Delhi Air Pollution: દિલ્હી-NCRમાં શાળાઓ બંધ, AAP સરકાર આજે સુપ્રીમ કોર્ટમાં લોકડાઉનનો પ્લાન મૂકશે

News18 Gujarati
Updated: November 15, 2021, 9:11 AM IST
Delhi Air Pollution: દિલ્હી-NCRમાં શાળાઓ બંધ, AAP સરકાર આજે સુપ્રીમ કોર્ટમાં લોકડાઉનનો પ્લાન મૂકશે
દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી હવાનું સ્તર બહુ જ ખરાબ છે. (Photo-AP)

Air Pollution in Delhi: દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી હવાનું સ્તર બહુ જ ખરાબ છે. તેનું મુખ્ય કારણ પરાલી સળગાવવી અને દિવાળી પર ફટાકડાનો ઉપયોગ માનવામાં આવે છે, પણ જાણકાર વાહનોમાંથી થનારા ઉત્સર્જન અને બાંધકામના કામોને પણ મોટી સમસ્યા માને છે.

  • Share this:
નવી દિલ્હી. વાયુ પ્રદૂષણ (Air Pollution)ને કારણે દિલ્હીમાં લોકડાઉન (Lockdown) લગાવવા પર વિચારણા કરવામાં આવી રહી છે. દિલ્હી સરકાર સોમવારે આ સંદર્ભે એક પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટ (Supreme Court)ને સોંપી શકે છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejariwal) શનિવારે કહ્યું હતું કે લોકડાઉનનો નિર્ણય બહુ મોટો છે અને આ પહેલાં તેના પર મોટા પાયે ચર્ચા થશે. સર્વોચ્ચ અદાલતે પ્રદૂષણને કાબૂમાં લેવા માટે શનિવારે દિલ્હી સરકારને લોકડાઉન અંગે વિચારવાનું કહ્યું હતું.

જોકે, દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી હવાનું સ્તર બહુ જ ખરાબ બન્યું છે. તેનું મુખ્ય કારણ પરાલી સળગાવવી અને દિવાળી પર ફટાકડાનો ઉપયોગ માનવામાં આવે છે, પણ જાણકાર વાહનોમાંથી થનારા ઉત્સર્જન અને બાંધકામના કામોને પણ મોટી સમસ્યા માને છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે દિલ્હી-એનસીઆરના કેટલાક ભાગમાં સ્કૂલ બંધ કરવા જેવા પગલાં લેવામાં આવ્યા છે.

5 પોઇન્ટમાં સમજીએ રાજધાનીની વર્તમાન સ્થિતિ શું છે-

દિલ્હીમાં તમામ શાળાઓ 15 નવેમ્બરથી એક સપ્તાહ સુધી બંધ રહેશે. ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત, ઝજજરમાં શાળાઓ 17 નવેમ્બર સુધી બંધ રહેશે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને રવિવારે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશને પણ આ પ્રકારના પ્રતિબંધો પર વિચાર કરવાનું સૂચન કર્યું છે.

દિલ્હીમાં બાંધકામ પર 17 નવેમ્બર સુધી પ્રતિબંધ છે. હરિયાણા સરકારે પણ NCRના ચાર જિલ્લામાં બાંધકામ પ્રવૃત્તિઓ પર રોક લગાવી દીધી છે. પૂર્વાનુમાન મુજબ, બાંધકામ અટકાવવાને લીધે આગામી બે દિવસમાં હવાની ગુણવત્તામાં સુધારો જોવા મળી શકે છે.

આ પણ વાંચો: મણિપુર: કર્નલની શહાદતનો બદલો લેવા સેનાએ બનાવી યોજના, ઉગ્રવાદીઓ સામે ઓપરેશન શરૂદિલ્હીમાં ઇમરજન્સી સેવાઓ સિવાય દરેક સરકારી કચેરી ઘરેથી કામ કરશે. આ પ્રક્રિયા સોમવારથી શરુ થઈ ગઈ છે. હરિયાણા સરકારે પણ ઓફિસને બદલે બને તેટલું વધારે ઘરેથી કામ કરવાની વાત કરી છે.

આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે કેટલાક ઉપાય સૂચવ્યા છે. તેમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર લગામ, પાર્કિંગ ફીઝ વધારવી, મેટ્રો અને બસની ફેરી વધારવા જેવી બાબતો સામેલ છે.

દિલ્હીમાં ઉડતી ધૂળનો સામનો કરવા માટે 400 ટેન્કર પાણીનો છંટકાવ કરશે. આ ઉપરાંત, સરકાર પરાલીના સડવા માટે બાયો-ડિકમ્પોઝરના છંટકાવનું કામ 20 નવેમ્બર સુધીમાં પૂરું કરી લેશે.

આ પણ વાંચો: બિહારમાં RTI એક્ટિવિસ્ટ અને પત્રકારની ક્રૂર હત્યા, ગુમ થયાના 3 દિવસ બાદ અડધી બળેલી લાશ મળી

એર ક્વોલિટી કમિશને સંબંધિત રાજ્યો અને એજન્સીઓને GRAP હેઠળ સૂચિબદ્ધ 'ઇમરજન્સી પગલાં' લાગુ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર રહેવા જણાવ્યું. વાયુ ગુણવત્તાને ઇમરજન્સી શ્રેણીમાં ત્યારે માનવામાં આવે છે જ્યારે પીએમ 2.5 અને પીએમ 10નું સ્તર 48 કલાક કે તેથી વધુ સમય સુધી ક્રમશઃ 300 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર અને 500 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર પર રહે છે. આયોગે એ પણ જણાવ્યું કે, દિલ્હી-એનસીઆરમાં એર ક્વોલિટી ખરાબ હોવાનું એક કારણ એ પણ છે કે થાર રણમાં ધૂળની આંધીથી મોટી માત્રામાં ધૂળ આવી જેણે પીએમ 2.5 અને પીએમ 10નું સ્તર વધારી નાખ્યું.

નિયમોને લઈને કડક છે દિલ્હી સરકાર

દિલ્હી ટ્રાફિક પોલીસે પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને જૂના વાહનો ચલાવનારા સામે કાર્યવાહીને સઘન બનાવતા શહેરના 170 સ્થળોએ ટીમ તૈનાત કરી છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. શહેરમાં વધી રહેલા પ્રદૂષણના સ્તર સામે સરકારના વિન્ટર એક્શન પ્લાનના અમલીકરણ માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે શહેરના પ્રદૂષણ સંકટનો સામનો કરવા માટે ઇમરજન્સી પગલાંની જાહેરાત કરી હતી.
Published by: Nirali Dave
First published: November 15, 2021, 9:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading