70 વર્ષની મહિલાએ બાળકને આપ્યો જન્મ, 54 વર્ષ પછી ઘરમાં આવી ખુશીઓ

News18 Gujarati
Updated: August 9, 2022, 2:36 PM IST
70 વર્ષની મહિલાએ બાળકને આપ્યો જન્મ, 54 વર્ષ પછી ઘરમાં આવી ખુશીઓ
અલવરમાં 70 વર્ષની મહિલાએ પુત્રને જન્મ આપ્યો

રાજસ્થાન (Rajasthan)માં 70 વર્ષની એક મહિલાએ બાળક (A 70 year old woman became a mother)ને જન્મ આપ્યો છે. મહિલાને આઈવીએફ (IVF) પ્રક્રિયાની મદદથી બાળક મળ્યું છે. તેમના 75 વર્ષના પતિ અને પરિવારના અન્ય સભ્યો ઘરમાં બાળકના જન્મથી જ આનંદમાં છે.

  • Share this:
એક મહિલા માટે માતા બનવું એ પોતાનામાં જ એક ખાસ અનુભવ છે. પરંતુ જો કોઈ મહિલા 70 વર્ષની ઉંમરે માતા (70 year old woman gave birth to a son) બને તો તમે તેને શું કહેશો? રાજસ્થાનમાં પણ કંઈક આવું જ બન્યું છે. રાજસ્થાન (Rajasthan)માં 70 વર્ષની એક મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. મહિલાને આઈવીએફ (IVF) પ્રક્રિયાની મદદથી બાળક મળ્યું છે. તેમના 75 વર્ષના પતિ અને પરિવારના અન્ય સભ્યો ઘરમાં બાળકના જન્મથી જ આનંદમાં છે. આઈવીએફ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિક ડાયરેક્ટર અને એમ્બ્રોલોજિસ્ટ ડૉ. પંકજ ગુપ્તાએ જણાવ્યું હતું કે ચંદ્રાવતી અને તેના પતિ ગોપી સિંહ ઝુંઝુનુ નજીક સ્થિત હરિયાણા બોર્ડરના સિંઘના ગામના રહેવાસી છે.

અગાઉ તેમણે મોટા મહાનગરોમાં સારવાર કરાવી હતી પરંતુ સફળતા મળી ન હતી. જે બાદ તેઓ અલવર આવ્યા હતા. મહિલાએ લગભગ 2 વર્ષ પહેલા તેની સારવાર શરૂ કરી હતી અને પછી IVF પ્રક્રિયાના ત્રીજા પ્રયાસમાં તે ગર્ભવતી બની હતી. તબીબોનું કહેવું છે કે દેશભરમાં આ ઉંમરે બાળકોના જન્મના થોડા જ કિસ્સા છે. રાજસ્થાનનો આ કદાચ પહેલો કિસ્સો છે. જ્યારે 75 વર્ષના પુરૂષ અને 70 વર્ષની મહિલાને સંતાન પ્રાપ્ત થયું છે.

ચંદ્રાવતી ભૂતપૂર્વ સૈનિકની પત્ની છે, 54 વર્ષ પછી ખુશી મળી

ચંદ્રાવતીના પતિ ગોપી સિંહ એક નિવૃત્ત સૈનિક છે, જે 40 વર્ષથી સેનામાંથી નિવૃત્ત છે. બાંગ્લાદેશના યુદ્ધમાં ગોપી સિંહે પણ ગોળી ખાઘી છે અને આજે તેમના ઘરમાં દીવો પ્રગટાવીને ખુશીની ભેટ આવી છે. ગોપીચંદના ઘરે 54 વર્ષ બાદ પુત્ર જન્મવાની ખુશી ઘરમાં ચમકી રહી છે.

આ પણ વાંચો: શરીર પર ટેટૂ ત્રોફાવવું પડ્યું ભારે, વારાણસીમાં અનેક યુવકો થયા HIV સંક્રમિત

ભૂતપૂર્વ સૈનિક ગોપીચંદ પણ તેમના પિતાના એકમાત્ર પુત્ર છે. ગોપીચંદે જણાવ્યું કે તે તેના પિતા નેનુ સિંહનો એકમાત્ર પુત્ર છે. લગ્ન પછી સંતાનો ન હોવાથી ઘર સૂનું સૂનું લાગતું હતું. તેણે તેની પત્નીની દેશભરની મોટી હોસ્પિટલોમાં સારવાર કરાવી હતી પરંતુ સફળતા મળી ન હતી. આખરે 54 વર્ષ બાદ તેમની પત્નીએ અલવરમાં પુત્રને જન્મ આપ્યો છે. બાળકનું વજન 2 કિલો 750 ગ્રામ છે, ડોકટરોના જણાવ્યા મુજબ તે સ્વસ્થ છે.આ પણ વાંચો: જેલમાંથી પત્ર લખીને યુવતીને ખૂની સાથે થયો પ્રેમ, લગ્નના દિવસે કરી નાખ્યું મર્ડર

IVF પ્રક્રિયા શું છે
ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) (In Vitro Fertilization) અગાઉ ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે ઓળખાતું હતું. આ ટ્રીટમેન્ટમાં સ્ત્રીના બીજ અને પુરુષના શુક્રાણુઓ મિક્સ કરવામાં આવે છે. જ્યારે ગર્ભની રચના થાય છે, ત્યારે તેને સ્ત્રીના ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. આ પ્રક્રિયા એકદમ જટિલ અને ખર્ચાળ છે, પરંતુ જેઓ ઘણા વર્ષોથી ગર્ભ ધારણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે આ વરદાનરુપ છે.
Published by: Riya Upadhay
First published: August 9, 2022, 2:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading