PM Modi Birthday Special: દલાઈ લામાએ PM મોદીને પત્ર લખી પાઠવી શુભેચ્છા, કહી મોટી વાત

News18 Gujarati
Updated: September 17, 2021, 4:23 PM IST
PM Modi Birthday Special: દલાઈ લામાએ PM મોદીને પત્ર લખી પાઠવી શુભેચ્છા, કહી મોટી વાત
દલાઈ લામા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર

PM narendra modi birthday: વાડપ્રધાન મોદીના જન્મ દિવસ (PM narendra modi 71st birthday) ઉપર તિબ્બતી આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ (The Dalai Lama, the Tibetan spiritual leader) તેમને એક પત્ર લખ્યો છે. પત્રમાં દલાઈ લામાએ વડાપ્રધાન મોદીની લાંબું અને સ્વસ્થ્ય જીવન જીવવાની કામના કરી હતી.

  • Share this:
ધર્મશાળાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi)તેમના 71માં જન્મદિવસ (PM modi 71st birthday) ઉપર તિબ્બતી આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ (Dalai Lama) શુભેચ્છા પાઠવી છે. તેમણે કોરોના મહામારી દરમિયાન (Corona Pandemic) આવેલા પડકારો છતાં દેશને આગળ વધારવા માટે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી છે. વાડપ્રધાન મોદીના જન્મ દિવસ ઉપર તિબ્બતી આધ્યાત્મિક નેતાએ તેમને એક પત્ર લખ્યો છે. પત્રમાં દલાઈ લામાએ વડાપ્રધાન મોદીની લાંબું અને સ્વસ્થ્ય જીવન જીવવાની કામના કરતા કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે નુકસાન ન કરવાની સદીઓ જૂની ભારતીય પરંપરા-કરુણાની પ્રેરણાથી સમર્થીત અહિંસા, માત્ર પારસંગિક જ નહીં પરંતુ આજની દુનિયામાં જરૂરી પણ છે.

તેમણે પુત્રમાં લખ્યું છે કે 'એક એવા વ્યક્તિના રૂપમાં જે આખા દેશ વિશે ઉંડાણથી ચિંતા કરે છે. હું તમને એ વધતા આત્મવિશ્વાસ માટે શુભેચ્છા પાછવું છું, જે તમે કોરોના મહારમારીના પડકાર હોવા છતાં હાંસલ કરી છે.

સૌથી વધારે વસ્તી વાળા લોકતાંત્રિક દેશની સફળતા લોકોને લાભદાયી બનાવે છે અને સમગ્ર રૂપથી વિશ્વ વિકાસમાં પણ યોગદાન આપે છે. કોરોના મહામારી દરમિયાન વડાપ્રધાન દ્વારા લેવાયેલા નિર્ણયો દુનિયાભરના લોકોને પ્રભાવિત કરે છે.'

દલાઈ લામાએ કહ્યું 'હું એ વાતથી સહમત છું કે કોઈને પણ નુકસાન પહોંચાડવાની પ્રાચીન ભારતીય પરંપરા 'અહિંસા' અને કરુણા માત્ર પ્રાસંગિક છે પરંતુ આ આખી દુનિયામાં જરૂરી પણ છે.

તેમણે કહ્યું કે તેમનું માનવું છે કે માનવતાની વ્યાપક ભલાઈ માટે સિદ્ધાંતોના આધુનિક શિક્ષા સાથે જોડી શકાય છે. તેમણે કહ્યું કે જ્યારે પમ મને અવસર મળે છે તો હું હંમેશા ભારતની તેમની મજબૂત લોકતંત્ર, ધાર્મિક વિવિધતા, ઉ્લેખનીય સૌહાર્દ અને સ્થિરતા માટે વખાણ કરું છું.

વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં દલાઈ લામાએ કહ્યું કે'નિર્વાસનમાં રહેતા આમે તિબ્બતીઓ માટે ભારત માત્ર અમારું આધ્યાત્મિક આશ્રય છે પરંતુ 62 વર્ષથી વધારે સમયનું અમારું ઘર પણ છે. અમને મળેલા ગર્મજોશીપૂર્ણ અને ઉદાર આતિથ્ય માટે હું ફરીથી ભારત સરકાર અને અહીં લોકો પ્રત્યે પોતાની ઉંડી કૃતજ્ઞતા પ્રકટ કરું છું'આ પણ વાંચોઃ-PM modi 71st birthday: ગુજરાતમાં કંઈક આવી રીતે ઉજવાશે મોદીનો જન્મદિવસ, જાણો શું છે ખાસ

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે. મધ્યમ વર્ગના હોવાથી મોદીએ બાળપણથી જ સંઘર્ષભર્યું જીવન જીવ્યા છે. જોકે હવે મોદી દેશના વડાપ્રધાન છે.

આ પણ વાંચોઃ-PM modi 71st birthday: બાળપણમાં મોદીને ગુસ્સો આવતો ત્યારે શું કરતા હતા? જાણો PM મોદીની રસપ્રદ વાતો

નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. મોદીનો જીવન સંઘર્ષથી ભરેલુ હતુ.
Published by: ankit patel
First published: September 17, 2021, 4:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading