભો થયો ન હતો. જ્યારે દારૂડિયાનો નશો ઓછો થયો તો તે બેઠો થઈને બસની સામે જ બેસી ગયો હતો.

ગણા સુધી ચાલેલા આ હાઇવોલ્ટેજ ડ્રામા બાદ દારૂડિયાએ બસનો રસ્તો છોડી દીધો હતો. ત્યારબાદ બસમાં બેઠેલા યાત્રીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચોઃ-દાહોદઃ ડોક્ટર બન્યા દંપતી માટે 'ભગવાન', 20 વર્ષે ગરીબના ઘરે પારણું, બિલ માટે ખેતર વેચવાની ફરજ પડતાં તબીબે બિલ માફ કર્યું

આ પણ વાંચોઃ-જેતપુરઃ છરીના 28 ઘા મારી યુવતીને રહેંસી નાખનારો યુવક ઝડપાયો, મરી ગયા બાદ પણ મારતો રહ્યો છરીના ઘા

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! યુવકે સીડીમાં મહિલાને બાથમાં લીધી, ડ્રેસ ફાડી નાંખ્યો, પતિને નીચે ફેંકવાની આપી ધમકીઆ પણ વાંચોઃ-ભુજઃ 12 લાખની નકલી નોટો સાથે MPના દંપતી ઝડપાયું, વેપારીઓને નકલી નોટોથી પધરાવી કર્યું શોપિંગ

દારૂડિયાઓના આ પ્રકારના હાઇવોલ્ટેજ ડ્રામા છાસવારે જોવા મળતા હોય છે. પરંતુ પલવલના બસ સ્ટેન્ડ પરિસરમાં છાસવારે દારૂડિયાઓ આ પ્રકારના ડ્રામેબાજી કરતા લોકો ખુબ જ પરેશાન થયા છે.નવાઈની વાત તો એ છે કે પલવલ બસ સ્ટેન્ડમાં જ એક પોલીસ ચોકી છે. પરંતુ ગણા સમય ડ્રામા ચાલ્યો હોવા છતાં પણ ત્યાં કોઈ જ પોલીસ કર્મી આવ્યો ન હતો. આમ છાસવારે થતાં દારૂડિયાના ડ્રામાથી પોલીસની કામગીરી ઉપર પ્રશ્નો થવા સ્વાભાવિક છે.
Published by: ankit patel
First published: March 20, 2021, 10:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading