COVID-19 3rd Wave: AIIMS ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ- દેશમાં છથી આઠ અઠવાડિયામાં આવી શકે છે ત્રીજી લહેર- રિપોર્ટ

News18 Gujarati
Updated: June 19, 2021, 12:17 PM IST
COVID-19 3rd Wave: AIIMS ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ- દેશમાં છથી આઠ અઠવાડિયામાં આવી શકે છે ત્રીજી લહેર- રિપોર્ટ
પ્રતીકાત્મક તસવીર

COVID-19 Third Wave in India: AIIMSના પ્રમુખ ડૉક્ટર રણદીપ ગુલેરિયા (Dr Randeep Guleria)એ એવા સંકેત આપ્યા છેકે દેશમાં કોરોનાની ત્રીજી લહેરથી 'બચી નહીં શકાય'.

  • Share this:
નવી દિલ્હી: ભારતમાં છથી આઠ અઠવાડિયાની અંદર કોરોના વાયરસની ત્રીજી લહેર (COVID-19 3rd Wave) આવી શકે છે. AIIMS (All india medical institute of sciences)ના પ્રમુખ ડૉક્ટર રણદીપ ગુલેરિયા (Dr Randeep Guleria)એ આવી આશંકા વ્યક્ત કરી છે. તેમણે એ વાતનો પણ સંકેત આપ્યો છે કે ત્રીજી લહેરથી 'બચી નહીં શકાય'. માર્ચના અંતમાં શરૂ થયેલા લૉકડાઉન (lockdown)ના તબક્કા બાદ દેશના અનેક હિસ્સામાં હાલ અનલૉક (Unlock)ની પ્રક્રિયા ચાલી રહી છે. જોકે, નિષ્ણાતોએ થોડા સમય પહેલા જ દેશમાં ત્રીજી લહેર આવશે તેવી આશંકા વ્યક્ત કરી છે.

ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ (Dr Randeep Guleria) એનડીટીવી સાથે વાતચીત કરતા કહ્યુ કે, "હવે આપણે જ્યારે અનલૉક શરૂ કરી દીધું છે તો ફરીથી કોવિડ સંબંધી તકેદારીમાં બેદરકારી જોવા મળી રહી છે. એવું નથી લાગી રહ્યું કે આપણે પહેલી અને બીજી લહેર વચ્ચે જે થયું તેમાંથી કંઈ સીખ મેળવી છે. ફરીથી ભીડ એકઠી થઈ રહી છે. લોકો એકબીજાને મળી રહ્યા છે. પરંતુ આવું છ કે આઠ અઠવાડિયામાં થઈ શકે છે. થોડો વધારે સમય પણ લાગી શકે છે. આ વાત એના પર આધાર રાખે છે કે આપણે કોરોનાના જે નિયમો છે તેનું કેવી રીતે પાલન કરીએ છીએ."

આ પણ વાંચો: ફ્લાઈંગ શીખની વિદાઈ: મિલ્ખા સિંઘે અનેક પડકારો વચ્ચે હાંસલ કરી હતી આટલી સિદ્ધિ

મહારાષ્ટ્ર પર સૌથી વધારે ખતરો

સૂત્રોના હવાલેથી કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં અંદાજ લગાવવામાં આવી રહ્યો છે તેના પહેલા જ ત્રીજી લહેર આવી શકે છે. આ અંગેની જાણકારી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તરફથી બનાવવામાં આવેલી નિષ્ણાત સમિતિ તરફથી આપવામાં આવી છે. નિષ્ણાતોએ કહ્યુ કે, રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટ મળ્યા બાદ ભીડ જોવા મળી રહી છે. આથી કેસની સંખ્યા ખૂબ ઝડપથી વધી શકે છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ત્રીજો તબક્કો જ્યારે ચરમ પર હશે ત્યારે રાજ્યમાં આઠ લાખ એક્ટિવ કેસ થઈ શકે છે.

આ પણ વાંચો: કોરોના અપડેટ: દેશમાં 74 દિવસ પછી સૌથી ઓછા એક્ટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 60,753 નવા કેસહિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટમાં રોયટર્સના સર્વેના હવાલેથી જણાવવામાં આવ્યું છે કે, દેશમાં ઓક્ટોબર સુધી ત્રીજી લહેર આવી શકે છે. આ સર્વેમાં દુનિયાભરના 40 નિષ્ણાત, ડૉક્ટર્સ, વૈજ્ઞાનિકો, વાયરોલોજિસ્ટ્સ, એપેડેમિયોલોજિસ્ટ્સ અને પ્રોફેસરો પાસેથી જાણકારી મેળવવામાં આવી હતી. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ત્યાં સુધી વધારેમાં વધારે લોકોને વેક્સીન આપીને લહેરને નિયંત્રિત કરી શકાશે. સાથે જ બીજી લહેરની સરખામણીમાં ત્રીજી લહેરમાં કેસ ઓછા થવાની વાત કહેવામાં આવી હતી.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરની આશંકા! પુણેમાં ફરીથી લાગ્યું વીકેન્ડ લૉકડાઉન

બાળકો પર અસર નહીં થાય!

ઑલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ અને વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી કરવામાં આવેલા અભ્યાસમાં બાળકોમાં હાઈ સીરો-પોઝિટિવિટી હોવાની જાણકારી મળી છે. આથી કહેવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેર બાળકોને વધારે પ્રભાવિત નહીં કરી શકે.
Published by: Vinod Zankhaliya
First published: June 19, 2021, 12:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading