5 રાજ્યોમાં આતંક, 700 શૂટર, બેંકોકમાં ઠેકાણું, જાણો કોણ છે કાલા જઠેડી ગેંગનો નવો બોસ?

News18 Gujarati
Updated: August 1, 2021, 11:38 PM IST
5 રાજ્યોમાં આતંક, 700 શૂટર, બેંકોકમાં ઠેકાણું, જાણો કોણ છે કાલા જઠેડી ગેંગનો નવો બોસ?
કાલા જઠેડીની ફાઈલ તસવીર

kala jathedi gang: હરિયાણાના યમુનાનગરનો કુખ્યાત ગેંગસ્ટર વીરેન્દ્ર ઉર્ફે કાલા રાણા ઉપર હરિયાણા પોલીસ તરફથી બે લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું છે. જ્યારે પોલીસ પહોંચથી કોસો દૂર બેશીને ગુનાનો ધંધો ચલાવી રહ્યો છે. ંં

  • Share this:
નવી દિલ્હીઃ ખૂંખાર ગેંગસ્ટર સંદીપ ઉર્ફે કાલા જઠેડીને (Gangster Sandeep Kala Jathedi) દિલ્હી પોલીસની સ્પાશિયલ ટીમે (Delhi police special team) ધરપકડ કરી છે. કાલા જઠેડી ઉપર 7 લાખ રૂપિયાનું ઈનામ હતું. તેની દહેશતથી પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી લઈને દિલ્હી સુધી હતી. જોકે, હવે આ ગેંગસ્ટર જેલમાં (gangster in jail) છે પરંતુ ગેંગને ઓપરેટ કરનાર નવા આરોપીનું નામ છવાયું છે.

માનવામાં આવી રહ્યું છે કે કાલા જઠેડી ગેંગને અત્યાર સુધી કારા રાણા ઓપરેટ કરશે. કાલા રાણા અત્યારે બેંકોકમાં છે અને તે જઠેડી ગેંગનો નવો લીડર છે. આ વચ્ચે રાણાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં વિદેશમાં પાર્ટી કરતો દેખાય છે. દરિયા વચ્ચે આલીશાન બોટમાં ખુબ જ રંગીન માહોલ વચ્ચે સફેદ ટી શર્ટમાં વિદેશી મહિલાઓ વચ્ચે બેઠેલો વ્યક્તી કાલા જઠેડી ગેંગનો નવો લીડર કાલા રાણા છે. વીડિયોમાં રાણાના નજીકના લોકો હાજર છે. જેમાં રાણા અનેક વખત હાથથી ચહેરો સંતાડતો દેખાય છે.

હરિયાણાના યમુનાનગરનો કુખ્યાત ગેંગસ્ટર વીરેન્દ્ર ઉર્ફે કાલા રાણા ઉપર હરિયાણા પોલીસ તરફથી બે લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું છે. જ્યારે પોલીસ પહોંચથી કોસો દૂર બેશીને ગુનાનો ધંધો ચલાવી રહ્યો છે.

આ પણ વાંચોઃ-બહાદુર વિનીતા ચૌધરીએ 30 પર્યટકોનો બચાવ્યો જીવ, પરંતુ પોતે પાણીના પ્રવાહમાં તણાઈ

આ પણ વાંચોઃ-15 વર્ષના પુત્રની માતાનું સુહાગરાતના દિવસે જ મોટું કારસ્તાન, દિવ્યાંગ પતિના ઉડી ગયા હોશ

થોડા મહિના પહેલા દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં ફિલ્મી અંદાજથી ડઝનો પોલીસ કર્મચારીઓ ઉપર ગોળીઓ વરસાવી હતી. કુખ્યાત ગેંગસ્ટર કુલદીપ ઉર્પે ફઝ્ઝા તો પોલીસ કસ્ટડીમાંથી છોડાવવા માટે કાલા રાણા બેંકોકમાં બેશીને ષડયંત્ર રચ્યું હતું. કાલા રાણા બેંકોકમાં બેશીને જીટીબી હોસ્પિટલ પહોંચેલા તમામ શૂટરોને કોર્ડિનેટ કરી રહ્યો હતો. આ સમયે દિલ્હી પોલીસના રડાર ઉપર આવ્યો હતો.આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશ

આ પણ વાંચોઃ-સુરતઃ ભાભીની બર્થ ડે પાર્ટીના Live Video શેરમાં યુવકે કર્યા બીભત્સ મેસેજ, યુવતીએ ગજબ રીતે પકડ્યો

વિરેન્દ્ર ઉર્ફે કાલા રાણા ઉપર હરિયાણામાં હત્યા લૂંટના અનેક મામલે કેસ નોંધાયો હતો. જેલમાંથી છૂટ્યા બાદ રાણા નકલી પાસપોર્ટ ઉપર બેંકોક ફરાર થયો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બેંકોકમાં રહેતા રાણા જઠેડી સાથે મળીને અનેક રાજ્યોમાં મોટા બિઝનેસમેનોને ધમકી ભર્યા કોલ કરતો હતો.

જે બિઝનેસ મેનોએ પૈસા આપાનો ઇન્કાર કરી દીધો હતો તેના ઉપર ભારતમાં બેઠેલા જઠેડી ગેંગ ગોળીઓ ચલાવતા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે ગેંગ જેલને પોતાનું સેફ હાઉસ બનાવીને અનેક રાજ્યોમાં ફેલાયેલા પોતાના 700 જેટલા શૂટરો થકી મોટા પ્રમાણમાં ગુનોનો ધંધો ચલાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.
Published by: ankit patel
First published: August 1, 2021, 10:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading