કેપ્ટનનો દિલ્હી પ્લાન! આજે અમિત શાહને મળશે અમરિંદર, કૃષિ કાયદા પર થઈ શકે છે ચર્ચા

News18 Gujarati
Updated: September 28, 2021, 3:10 PM IST
કેપ્ટનનો દિલ્હી પ્લાન! આજે અમિત શાહને મળશે અમરિંદર, કૃષિ કાયદા પર થઈ શકે છે ચર્ચા
અમરિંદર સિંહે 18 સપ્ટેમ્બરે પંજાબના મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. (ફાઇલ તસવીર)

Captain Amrinder Singh Delhi Visit: અનેક અટકળો વચ્ચે અમરિંદર સિંહ અમિત શાહ સાથે ખેડૂત આંદોલન અને કૃષિ કાયદાઓ વિશે કરી શકે છે ચર્ચા

  • Share this:
(નીરજ કુમાર)

નવી દિલ્હી. પંજાબના (Punjab) પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amrinder Singh) આજે બપોરે દિલ્હી (Delhi) પહોંચશે. પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ આ તેમનો પહેલો દિલ્હી પ્રવાસ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ પ્રવાસ દરમિયાન તેઓ ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી શકે છે. બંને નેતાઓની વચ્ચે ખેડૂત આંદોલન (Farmers Protest) અને કૃષિ કાયદાઓ (New Farm Laws) મુદ્દે ચર્ચા થઈ શકે છે.

આ દરમિયાન કેપ્ટન અમરિંદર સિંહના મીડિયા એડવાઇઝર રવીન ઠુકરાલે ટ્વીટ કરતાં કહ્યું કે, કેપ્ટન અમરિંદર સિંહના દિલ્હી પ્રવાસને (Amrinder Singh Delhi Visist) લઈ ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. તેઓ વ્યક્તિગત પ્રવાસ પર દિલ્હી જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ પોતાના દોસ્તોને મળશે અને નવા મુખ્યમંત્રી માટે કપૂરથલા હાઉસ પણ ખાલી કરશે. વધુ અટકળો લગાવવાની જરૂર નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ, અમરિંદર સિંહ બપોરે ચંદીગઢથી દિલ્હી માટે રવાના થશે. અમરિંદર સિંહે 18 સપ્ટેમ્બરે પંજાબના મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. અમરિંદરના સ્થાને કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને (Charanjit Singh Channi) પંજાબના મુખ્યમંત્રી બનાવ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની (Navjot Singh Sidhu) સાથે મળી ચન્નીએ અમરિંદરની વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો હતો.આ પણ વાંચો, કેપ્ટન અમરિંદર મોટા કદના નેતા, તેમની રાષ્ટ્રવાદી વિચારધારા હંમેશાથી પસંદ- પંજાબ બીજેપી અધ્યક્ષ

આ પહેલા અમરિંદરે કહ્યું હતું કે તેઓ રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને આગામી મુખ્યમંત્રી કે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના ચહેરા તરીકે સ્વીકાર નહીં કરે. અમરિંદર સિંહના વિરોધ છતાંય સિદ્ધુને આ વર્ષની શરૂઆતમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો, 3 લોકસભા, 30 વિધાનસભા સીટો પર 30 ઓક્ટોબરે પેટાચૂંટણી, મતગણતરી 2 નવેમ્બરે

બાદમાં પંજાબના પહેલા દલિત મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ નાના ઘરોમાં મફત પાણી સપ્લાય, વીજળીના દરોમાં ઘટાડો અને ચૂંટણીવાળા રાજ્યમાં ‘આમ આદમી’ માટે એક પારદર્શી સરકારનો વાયદો કરતાં કાર્યભાર સંભાળ્યો હતો.

રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે (Banwarilal Purohit) રાજભવન સમારોહમાં બે નાયબ-મુખ્યમંત્રીઓ સુખજિંદર સિંહ રંધાવા (Sukhjinder Singh Randhawa) અને ઓ.પી. સોનીને (Om Parkash Soni) પણ શપથ લેવડાવ્યા, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ સામેલ થયા હતા.

(ઇનપુટ- વિક્રાંત યાદવ)
Published by: Mrunal Bhojak
First published: September 28, 2021, 2:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading