પ્રેમ કે ગાંડપણ! છોકરીએ HIV+ બોયફ્રેન્ડના શરીરમાંથી લોહી કાઢી પોતાના શરીરમાં કર્યું ઈન્જેકટ

News18 Gujarati
Updated: August 8, 2022, 6:48 PM IST
પ્રેમ કે ગાંડપણ! છોકરીએ HIV+ બોયફ્રેન્ડના શરીરમાંથી લોહી કાઢી પોતાના શરીરમાં કર્યું ઈન્જેકટ
યુવતીએ બોયફ્રેન્ડના શરીરમાંથી સિરીંજ વડે લોહી કાઢ્યું અને તેને તેના શરીરમાં ઈન્જેક્શન આપ્યું

Assam Girl Injects HIV Positive Blood: યુવતી (Assam Girl)એ બોયફ્રેન્ડના શરીરમાંથી સિરીંજ વડે લોહી કાઢ્યું અને તેને તેના શરીરમાં ઈન્જેક્શન આપ્યું જેથી કોઈ બંને (Weird Lovestory)ને અલગ ન કરી શકે.

  • Share this:
Assam Girl Injects HIV Positive Blood: પ્રેમને કોઈ સીમા નથી હોતી. તમે લોકોને આ કહેતા સાંભળ્યું હશે પરંતુ આસામના સુલકુચી જિલ્લામાં એક અજીબોગરીબ (Weird Lovestory) ઘટનામાં એક છોકરીએ આ વાતને બીજા જ સ્તર પર પહોંચાડી દીધી છે.આસામના સુલકુચી (Sualkuchi)માં એક સગીર યુવતીએ તેના બોયફ્રેન્ડ માટે એવું ભયંકર પગલું ભર્યું છે કે જે કોઈ સાંભળે છે તે વિશ્વાસ કરી શકતું નથી. આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે. મામલાની માહિતી મળ્યા બાદ પોલીસે છોકરાની ધરપકડ કરી લીધી છે જ્યારે છોકરીને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે.

બંને વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી હતો સંબંઘ
મળતી માહિતી મુજબ, યુવતી સુલકુચીની રહેવાસી છે. યુવતીની ઉંમર 15 વર્ષની છે. ફેસબુક દ્વારા યુવતીની ઓળખ સાતડોલા, હાજોના એક છોકરા સાથે થઈ હતી. બંને વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી સંબંઘ ચાલી રહ્યો હતો. દરમિયાન, યુવતીને ખબર પડી કે તેનો બોયફ્રેન્ડ HIV પોઝિટિવ છે.

પરિવારજનોને ખબર પડી તો લગાવી રોક
બીજી તરફ જ્યારે પરિવારના સભ્યોને યુવતીની લવ સ્ટોરી અને તેના બોયફ્રેન્ડના એચઆઈવી પોઝીટીવ હોવાની જાણ થઈ ત્યારે તેઓએ તમામ પ્રતિબંધો લાદી દીધા હતા. યુવતીના પરિવારજનોએ પણ તેને છોકરાને ન મળવાની ચેતવણી આપી હતી. તેમ હોવા છતાં, છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ઘણી વખત ગઈ હતી, પરંતુ દરેક વખતે તેના માતાપિતા છોકરીને ઘરે પાછા લાવ્યા હતા.

આ પણ વાંચો: જેલમાંથી પત્ર લખીને યુવતીને ખૂની સાથે થયો પ્રેમ, લગ્નના દિવસે જ કરી નાખ્યું મર્ડરબોયફ્રેન્ડના શરીરમાંથી લોહી કાઢી પોતાના શરીરમાં કર્યું ઈન્જેકટ
આ દરમિયાન યુવતીએ આવું પગલું ભર્યું જેની સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે. છોકરીને પહેલેથી જ ખબર હતી કે બોયફ્રેન્ડ એચઆઈવી પોઝીટીવ છે, તેથી તેણે બોયફ્રેન્ડના શરીરમાંથી સિરીંજ વડે લોહી લીધું અને તેના શરીરમાં ઈન્જેક્શન આપ્યું જેથી કોઈ બંનેને અલગ ન કરી શકે.

આ પણ વાંચો: ડેટ પર નહોતો પહોંચ્યો પાર્ટનર, મહિલાએ કોર્ટમાં જઈ 8 લાખ રુપિયાનો કર્યો દાવો!

છોકરાની ધરપકડ, છોકરી ડોક્ટરોની દેખરેખ હેઠળ
યુવતીના આ પગલાની જાણ થતાં જ તેના પરિવારજનોએ પોલીસને સમગ્ર મામલાની જાણ કરી હતી. માહિતી બાદ પોલીસે યુવતીના બોયફ્રેન્ડની ધરપકડ કરી લીધી છે જ્યારે તેને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવી છે.
Published by: Riya Upadhay
First published: August 8, 2022, 6:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading