ચાલુ સ્કોર્પિયોની છત ઉપર જોખમી સ્ટંટ, પોલીસે રૂ.2500 દંડ ફટકાર્યો, મંગાવડાવી માફી, જુઓ viral video

News18 Gujarati
Updated: March 14, 2021, 3:48 PM IST
ચાલુ સ્કોર્પિયોની છત ઉપર જોખમી સ્ટંટ, પોલીસે રૂ.2500 દંડ ફટકાર્યો, મંગાવડાવી માફી, જુઓ viral video
વાયરલ વીડિયોની તસવીર

પોલીસે ખતરનાક સ્ટંટ માટે 2500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. ત્યારબાદ યુપી પોલીસને ઉજ્જવલ યાદવ અને તેના પિતાને સ્કોર્પિયોની સામે ઊભા રાખીને ભવિષ્યમાં આવી ભુલ ફરીથી ન કરવા માટે વચન પણ લીધું હતું.

  • Share this:
lucknow: ચાલુ સ્કોર્પીયોની છત ઉપર પુશઅપ (stunt on Scorpio) કરનારાઓ માટે ઉત્તર પ્રદેશની પોલીસે (Uttar Pradesh Police) ઈનામની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ પોલીસના સત્તવાર ટ્વીટર હેન્ડર ઉપર એક વીડિયો શેર (share video) કરવામાં આવ્યો છે. જેમાં કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ આવું કરશે તો તેને ઇનામ (reward) ચોક્કસ આપવામાં આવશે. ઉત્તર પ્રદેશ પોલીસે આવી ઘોષણા કેમ કરી છે એના પાછળ રહસ્ય છે. ચાલો જાણીએ આના વિશે.

ઓછા સમયમાં પ્રસિદ્ધિ મેળવાની લાલસામાં લોકો અજીબો-ગરીબ હરકત કરે છે. વીડિયો મેસેજિંગ એપ ટિકટોક ભારતમાં બંધ હોવા છતાં પણ કેટલાક દેસી-વિદેશી વીડિયો મેસેજિંગ એપ હજી પણ ચાલે છે. આ એપ્સ ઉપર વીડિયો પોસ્ટ કરીને લોકો અજીબોગરીબ હરકતો કેમેરામાં કેદ કરીને શેર કરે છે.

આવો જ એક કિસ્સો બે દિવસ પહેલા ફિરોઝાબાદમાંથી સામે આવ્યો હતો. આ વીડિયોમાં એક યુવક ચાલુ સ્કોર્પિયોમાંથી બહાર નીકળીને છત ઉપર જાય છે અને પુશઅપ કરવા લાગે છે. ઉત્તર પ્રદેશ પોલીસે વાયરલ થયેલા આ વીડિયોમાં ખતરનાક સ્ટંટ કરનાર યુવકની તલાશ શરુ કરી હતી.

આ પણ વાંચોઃ-અકસ્માતનો live video, સુરત નજીક નેશનલ હાઇવે ઉપર ફૂલ સ્પીડ દોડલી પિકઅપ જીપ ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ

આ પણ વાંચોઃ-કારમી હાર બાદ રવિવારે T-20 મેચમાં ટીમ ઇન્ડિયાના કયા ખેલાડીઓ હવે ઇંગ્લેન્ડની ટીમ ઉપર પડી શકે છે ભારે?

પોલીસે તપાસમાં જાણવા મળ્યું હતું કે આ સ્ક્રોર્પિયો ફિરોઝાબાદ જિલ્લાના જસરાના પોલીસ સ્ટેશનના ફરીદા ગામમાં રહેવાસી સમાજવાદી પાર્ટીના નેતા કૃષ્ણ મુરારી યાદવનો છે. આ વીડિયોમાં પુશઅપ કરતો તેનો પુત્ર ઉજ્જ્વલ યાદવ છે.આ પણ વાંચોઃ-રાજકોટઃ કમકમાટી ભર્યો અકસ્માતનો live video, બાઈક ધડાકાભેર કારને અથડાયું, ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા બે યુવક

આ પણ વાંચોઃ-ચાલું બાઈક પર બે યુવકોના જોરદાર સ્ટંટ અને પછી અચાનક ઊંધા માટે પટકાયા, જુઓ live video

ઉત્તર પ્રદેશ પોલીસે કાર્યવાહી કરતા બંને પિતા-પુત્રને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને ખતરનાક સ્ટંટ ના કરવાની ચેતવણી આપી હતી. અને 2500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. ત્યારબાદ ઉત્તર પ્રદેશ પોલીસને ઉજ્જવલ યાદવ અને તેના પિતાને સ્કોર્પિયોની સામે ઊભા રાખીને ભવિષ્યમાં આવી ભુલ ફરીથી ન કરવા માટે વચન પણ લીધું હતું. અને વીડિયો ક્લિપ બનાવીને મેસેજ પણ આપ્યો હતો.વીડિયો ક્લિપમાં ફિરોજાબાદના એસએસપી અજય કુમાર કહે છે કે એવા લોકોને ગાઈડ કરવા માટે છે કે યુપી પોલીસે ચલાન આપ્યું છે. વીડિયો ક્લિપમાં લખાયેલું દેખાય છે કે 'યુ વર્ક આઉટ હાર્ડ, હિયર ઈસ યોર રિવોર્ડ' સાથે જ યુપી પોલીસ દ્વારા ચલાન કાપેલી કોપી પણ વીડિયોમાં દેખાડી છે. આ વીડિયો ક્લિપને લોકોએ ખુબ જ પસંદ કરી છે.
Published by: ankit patel
First published: March 14, 2021, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading